For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM કેજરીવાલે રેસલર બજરંગ પૂનિયાને મળ્યા, કહ્યું- તમે લાખો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છો

ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ મંગળવારના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. બજરંગ પૂનિયાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા અંગે પણ ટ્વિટ કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ મંગળવારના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. બજરંગ પૂનિયાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા અંગે પણ ટ્વિટ કર્યું હતું. બજરંગ પૂનિયાએ પોતાના ટ્વિટમાં લખ્યું, 'તમને મળીને ખુબ આનંદ અરવિંદ કેજરીવાલ સાહેબ, તમારા સહકાર માટે આભાર. ઉલ્લેખનીય છે કે, આ એક સૌજન્ય બેઠક હતી.

bajrang punia

આ બેઠક અંગે બજરંગ પૂનિયાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ મને મળવા માટે આમંત્રણ આપ્યું હતું. આજે તેની સાથે સામાન્ય વાતચીત કરી જેમાં તેમને મને પૂછ્યું કે, તાલીમ કેવી ચાલી રહી છે? મેં છત્રસાલ સ્ટેડિયમમાં 8-10 વર્ષ સુધી તાલીમ લીધી છે. સીએમ કેજરીવાલ સાથે સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે અંગે કોઈ ચર્ચા થઈ ન હતી. અમે આગામી મીટિંગમાં તેના વિશે વાત કરીશું. સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું કામ હજૂ ચાલુ છે, દિલ્હી સરકાર ખેલાડીઓને તૈયાર કરી રહી છે.

બજરંગ પૂનિયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના માર્ગદર્શક કાર્યક્રમ વિશે હજૂ સુધી કોઈ ખાસ ચર્ચા થઈ નથી. અત્યારે હું રેલવેમાં કામ કરી રહ્યો છું. આવા સમયે બજરંગ પુનિયા સાથેની મુલાકાત પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે, આજે મારા નિવાસ સ્થાને, ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાને મળીને આનંદ થયો. બજરંગે ભારતને ગૌરવ અપાવ્યું છે અને આપણને બધાને ગૌરવ અપાવ્યું છે. બજરંગ પૂનિયાએ લાખો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે.

બજરંગ પૂનિયા ઉપરાંત કોચ સતપાલ સિંહે પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. આ બેઠક અંગે સતપાલ સિંહે કહ્યું, 'અત્યારે બજરંગનું લક્ષ્ય 2024 છે. તેણે છત્રસાલ સ્ટેડિયમમાં તાલીમ લીધી છે. જ્યારે બજરંગ અને રવિ જેવા બાળકો આગળ આવશે, ત્યારે જ નવા બાળકોને પ્રોત્સાહન મળશે. તેમને આ માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. બજરંગ દિલ્હીથી રમી રહ્યા છે, ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ આજે મુખ્યમંત્રી પાસેથી આશીર્વાદ લેવા આવ્યા હતા.

English summary
Wrestler Bajrang Poonia, who won a bronze medal at the Tokyo Olympics, met Delhi Chief Minister Arvind Kejriwal on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X