World Cup 2023 : ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ વરસાદમાં ધોવાઈ તો શું થશે? જાણો કોણ ફાઈનલમાં પહોંચશે?
વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. બુધવારે રમાવા જઈ રહેલી મેચ પહેલા ફેન્સ પ્રાથના કરી રહ્યા છે કે વરસાદ ન આવે.
જો વરસાદ આવે તો અને મેચ ન થાય તો શું થશે? શું મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે? આવા સવાલો ફેન્સના મનમાં છે ત્યારે આ તમામ સવાલોના અહીં જવાબ આપીશું.

જણાવી દઈએ કે, આઈસીસીએ વર્લ્ડ કપની પ્લેઈંગ કન્ડીશન્સમાં રિઝર્વ ડે રાખ્યો છે. જો કોઈ મેચ અડધી થઈ જાય અને વરસાદને કારણે અટકાવવી પડે તો મેચ બીજા દિવસે ત્યાંથી જ ફરી શરૂ કરવામાં આવશે.
અહીં બીજો પ્રશ્ન એ છે કે વરસાદ પછી બીજા દિવસે પણ વરસાદ રહે તો? જો રિઝર્વ ડે પછી પણ મેચ ન રમાય તો કઈ ટીમને ફાઇનલમાં તક મળશે? જવાબ છે નેટ રન રેટ અને સ્ટેન્ડિંગ. ICC વર્લ્ડ કપમાં જે ટીમ લીગ સ્ટેજ દરમિયાન ટેબલમાં ટોચ પર રહેશે તે ફાઇનલમાં જશે. આ સ્થિતિમાં ભારl માટે વરસાદ ચિંતાનો વિષય નથી.
જો વરસાદને કારણે નિર્ધારિત દિવસે મેચ ન રમાય તો રિઝર્વ ડેના દિવસે શરૂ થશે. જો ટોસ પછી મેચ ન રમાય તો બીજા દિવસે મેચનો પહેલો બોલ ફેંકાશે પરંતુ ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં થાય.
બીજી એક મહત્વની વાત એ છે કે, જો વરસાદના કારણે પહેલા દિવસે 19 ઓવરની મેચ રમાશે તો મેચ 46 ઓવરની રહેશે. આ ઓવરો નક્કી કર્યા બાદ જો ફરી વરસાદ થશે તો બીજા દિવસે મેચ 50 ઓવરની જ ગણવામાં આવશે. જરૂરી હશે તો રિઝર્વ ડે પર ઓવરો ઘટાડી શકાશે.
જો ઓવરો કાપ્યા પછી એક પણ બોલ ફેંકવામાં આવે અને વરસાદને કારણે મેચ આગળ ન વધે તો બીજા દિવસે માત્ર નિર્ધારિત 46 ઓવરની મેચ જ રમાશે.












Click it and Unblock the Notifications
