WPL 2025 Auction : ક્યારે અને ક્યાં યોજાશે વિમન્સ પ્રિમિયર લીગનું ઓક્શન? આ ખેલાડીઓ પર રહેશે નજર
WPL 2025 Auction : આઈપીએલ 2025 માટે મેગા ઓક્શન પુરૂ થઈ ગયુ છે. ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયા બાદ હવે મહિલા ખેલાડીઓનો વારો છે. બહુ જલ્દી વિમન્સ પ્રિમિયર લીગનું ઓક્શન યોજાવા જઈ રહ્યું છે.
WPL 2025 માટે ઓક્શન રવિવારે બેંગલુરુમાં યોજાશે. આમાં તમામ પાંચ ફ્રેન્ચાઈઝી 120 ખેલાડીઓ માટે બોલી લગાવશે. આમાંથી 91 ભારતીય ખેલાડીઓ અને 29 આંતરરાષ્ટ્રીય ખેલાડી સામેલ છે. આમાં સહયોગી રાષ્ટ્રોના ત્રણ ઉભરતા ખેલાડીઓ પણ સામેલ છે.

આ ખેલાડીઓમાં 30 ખેલાડીઓ કેપ્ડ છે અને 90 અનકેપ્ડ ખેલાડી છે. મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓએ તેમની મુખ્ય ટીમો જાળવી રાખી છે, માત્ર 19 સ્લોટ ખાલી છે, જેમાં 5 વિદેશી ખેલાડીઓ માટે છે.
આ વર્ષે ઓક્શનમાં તેજલ હસબાનીસ, સ્નેહ રાણા, ડિઆન્ડ્રા ડોટિન (વેસ્ટ ઈન્ડિઝ), હીથર નાઈટ (ઈંગ્લેન્ડ), ઓર્લા પ્રેન્ડરગાસ્ટ (આયર્લેન્ડ), લોરેન બેલ (ઈંગ્લેન્ડ), કિમ ગાર્થ (ઓસ્ટ્રેલિયા) અને ડેનિયલ ગિબ્સન (ઈંગ્લેન્ડ) સામેલ થશે.
ફ્રેન્ચાઇઝીઓ પાસે ઉપલબ્ધ રકમ
દિલ્હી કેપિટલ્સ - 2.5 કરોડ
ગુજરાત જાયન્ટ્સ - 4.4 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સ - 2.65 કરોડ
યુપી વોરિયર્સ - 3.9 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 3.25 કરોડ
વિમેન્સ પ્રીમિયર લીગ 2025 માટે ઓક્શન 15 ડિસેમ્બર રવિવારે બેંગલુરુમાં યોજાશે. હરાજી બપોરે 3 વાગ્યે શરૂ થશે, જ્યારે ટેલિકાસ્ટ 30 મિનિટ વહેલું શરૂ થશે. JioCinema પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.












Click it and Unblock the Notifications
