For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળના સાત જોવાલાયક સ્થળો

|
Google Oneindia Gujarati News

કેરળ અને પ્રવાસન લગભગ એકબીજાના પર્યાયવાચી છે, ભરપૂર ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધીય હરિયાળી, નારિયેળના ઝાડ, તટો પર દૂર સુધી ફેલાયેલુ પામ, ગદગદ કરી દેતી પાની પર તરતી હાઉસબોટ, અનેક મંદિર, આયુર્વેદની સુંગધ, દુર્બળ ઝીલો અથવા સમુદ્ર ઝીલો, નહેર, દ્વીપ વિગેરે, કેરળમાં અનેક એવું છે જે તમારા પર તેની છાપ છોડી જાય છે, જે લોકો વિશ્વભરનો પ્રવાસ કરવા માગે છે, તેમને કેરળનો પ્રવાસ ઘણો જ યાદગાર રહેશે.

આ કોઇ નાનું આશ્ચર્ય નથી કે નેશનલ જ્યોગ્રાફીના મેગેઝિન ટ્રેવલર અને ટ્રેવલ + લીઝરએ કેરળને વિશ્વના 10 સૌથી આનંદદાયક સ્થળોમાનું એક ગણાવ્યું છે અને તેને જીવનમાં જોવાલાયક 50 ગંતવ્ય સ્થળોમાં સામેલ કર્યું છે, સાથે જ 21મી સદીની સો મહાન યાત્રાઓની યાદીમાં સામેલ કર્યું છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ કેરળના સાત જોવાલાયક સ્થળો.

અથિરાપિલ્લી, વોટરફોલ્સ

અથિરાપિલ્લી, વોટરફોલ્સ

અથિરાપ્પિલ્લી વોટરફોલ્સ કેરળમાં આવેલું એક સુંદર પ્રવાસન સ્થળછે. જે થ્રિસ્સુર જિલ્લામાં આવેલું છે. જો તમે કેરળના પ્રવાસે જાઓ ત્યારે તેને જોવાનું ચુકતા નહીં. આ સ્થળ કોચિથી 78 કિમી દૂર આવેલું છે.

અગસ્થ્યારકૂડમ શીખર

અગસ્થ્યારકૂડમ શીખર

આ શીખર સંત અગસ્થ્યાની યાદ અપાવે છે. જે ભારતીય કહાણીઓમાં ચર્ચાયેલું પાત્ર છે. આ એક એવું સ્થળ છે, જ્યાં નીલક્કુરિન્જી મળી આવે છે. આ એક એવું ફૂલ છે જે 12માં એક જ વાર જોવા મળે છે.

વેમ્બાનાદ લેક

વેમ્બાનાદ લેક

વેમ્બાનાદ લેક એ કેરળનું સૌથી મોટું લેક અને ભારતનું સૌથી લાંબુ લેક છે. જે કેરળના કેટલાક જિલ્લાઓને પાણી પૂરુ પાડી રહ્યું છે.

એડાક્કલ કેવ

એડાક્કલ કેવ

એડાક્કલ કેવએ કાલપેટ્ટા નજીક આવેલા વેયાનાદમાં છે. આ એક ઐતિહાસિક સાઇટ છે, જે ઇતિહાસકારો અને આર્કિયોલોજિસ્ટને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહે છે. આ કેવ તમને પ્રાચિન સમયમાં જવાની તક પૂરી પાડે છે.

ચેમ્બ્રા ચોટી

ચેમ્બ્રા ચોટી

ચેમ્બ્રા ચોટી, કાલપેટ્ટામાં જ નહીં પરંતુ વાયનાડ જિલ્લાની પણ સૌથી ઉંચી ચોટી છે. આ ચોટી સમુદ્ર સ્તરથી 2100 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ ચોટી, ટ્રેકર્સ માટે એક મનપસંદ સ્થળ છે.

સાયલન્ટ વેલી નેશનલ પાર્ક

સાયલન્ટ વેલી નેશનલ પાર્ક

સાયલન્ટ વેલી નેશનલ પાર્ક પાલાક્કડ જિલ્લામાં આવેલું છે. આ નેશનલ પાર્કની મુલાકાત લેવી દરેક પ્રવાસીમાં એક ખાસ અનુભવ સમાન છે.

કોચિ

કોચિ

કોચિ એક અનોખુ પ્રવાસન સ્થળ છે અને પોતાના જીવનકાલમાં એકવાર અવશ્ય જોવું જોઇએ. આ શાનદાર શહેર ભારતનું પ્રમુખ બંદરગાહ શહેર છે અને આ પોતાના શક્તિશાળી અરબ સાગર પાસે આવેલું છે. કોચિ, જે પહેલા કોચીન નામથી જાણીતું હતુ. કેરળના એર્નાકુલમ જિલ્લા હેઠળ આવે છે. આ શહેરનું વર્ણન અનેક પ્રાચીન યાત્રીઓના લેખનમાં કરવામાં આવ્યું છે, કારણ કે હંમેશાથી વિશ્વના લોકોનું પસંદીદા ગંતવ્ય રહ્યું છે.

English summary
Kerala and tourism are almost synonymous; lush tropical greenery, coconut palms, palm fringed beaches, pleasant placid backwaters with floating house boats, numerous temples, the aroma of Ayurveda, languid lakes and lagoons, canals, islands etc etc are some of the undeniable impressions of Kerala and Kerala alone, beckoning those with a wanderlust from across the globe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X