વિવાદનું વંટોળ: સચિન માટે દેશ મોટો કે પૈસા!

દેશ મોટો કે પછી પૈસા
સચિન માટે દેશ મોટો છે કે દેશ આ સતત ચર્ચાનો વિષય બનતો જાય છે. સચિન તેંડુલકર હંમેશા કહે છે કે તે રેકોર્ડ અને પૈસા માટે રમતો નથી. સચિનનું કહેવું છે કે યુવા ખેલાડીઓને તક આપવા માટે તે ટી20 મેચ રમતો નથી. જો કે તે આઇપીએલ અને ચેમ્પિયન લીગ રમે છે. આજકાલ ક્રિકેટરો દેશના બદલે પૈસાને વધારે મહત્વ આપી રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે તેમાં સચિન તેંડુલકરનું નામ હોય શકે છે. ભલે સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન માનવામાં આવતા હોય પરંતુ ટી20 વર્લ્ડકપ ન રમીને પોતાના ચાહકો માટે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે.
ટી20 પ્રદર્શન
સચિન તેંડુલકર આઇપીએલ-5ના અત્યાર સુધીના સફરમાં સચીન તેંડુલકર સુપર ફ્લોપ સાબિત થયો છે. સચિને આઇપીએલના આ સત્રમાં છ મેચ રમી છે. આ મેચમાં 25.60 રનની એવરેજ સાથે 128 રન બનાવ્યા છે. સચિને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પુણે વોરિયર્સ વિરૂદ્ધ 34 રનની ઇનિંગ રમ્યો હતો. ઉલ્લેખનીય છે કે આઇપીએલના એક સત્રમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. 2010માં આઇપીએલ 3માં 15 મેચોમાં સૌથી વધુ 618 રન બનાવ્યા હતા. જો કે એશિયા કપમાં સચીન કોઇ ખાસ ચમત્કાર બતાવી શક્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરની ઉંમર અને પ્રદર્શનને આજકાલ હોબાળો મચેલો છે પરંતુ આ પહેલી વાર સચીન ટીકા થઇ રહી નથી.












Click it and Unblock the Notifications
