શું તમે જાણો છો? કયા શહેરમાં થયો હતો તમારા ફેવરિટ ફિલ્મસ્ટારનો જન્મ

આપણામાંથી કોણ એવું હશે જે ફિલ્મો જોતું નહી હોય. કહેવામાં આવે છે કે ફિલ્મ સમાજનું દર્પણ હોય છે તો સમાજને ઉંડાણપૂર્વક જાણવા માટે ફિલ્મો જોવી એકદમ જરૂરી છે. હવે જો તમને ફિલ્મ જોવાનો શોખ હોય તો તમારા મનપસંદ અભિનેતા પણ હશે જેમના વિશે તમે ખબર રાખતા હશો, જેને તમે મળવા માંગતા હશો, જેની સાથે બેસીને તમે કોફીની ચૂસકી લગાવતાં તેમની રોજિંદા જીંદગી વિશે જાણવા માંગતા હશો.

ક્યારેય તમે વિચાર્યું છે કે શાહરૂખ ખાનનો જન્મ ક્યાં થયો છે? હકિકતમાં અમિતાભ બચ્ચન ક્યાંના રહેવાસી છે? અનિલ કપૂરની જન્મભૂમિ ક્યાં છે?

સૌથી રસપ્રદ વાત એ છે કે આપણા ત્યાં બધા ફેવરેટ એક્ટર આપણા દેશમાં જન્મા છે. બની શકે કે તેમાંથી કેટલાક સ્થળો વિશે તમે જાણતા હોવ અને એ પણ બની શકે કે કેટલાક સ્થળોથી તમે અજાણ પણ હોય શકો. તો આવો આજે તમને જણાવીએ કે વિશ્વના નકશા પર ભારતને એક આગવી ઓળખ અપાવનાર આપણા આ કલાકારો ક્યાં જન્મ્યા છે.

અમિતાભ બચ્ચન- અલ્હાબાદ

અમિતાભ બચ્ચન- અલ્હાબાદ

અમિતાભ બચ્ચન જેમને આખું બૉલીવુડ બિગ બીના નામે ઓળખે છે ભારતના એક સુંદર રાજ્ય ઉત્તર પ્રદેશમાં જન્મ્યા છે. ઉત્તર પ્રદેશના સૌથી મોટું શહેર અલ્હાબાદ ઘણી બાબતે મહત્વપૂર્ણ શહેર છે. આ ના ફક્ત હિન્દુઓનું પવિત્ર તીર્થ સ્થળ છે, પરંતુ આજના ભારતને બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. પર્યટકો માટે અહીં જોવા માટે ઘણું બધુ છે.

શાહરુખ ખાન-દિલ્હી

શાહરુખ ખાન-દિલ્હી

બૉલીવુડમાં બાદશાહ ખાનના નામે જાણીતા શાહરુખ ખાન દેશની રાજધાની દિલ્હીમાં પેદા થયા છે.

સલમાન ખાન-ઇન્દોર

સલમાન ખાન-ઇન્દોર

વાત બૉલીવુડની થતી હોય અને એવામાં આપણે 'દબંગ' સલમાન ખાનનો ઉલ્લેખ ન કરીએ એવું બની ન શકે. સલમાનનો જ્ન્મ ભારતના એકદમ લોકપ્રિય રાજ્ય મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયો છે.

આમિર ખાન- મુંબઇ

આમિર ખાન- મુંબઇ

મિસ્ટર પરફેક્શનિસ્ટ નામે જાણીતા આમિર ખાન દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેદા થયા છે.

અક્ષય- અમૃતસર

અક્ષય- અમૃતસર

બૉલીવુડમાં ખેલાડીના નામે જાણીતા અક્ષય કુમારનો જન્મ અમૃતસરમાં થયો છે. જી હાં એ જ અમૃતસર જે દુનિયાભરમાં પોતાના સુવર્ણ મંદિરના લીધે જાણીતું છે.

કમલ હસન- પરમાકુડી

કમલ હસન- પરમાકુડી

દક્ષિણના સુપર સ્ટાર કમલ હસન તમિલનાડુના રામનાથપુરમાં જન્મ્યા છે.

રણબીર કપૂર- મુંબઇ

રણબીર કપૂર- મુંબઇ

આજે દરેક છોકરીઓનીના દિલની ધકડન અને છોકરાઓમાં કૂલ ડૂડના નામે જાણીતા રણબીર કપૂરનો જન્મ પણ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં થયો છે.

આર માધવન- જમશેદપુર

આર માધવન- જમશેદપુર

દક્ષિણના વધુ એક સુપર સ્ટાર આર માધવન જેમને પોતાની એક્ટિંગ વડે બૉલીવુડમાં પણ પગ માંડ્યો. આર માધવનનો જન્મ ઝારખંડના જમશેદપુરમાં થયો છે.

ફરહાન અખ્તર- મુંબઇ

ફરહાન અખ્તર- મુંબઇ

પોતાની પ્રતિભાને લીધે જાણીતા બનેલા અભિનેતા ફરહાન અખ્તરનો જન્મ પણ મુંબઇમાં જ થયો હતો.

ઋત્વિક રોશન-મુંબઇ

ઋત્વિક રોશન-મુંબઇ

પરણિત હોવાછતાં પણ છોકરીઓમાં એકદમ લોકપ્રિય અભિનેતા ઋત્વિક રોશનનો જન્મ પણ સપનાની નગરી મુંબઇમાં થયો હતો.

અનિલ કપૂર- ચેમ્બૂર

અનિલ કપૂર- ચેમ્બૂર

વાત ફિલ્મો અને બૉલીવુડની થઇ રહી હોય અને આપણે અનિલ કપૂરની વાત ન કરીએ તો કંઇક કાચું બફાઇ રહ્યું હોય એવું લાગે. બૉલીવુડના આ અભિનેતાનો જન્મ માયાનગરી મુંબઇના ચેમ્બૂર વિસ્તારમાં થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X