For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરથી કન્યાકુમારીઃ નિહાળો માં દુર્ગાના મંદિરો

By Super Admin
|
Google Oneindia Gujarati News

ભારત હંમેશાથી જ પોતાની સુંદરતા અને સાંસ્કૃતિ ભવ્યતાના કારણે વિશ્વ ભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરતું રહ્યું છે. ક્યારેક આવનારા પ્રવાસી અહીંની પ્રાકૃતિક સુંદરતામાં ખોવાઇ જાય છે તો ક્યારકે કોઇ જ્ઞાન અને આધ્યાત્મની તલાશમાં અહીં આવીને અહીંનો જ થઇને રહી જાય છે. તમે વિશ્વના કોઇપણ ખુણે જતા રહો ત્યાં ભારતના લોકો, ભારતની સંસ્કૃતિ, ભારતના ભોજન ઉપરાંત જો કોઇ વાત લોકોને આકર્ષિત કરે છે તો તે છે આપણે ભારતીયોની દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા અને અતૂટ આસ્થા.

આ આસ્થા જ છે, જેના કારણે આજે પણ વિદેશમાં ભારતને મંદિરોના દેશના નામથી ઓળખવામાં આવે છે. ભારતમાં અનેક મંદિરો છે, અને તેમાના કેટલાક મંદિરો એવા પણ છે, જ્યાંના આરાધ્યા દેવી માં દુર્ગા છે અતવા બીજા શબ્દોમાં કહેવામાં આવે તો, આ મંદિરોમાં મુખ્ય રીતે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. અનેક બાબતો દેવી દુર્ગાના આ મંદિરોને ખાસ બનાવે છે. જેમાં માં દુર્ગાના અલગ અલગ રૂપ, માતાજીની પૂજા કરવાની રીત, મંદિરોની બનાવટ, મંદિરોની વાસ્તુકળા. તો ચાલો તસવીરો થકી જોઇએ ભારત ભરમાં ફેલાયેલા માં દુર્ગાના અલગ અલગ મંદિર અને તેમની સાથે જોડાયેલી રોચક વાતો.

જ્વાલામુખી મંદિર, કાંગડા

જ્વાલામુખી મંદિર, કાંગડા

જ્વાલામુખી મંદિરને જ્વાલાજીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. જે કાંગડા ઘાટની દક્ષિણમાં 30 કિમી દૂર સ્થિત છે. આ મંદિર હિન્દુ દેવી જ્વાલામુખીને સમર્પિત છે. જેમના મુખમાંથી અગ્નીનો પ્રવાહ થાય છે. આ સ્થળનું અન્ય એક આકર્ષણ તાંબાની પાઇપ પણ છે, જેમાંથી પ્રાકૃતિક ગેસનો પ્રવાહ થાય છે. આ મંદિરમાં અગ્નીની અલગ અલગ છ લપેટો છે, જે અલગ-અલગ દેવીઓને સમર્પિત છે. જેમ કે મહાકાળી અનપૂર્ણા, ચંડી, હિંગલાજ, વિંધ્ય વાસની, મહાલક્ષ્મી સરસ્વતી, અંબિકા અને અંજી દેવી. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ મંદિર સતીના કારણે બનાવવામાં આવ્યું હતુ. જણાવવામાં આવે છે કે દેવી સતીની જીભ અહીં પડી હતી.

વૈષ્ણો દેવી મંદિર, જમ્મૂ

વૈષ્ણો દેવી મંદિર, જમ્મૂ

ભારતમાં હિન્દુઓનું પવિત્ર તીર્થસ્થળ વૈષ્ણો દેવી મંદિર છે, જે ત્રિકુટા હિલ્સમાં કટરા નમાક સ્થળે 1700 મી.ની ઉંચાઇ પર સ્થિત છે. મંદિરનું પિંડ એક ગુફામાં સ્થાપિત છે, ગુફાની લંબાઇ 30મી. અને ઉંચાઇ 1.5 મી. છે. લોકપ્રીય કથાઓ અનુસાર, દેવી વૈષ્ણો આ ગુફામાં છૂપાયા અને એક રાક્ષસનો વધ કર્યો. મંદિરનું મુખ્ય આકર્ષણ ગુફામાં રાખવામાં આવેલા ત્રણ પિંડ છે. આ મંદિરની દેખરેખની જવાબદારી વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડની છે.

