જન્માષ્ટમીના મિની-હોલિડેનું પ્લાનિંગ કરો આ રીતે
આવી રહી છે. એક સાથે ચાર રજાઓ.કરો રજાઓનુ કંઈક ખાસ પ્લાનિંગ
આવનારા સપ્તાહમાં 14 ઓગસ્ટે જન્માષ્ટમી અને 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની રજાઓ આવી રહી છે. સાથે શનિ-રવિની રજાઓ પણ છે. એટલે કે પુરા ચાર દિવસમાં મિની-હોલીડેની પ્લાનિંગ માટેનો આ સમય સૌથી સારો છે. જો તમે આ રજાઓની કોઈ ખાસ પ્લાનિેગ ન કરી હોય તો અમે તમને તેમાં મદદ કરીશું.
જન્માષ્ટમી હોય એ સમયે કૃષ્ણ જન્મભૂમિ મથુરાને કેવી રીતે ભુલી જવાય. મથુરા માત્ર ભારતમાં નહી ,પરંતુ આખા વિશ્વમાં જાણીતી જગ્યા છે, અને જ્યારે ઉત્સવ જ કૃષ્ણજન્મનો હોય ત્યારે આ સ્થાનની રોનક જ કઈ અલગ હોય છે, જે સ્થાને ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો તે જેલ અને મંદિરને આખાને દુલ્હનની જેમ સજાવમાં આવે છે. આ દિવસે લોકો દૂર-દૂરથી માત્ર કૃષ્ણની એક જલક મેળવવા અહીં આવે છે. જો તમે પણ આ આનંદને માણવા માંગો છો ? તો પહોચી જાવ મથુરા. ઘરથી બહાર ફરવાનો, રોજના કામોમાંથી આઝાદ થવાનો આનંદ હોય છે, તો પછી આપણા દેશની આઝાદીના ઉત્સવનો પણ એટલો જ આનંદ અનુભવા માટે દેશની રાજધાની દિલ્લીથી વધારે સારી જગ્યા બીજી કઈ હોઈ શકે ?. દિલ્લીને સ્વતંત્રતા દિવસે દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. તેના દરેક ખુણામાંથી માત્ર આઝાદીની ઉજવણીનો જ નાદ સંભળાય છે. તો આઝાદીના આ ઉત્સવમાં ડુબેલી દિલ્લીને જોવાનો આ મોકો છોડતા નહી...

દિલ્હી થી મથુરા
દિલ્લીથી મથુરાનું અંતર 182 કિમી છે. તમે જેને ત્રણથી ચાર કલાકમાં પાર કરી શકો છો. જેમા દિલ્લી પછી નોઈડા, ફરીદાબાદ, પલવલ, ઔરંગાબાદ, હોડલ શહેરોને પાર કરી મથુરા પહોચી જશો.

શ્રી કૃષ્ણ જન્મભૂમિ
જો તમે ઈચ્છો તો શનિવારે મથુરા પહોચી શકો છો. જન્માષ્ટમીના કારણે મથુરા અને વૃંદાવનને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે, ભગવાન કૃષ્ણનો જન્મ જે સ્થાન એટલે કે જે જેલમાં થયો હતો, તેની આસપાસ જ મંદિરનું નિર્માંણ કરવામાં આવ્યુ છે. આ મંદિરની બીજી એક ખાસિયત એ પણ છે કે, તેની બિલકુલ પાસમાં જ મસ્જિદ આવેલી છે. રાજા કંશે દેવકી અને વાસુદેવને જે જેલમાં રાખવમાં આવ્યા હતા, ત્યાં જ ભગવાનનો જન્મ થયો હતો. આ જેલને પણ જન્માષ્ટમીના દિવસે સજાવવામાં આવે છે.PC:Shahnoor Habib Munmun

ઈશ્કૉન ટેમ્પલ
વૃંદાવનના આ મંદિરને અંગ્રેજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની મુખ્ય ખાસિયત એ છે કે, તેમાં જન્માષ્ટમીની પુજા ભારતના પંડિતો નહી પરંતુ અંગ્રેજી પંડિતો કરે છે. જેને જોતા તમે પણ ચોંકી જશો. તો આ દ્રશ્ય જોવાનુ બિલકુલ ન ભુલતા.
PC: SHRIYANS AGRAWAL

બાંકે બિહારી મંદિર
વૃંદાવનમાં આવેલુ આ ભવ્ય મંદિર બાંકે બિહારી મંદીરના નામથી જાણીતું છે. તેમાં શ્યામળિયા ભગવાન બિરાજે છે. આ મંદિરની સાચી રોનર તો જન્માષ્ટમીના જ જોવા મળે છે. કહેવાય છે કે, ભગવાન કૃષ્ણ અને રાધા આ મંદિરની મૂર્તિમાં સાક્ષાત રહે છે. ઈ.સ.1864માં સ્વામી હરિદાસે આ મંદિરનુ નિર્માણ કર્યું હતુ. જો તમે આ પાવન મૂર્તિના દર્શન કરીને ધન્યતા મેળવવા માંગતા હોવ તો ત્યાં જવાનું ચુક્તા નહી PC:आशीष भटनागर

ગોકુળ
ગોકુળ એટલે એ સ્થાન જ્યાં બાળકૃષ્ણનું બાળપણ વીત્યું. આ સ્થાનમાં તમને દરેક શેરી, ગલીએ બાળકૃષ્ણની લીલાઓના કિસ્સાઓ જ સાંભળવા મળશે. કહેવાય છે કે, ભગવાનના જન્મ બાદ અચાનક વાસુદેવની બધી બેડીઓ ખુલી ગઈ અને તે બાળ કૃષ્ણને કંશથી બચાવવા ગોકુળ નંદજીના ઘરે લઈ આવ્યા હતા. જ્યા માં યશોદાએ પુત્રીને જન્મ આપ્યો હતો, જેને વાસુદેવે કૃષ્ણની જગ્યાએ લઈ ગયા. આજે પણ જન્માષ્ટમીના પાવન દિવસે અહી કૃષ્ણ જન્મા ગીતો ગવાય છે. તેના જન્મના ઉત્સવની ધામધુમથી ઉજવણી થાય છે.

દિલ્હીના રસ્તે-રસ્તે આઝાદીનો આનંદ
કૃષ્ણ જન્મના આનંદ બાદ આઝાદીના આનંદને માણવા માટે તમે દિલ્હી તરફ જઈ શકો છો. એક લાંબી મુસાફરી બાદ તમે જ્યારે દિલ્હી પહોચશો, ત્યારે સવારના વહેલા લાલકિલ્લા પર થતા ધ્વજવંદનના કાર્યક્રમને તમે માણી શકો છો. આ બાદ દિલ્હીના ખાલી રસ્તાઓ પર તમે આઝાદીની ઉજવણીના રંગો જોઈ શકો છો. દિલ્હીના કનોઈ વિસ્તારમાં આઝાદી-સંગ્રામ સંબંધિત તસવીરો લગાવવામાં આવે છે. એ ઉપરાંત દિલ્હી ના તમામ પાર્કની સજાવટ તમને પોતાની આઝાદીનો અનૂભવ કરાવશે.












Click it and Unblock the Notifications
