World Cup Final : મોબાઈલમાં મફતમાં જોઈ શકો છો ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા ફાઈનલ, જાણો કેવી રીતે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ધમાકેદાર મુકાબલા માટે બન્ને ટીમો થોડા સમય બાદ મેદાનમાં ઉતરવા જઈ રહી છે ત્યારે ફેન્સમાં ઉત્સાહનો માહોલ છે. ફેન્સ આ મેચને ઘરે બેઠા ફ્રીમાં જોઈ શકે છે.
ફાઈનલ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટપ્રેમીઓ આવવાના શરૂ થઈ ગયા છે ત્યારે ટિકિટ ન મળી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ પર ફ્રીમાં લાઈવ ક્રિકેટની મજા માણી શકો છો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ક્રિકેટ મેચની ફાઇનલ મેચ માટે બપોરે 1:30 કલાકે ટોસ થશે. ફાઈનલ મેચ બપોરે 2:00 કલાકે શરૂ થશે.
સ્ટાર સ્પોર્ટ્સ પર મેચની એક્શન વિવિધ ભાષાઓમાં લાઈવ બતાવવામાં આવશે. આ સિવાય દર્શકો ફ્રી ડિશ અને ડીડી સ્પોર્ટ્સ પર પણ લાઈવ મેચનો મફતમાં આનંદ માણી શકશે.
મોબાઇલ પર Disney+Hotstar એપમાં લોગ ઇન કરીને તમે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચનો મફતમાં આનંદ માણી શકો છો. ઉલ્લેખનિય છે કે, તમે TV અથવા લેપટોપ પર Disney + Hotstar એપ પર ફાઈનલ મેચ જોવા માંગો છો તો તમારે તેના માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે.
અહીં ક્રિકેટ ફેન્સને જણાવી દઈએ કે, ફાઈનલ માટે પીએમ મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ, અમિત શાહ અને મુકેશ અંબાણી સહિત ઘણી પ્રખ્યાત હસ્તીઓ વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચશે.












Click it and Unblock the Notifications
