World Cup Final : છોકરીઓ જેના પર મરે છે તે મારા પર ફિદા છે, જાડેજાની પત્ની રિવાબાનો વીડિયો વાયરલ
વર્લ્ડ કપની ફાઈનલ ફતેહ કરવા માટે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરી છે ત્યારે ભારતીય સ્ટાર ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાનો આ વીડિયો આગની જેમ સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ ફિદા થઈ રહ્યા છે.

આ વીડિયોમાં રિપોર્ટર રીવાબા જાડેજાને પુછે છે કે, જ્યારે બધા તેને રવિન્દ્ર જાડેજાની પત્નીના નામથી ઓળખે છે અથવા બોલાવે છે ત્યારે તેણી કેવું અનુભવે છે. તો રીવાબા કંઈપણ વિચાર્યા વગર સીધું કહે છે કે આ તો સારી વાત છે ને?
મને આ સમયે ખૂબ ગર્વ છે, જ્યાં છોકરીઓ કહે છે કે જડ્ડુ હું તમને પસંદ કરું છું, હું તમને પ્રેમ કરું છું, અને જ્યારે હું ઇન્સ્ટાગ્રામ ખોલું છું ત્યારે મને છોકરીઓ તરફથી ઘણા બધા સંદેશાઓ મળે છે. આવી સ્થિતિમાં હું એકલી જ છું જેને જડ્ડુ પસંદ કરે છે.
Feminists will cry after watching this videopic.twitter.com/i7zkWpvYC9
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 17, 2023
રિવાબાએ વધુમાં કહ્યું કે, જો તમે ઈન્સ્ટાગ્રામ ખોલશો તો તમને જડ્ડુ માટે ઘણા બધા મેસેજ મળશે. દરેક છોકરી તેને ખૂબ પસંદ કરે છે. મારા માટે આ બહુ મોટી વાત છે. હું તેની પત્ની છું. મારી પાસે તે પદ છે. દુનિયા મને તેના નામથી ઓળખે છે. તેમના નામે મારી એક અલગ ઓળખ છે. તેથી હું તે વ્યક્તિત્વને આદર સાથે વિશ્વને બતાવવા માંગુ છું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચની શરૂઆત પહેલા જ પ્રાર્થનાનો તબક્કો શરૂ થઈ ગયો છે. દરેક લોકો દેશની જીત માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
