IPL 2025 : આઈપીએલમાં મેચ હારવાથી માલિકોને નુકસાન થાય? જાણો શું હોય છે નિયમો?

IPL 2025 : આઈપીએલની એક સિઝનમાં માલિકો કરોડો રૂપિયા કમાય છે. માલિકોને ટીમના પર્ફોમન્સના આધારે કમાણી થાય છે.

અહીં એક સવાલ એ થાય કે માલિકોને મેચ હારવાથી કેટલુ નુકસાન થાય? ટીમ જીતે તો કોઈ ફાયદો થાય કે કેમ? તમને જાણીને નવાઈ લાગશે કે એ મેચ હારવાથી માલિકને મોટુ નુકસાન થાય છે.

IPL 2025

IPL માં મીડિયા રાઈટ્સ, સ્પોન્સરશિપ, ટિકિટ સહિત ઘણી જગ્યાઓએથી કમાણી થાય છે. કોઈપણ IPL મેચના ટેલિવિઝન અને ડિજિટલ અધિકારોની હરાજીથી મોટી કમાણી થાય છે.

આ સિવાય કંપનીઓ IPL ટીમો અને મેચોને સ્પોન્સર કરે છે તેનાથી આવક થાય છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં મેચોની ટીકીટ અને ટીમની જર્સી, બેટ, બોલ વગેરેનું વેચાણ કરીને પણ આવક થાય છે.

જો કોઈ ટીમ એક મેચ પણ હારી જાય તો તેના માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ટીમ બનાવવા માલિક ખેલાડીને કરોડો અને લાખો રૂપિયામાં ખરીદે છે. આ સિવાય બ્રાન્ડિંગ અને મેચના આયોજનમાં મોટો ખર્ચ થાય છે. આ સ્થિતિમાં જો કોઈ ટીમ એક મેચ પણ હારે તો તેના માલિકને મોટું નુકસાન થાય છે.

હાર-જીત ટીમની બ્રાન્ડ અને તેના સ્પોન્સર્સને અસર કરે છે. જો કોઈ ટીમ સતત હારી રહી હોય તો તેની બ્રાન્ડ ઈમેજ ડેમેજ થાય છે. તેની અસર પ્રાયોજકો અને બ્રાન્ડ એમ્બેસેડર ડીલ પર પડે છે. બ્રાન્ડ સારૂ પ્રદર્શન કરતી ટીમ સાથે રહેવા માટે ઉત્સાહિત હોય છે.

IPL ટીમોના માલિકો માટે મેચ હાર્યા પછી તેમને કેટલું નુકસાન થશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, તે ઘણા પરિબળો પર આધારિત છે. પરંતુ જો આપણે સામાન્ય અંદાજના આધારે વાત કરીએ તો મેચ હાર્યા પછી માલિકોને 2 કરોડથી 10 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે, જે સ્પોન્સરશિપ, ટિકિટના વેચાણ, મીડિયા કવરેજ અને બોનસ સાથે સંબંધિત હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X