ચામુંડા દેવી મંદિર, પાલમપુર

ચામુંડા દેવી મંદિર, પાલમપુર

ચામુંડા દેવી મંદિર, પાલમપુરના પશ્ચિમ અને ધર્મશાળાથી 15 કિમી દૂરી પર 10 કિમી દૂર સ્થિત છે. આ મંદિર 700 વર્ષ જૂનુ છે, જે ગાઢ જંગલો અને બનેર નદી પાસે આવેલુ છે. આ વિશાળ મંદિરનું વિશેષ ધાર્મિક મહત્વ છે, જે 51 સિદ્ધ શક્તિ પીઠોમાનું એક છે. આ મંદિર હિન્દુ દેવી ચામુંડા જેમનું બીજુ નામ દેવી દૂર્ગા પણ છે તેમને સમર્પિત છે. આ મંદિરનું વાતાવરણ ઘણુ જ શાંત છે જેના કારણે અહીં આવનાર વ્યક્તિ અસીમ શાંતિની અનુભૂતિ કરે છે.

કાળકા દેવી, દિલ્હી

કાળકા દેવી, દિલ્હી

પ્રસિદ્ધ કાળકાજી મંદિર, ભારતમાં સૌથી વધુ ભ્રમણ કરવામાં આવતા પ્રાચીન અને શ્રદ્ધેય મંદિરોમાનું એક છે. આ દિલ્હીમાં નહેરુ પેલેસ પાસે કાળકાજીમાં સ્થિત છે. આ મંદિર માં દૂર્ગાના એક અવતાર દેવી કાળકાને સમર્પતિ છે. આ મનોકામના સિદ્ધ પીઠના નામથી પણ જાણીતું છે. મનોકામનાનો અર્થ છે કે અહીં ભક્તોની બધી ઇચ્છા પૂર્ણ થાય છે. આ મંદિરના ગર્ભગૃહ 12 પ્રકારના છે, જેમાં પ્રત્યેક પક્ષ પર સંગેમરમરથી સુસજ્જિત એક પ્રશસ્ત ગલિયારા છે. અહીં ગર્ભગૃહને ચારેકોરથી ઘેરેલો એક બરામદો છે, જેમાં 36 ધનુષાકાર માર્ગ છે. જો કે, મંદિરમાં રોજ પૂજા થા છે, પરંતુ નવરાત્રીના તહેવાર દરમિયાન મંદિરમાં ઉત્સવ જેવો માહોલ હોય છે.

મનસા દેવી, હરિદ્વાર

મનસા દેવી, હરિદ્વાર

મનસા દેવી મંદિર એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે જે હરિદ્વાર શહેરથી લગભગ 3 કિમી દૂર સ્થિત છે. આ મંદિર હિન્દુ દેવી મનસા દેવીને સમર્પિત છે. આ મંદિરમાં મૂર્તિની પાંચ ભુજાઓ અને ત્રણ મોઢા છે. બીજી અન્ય મૂર્તિને આઠ ભુજાઓ છે. 51 શક્તિ પીઠોમાનું એક આ મંદિર સિદ્ધ પીઠ ત્રિભુજના ચરમ પર સ્થિત છે. આ ત્રિભુજ માયા દેવી, ચંડી દેવી અને મનસા દેવી મંદિરોને મેળવીને બન્યુ છે.

