World Cup Final : ભારતીય બેટ્સમેનોનું સાધારણ પ્રદર્શન, ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઈન્ડિયન બેટ્સમેનોએ થોડા નિરાશ કર્યા છે. બેટિંગ ઓર્ડર તેની તાકાત પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે.
ભારતીય ટીમ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા છે. ભારત તરફથી કોહલી અને કેએલ રાહુલે પોતાની અડધી સદી ફટાકરી.

કોહલી અને કેએલ રાહુલ સારૂ પ્રદર્શન કરતા ટીમ માટે 54 અને 66 રનની ઈનિંગ રમી. શરૂઆતમાં રોહિત શર્માએ ઝડપી બેટિંગ કરાવી પરંતુ તે ફરીથી પોતાની અડધી સદી ચુક્યો. તેને ઝડપી 31 બોલમાં 47 રનની ઈનિંગ રમી.
અહીં ઓસ્ટ્રેલિયન બોલરો શરૂઆતથી થોડી ઓવરો બાદ કરતા હાવી રહ્યા અને મોટો સ્કોર બનાવતા રોકવામાં સફળ રહ્યા. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે 3, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સે 2-2 અને ગ્લેન મેક્સવેલ અને એડમ જૈમ્પાએ 1-1 વિકેટ લીધી. હવે ભારતીય ટીમની જીતનો આધાર ફરીથી બોલરો પર છે.












Click it and Unblock the Notifications
