શ્રીનિવાસનને ભારતીય ક્રિકેટ બરબાદ કરવા નહીં દઉઃ લલિત મોદી
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બરઃ આજીવન પ્રતિબંધ લાગવાની સંભાવનાઓની હોવા છતાં પણ લલિત મોદીએ બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવસાન વિરુદ્ધ પોતાના પ્રહારો જારી રાખ્યા છે અને કહ્યું છે કે, તે ચુપ નહીં બેસી રહે અને આ વ્યક્તિના હાથે ભારતીય ક્રિકેટને બરબાદ થવા નહીં દે.
દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે બીસીસીઆઇને ચેન્નાઇની વિશેષ સામાન્ય સભાની બેઠક બોલાવવા અનુમતિ આપી છે, જેમાં મોદી પર આઇપીએલના પ્રારંભિક ત્રણ સત્ર દરમિયાન કથિત નાણાકિય ગેરરીતિ કરવા માટે આજીવન પ્રતિબંધ લગાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

મોદીએ કહ્યું કે, હું પ્રતિબંધ લાગવાની સંભાવનાથી નિરાશ નથી. હું પહેલાથી નિલંબિત છું, હું મારા નિલંબનને મારા સ્તર પર નિરાકરણ લાવીશ, પરંતુ શ્રીનિવાસનનું બીજી વખત ચૂંટાવુ મારા અને ભારતીય ક્રિકેટ માટે મોટી નિરાશા છે. ભારતીય ક્રિકેટ માટે હું મારા પૂર્વ સાથી સાથે લડવા તૈયાર છું.












Click it and Unblock the Notifications
