For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ:આઇસીસીએ બીજા સંસ્કરણ માટે નવી પોઇન્ટ સિસ્ટમ જાહેર કરી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા સંસ્કરણ માટે તૈયારીઓ શરૂ કરી છે. તેના માટે નવી પોઇન્ટ સિસ્ટમની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા સંસ્કરણ માટે તૈયારીઓ શરૂ કરી છે. તેના માટે નવી પોઇન્ટ સિસ્ટમની જાહેરાત કરી છે. પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પુરી થઈ ગઈ છે અને ન્યૂઝીલેન્ડ પ્રથમ ચેમ્પિયન મળ્યુ છે ત્યારે હવે બીજા સંસ્કરણ માટે નવી પોઇન્ટ સિસ્ટમની પણ જાહેરાત કરી છે. આ પોઈન્ટ સિસ્ટમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં લાગુ પડશે. આગામી મહિનાથી શરૂ થનારી દ્વિપક્ષીય શ્રેણીમાં પણ આ નિયમો લાગુ થશે.

World Test Championship

આઇસીસીના નવા નિયમો અનુસાર, દરેક ટેસ્ટ મેચ માટે 12 પોઇન્ટ રહેશે. મેચ ડ્રો થાય તો ચાર પોઇન્ટ આપવામાં આવશે અને મેચ ટાઈ થાય તો છ પોઇન્ટ આપવામાં આવશે. સિરિઝ ભલે ગમે તેટલા મેચની હોય તો પણ પોઇન્ટ્સ પર અસર નહીં થાય. ટીમની રેન્કિંગ પહેલાની જેમ પોઇન્ટના ટકાના આધારે હશે. બે મેચની શ્રેણીમાં, કુલ 24 પોઇન્ટ્સ હશે અને ત્રણ મેચની શ્રેણી 36 પોઇન્ટની હશે.

તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021 માં પોઇન્ટ સિસ્ટમ સંપૂર્ણપણે અલગ હતી. આઇસીસીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 નું શિડ્યૂલ પહેલાથી જ બહાર પાડવામાં આવ્યું છે. ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023 ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીથી શરૂ થશે. ભારતે આ સમયગાળા દરમિયાન શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, ઔસ્ટ્રેલિયા સામે ભારતમાં સિરીઝ રમવાની છે. જ્યારે બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમવા જવાનું છે.

English summary
World Test Championship: ICC has released the points system for the second edition,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X