• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમદાવાદનું આ અદભૂત કોતરણીકામ જોઇ તમે દંગ રહી જશો !

By Super
|

સામાન્ય રીતે, ગુજરાત માત્ર તેની વેપારવૃત્તિના કારણે જ વિશ્વભરમાં જાણીતું નથી, પરંતુમાં સુંદરતાની સાથોસાથ અદભૂત કલાકૃતિનો ખજાનો પણ છુપાયેલો છે. એક પ્રવાસન રાજ્ય તરીકે ઉભરી રહેલા ગુજરાતના અન્ય ભાગોની વાત કરીએ તે પહેલા રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં એક લટાર મારી લઇએ. અમદાવાદ માત્ર વ્યવસાયીઓને જ આકર્ષી રહ્યું નથી, પરંતુ તેમાં છૂપાયેલા પ્રાચિન વારસાના કારણે વિદેશીઓ અને પ્રવાસ પ્રેમી લોકોને પણ પોતાના તરફ આકર્ષવામા સફળ રહ્યું છે. આ પહેલા અમે અહીં અમદાવાદમાં આવેલા એક આહલાદક જૈન મંદિરની આછેરી માહિતી આપી હતી, આ વખતે અમે સીદી સઇદની મસ્જિદ અંગે આપને જણાવવા જઇ રહ્યા છીએ. આ મસ્જિદને મુગળ કાળમાં બનાવવામાં આવેલી છેલ્લી મસ્જિદ માનવામાં આવે છે. સામાન્ય રીતે તે સીદી સઇદની જાળી તરીકે જાણીતી છે.

નેહરુ બ્રિજના પૂર્વના છેડે આવેલી છે. 1573માં બનેલી આ મસ્જિદ અમદાવાદમાં મુગલ કાળમાં બનેલી મોટી મસ્જિદો પૈકીની છેલ્લી મસ્જિદ છે. ધમધમતા માર્ગોથી ઘેરાયેલી મસ્જિદ તેની આસપાસ દોડતી બસો અને તોતીંગ જાહેરાતોથી એકદમ અલગ ચિત્ર રજુ કરે છે. પશ્ચિમની દિવાલની બારીઓની કોતરેલી જાળીઓ વિશ્વભરમાં જાણીતી છે અને અમદાવાદ શહેરનું પ્રતીક બની ગઈ છે. એકમેકમાં ગુંથાયેલી શાખાઓ ધરાવતા વૃક્ષને દર્શાવતી કોતરણી બારીક વણાટનાં જરદોશીકામ જેવી લાગે છે, અલબત્ત નક્કર પથ્થરમાંથી તે રચાયું છે. જામા મસ્જિદ કરતા ઘણી નાની અને ઘેરાયેલા પ્રાંગણ વિનાની હોવા છતાં આ મસ્જિદની કારીગરી તેને વિશ્વભરમાં બેનમૂન બનાવે છે.

એવું કહેવામાં આવે છે કે, ગુજરાતમાંથી જ્યારે મુગલ સ્લતનત જઇ રહી હતી તે સમયે આ બેનમૂન મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સીદી સઇદની જાળી કેટલી હદે અમદાવાદ સાથે જોડાયેલી છે તે અંગે જણાવીએ તો તેને અમદાવાદ શહેરનો અનઅધિકૃત સિમ્બોલ પણ કહેવામાં આવે છે. તેમજ આઇઆઇએમ-અમદાવાદના લોગોને ડિઝાઇન કરવામાં પણ આ જ જાળીમાંથી પ્રેરણા લેવામાં આવી છે. ત્યારે તસવીરોમાં જોઇએ અમદાવાદની આ બેનમૂન કલાકારીગરીને.

કેવી રીતે પહોંચવું

સડક માર્ગેઃ ભારતમાં ગુજરાત પાસે એક સારું વિકસિત માર્ગોનું નેટવર્ક છે. અમદાવાદ માર્ગ દ્વારા દરેક મુખ્ય શહેરો અને તાલુકાઓ સાથે સારી રીતે જોડાયેલું છે. જાણીતા બસ સ્ટોપ કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક ગીતામંદિર અને પાલડી ખાતે આવેલાં છે. ગુજરાત રાજ્ય પરિવહન બસો અને ખાનગી સંચાલકો દ્વારા રાજ્યના તમામ મુખ્ય સ્થળો સુધી નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે

રેલ્વે માર્ગેઃ મુખ્ય રેલ્વે સ્ટેશન કાલુપુર વિસ્તારમાં આવેલું છે. આ સ્ટેશનનો મુખ્ય રાષ્ટ્રીય રેલ્વે સર્કીટ હેઠળ આવે છે. અને ભારતના તમામ મહત્તવના શહેરો સાથે જોડાયેલું છે. જો તમે સાબરમતી નદીના પશ્ચિમ બાજુએ છો તો તમે રેલ્વે ટિકિટો સહેલાઈથી મેળવવા માટે આશ્રમ રોડ નજીક ગાંધીગ્રામ સ્ટેશન જઈ શકો છો.

હવાઈ માર્ગેઃ અમદાવાદ ખાતે આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ યુએસએ, યુકે, સિંગાપુર, દુબઈ અને અન્ય આંતરાષ્ટ્રીય મુખ્યકેન્દ્રો પર સીધી ફ્લાઈટો સાથેનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે. અસંખ્ય ઘરેલુ (દેશના શહેરોમાં) ઉડાણોનું સંચાલન અહીંથી થાય છે.

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

એક લટાર અમદાવાદમાં: સીદી સઇદ મસ્જિદ

English summary
Off the eastern end of Nehru bridge stands the Sidi Sayeed mosque. Built in 1573, it is the last of the major mosques to be built in Ahmedabad under the Mughal rule. Surrounded by busy intersections, it presents a stark contrast to speeding buses and giant advertisements.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more