દૂર્ગા મંદિર, વારાણસી

દૂર્ગા મંદિર, વારાણસી

દૂર્ગા મંદિર, માતા દૂર્ગાને સમર્પિત છે. આ મંદિર વારાણસીના રામનગરમાં સ્થિત છે. માનવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ એક બંગાળી મહારાણીએ 18મી સદીમાં કરાવ્યા હતા. વર્તમાનમાં આ મંદિર બનારસના શાહી પરિવારના નિયંત્રણમાં આવે છે. આ મંદિર, ભારતીય વાસ્તુકળાની ઉત્તર ભારતીય શૈલીની નાગરા શૈલીમાં બનેલું છે. આ મંદિરમાં એક વર્ગાકાર આકૃતિનું તળાવ બનેલું છે, જે દૂર્ગા કૂંડના નામથી ઓળખાય છે. આ મંદિરનું શીખર ઘણું ઉચું છે. જે ચારેખૂણામાં વિભાજીત છે અને દરેક ખુણામાં એક ટાવર અને બહુ-ટાવર લાગેલા છે.

દેવી પટન મંદિર, ગોંડા

દેવી પટન મંદિર, ગોંડા

ઉત્તર પ્રદેશના ગોંડાથી 70 કિમી દૂર આ સ્થળ પર દેવી સતીનો જમણો ખભો પડ્યો હતો. આ દેવીના મંદિરનુ નિર્માણ રાજા વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવ્યું હતું, જેના બાદમાં સુહલદેવ દ્વારા પૂરુ કરવામાં આવ્યું. આ મંદિરની એક રસપ્રદ વાત એ છે કે એક પ્રમુખ આયોજન દરમિયાન નેપાળના પીર રતનથાનની મૂર્તિ અહીં લાવવામાં આવે છે, પછી બાદમાં એ બન્ને મૂર્તિઓની પૂજા થાય છે.

ચાઇનીઝ કાળકા મંદિર, કોલકતા

ચાઇનીઝ કાળકા મંદિર, કોલકતા

કોલકતાના ટાંગરામાં એક 60 વર્ષ જૂનું ચાઇનીઝ કાળકા મંદિર છે. આ મંદિરની એક ખાસ વાત એ છે કે, દૂર્ગા પૂજા દરમિયાન પ્રવાસી ચીની લોકો આ મંદિરના દર્શન કરવા આવે છે. અહીં આવનારા મોટા ભાગના લોકો બૌદ્ધ અથવા તો ખ્રિસ્તી છે. અન્ય એક વાત એ પણ છે જે આ મંદિરને ખાસ બનાવે છે અને એ છે આ મંદિરના મુખ્ય પૂજારી બંગાળી બ્રાહ્મણ છે. અહીં આવનારા લોકોને પ્રસાદમાં ન્યૂડલ, ચાવલ અને સબજીમાંથી બનેલી કરી પીરસવામાં આવે છે.

કામખ્યા મંદિર, ગુવાહાટી

કામખ્યા મંદિર, ગુવાહાટી

પ્રસિદ્ધ કામખ્યા મંદિરના દર્શન કર્યા વગર ગુવાહાટીની યાત્રા અધૂરી જ માનવામાં આવશે. હિન્દુ ધર્મ અનુસાર આ 51 શક્તિપીઠમાનું એક છે અને તેની ગણના સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળોમાં થાય છે. ગુવાહાટીથી 7 કિમી દૂર નીલાચલના પર્વત પર સ્થિત આ મંદિરની સાથો-સાથ 10 મહાવિદ્યાને સમર્પિત 10 અલગ-અલગ મંદિર છે. ત્રિપુરાસંદરી, મતાંગી અને કમલાની પ્રતિમા જ્યાં મુખ્ય મંદિરમાં સ્થાપિત છે, તો 7 અન્ય રૂપોની પ્રતિમા અલગ-અલગ મંદિરોમાં સ્થાપિત કરવામા આવી છે, જે મુખ્ય મંદિરને ઘેરાયેલા છે.

અઘર દેવી મંદિર, માઉન્ટ આબુ

અઘર દેવી મંદિર, માઉન્ટ આબુ

માઉન્ટ આબુમાં સ્થિત આ મંદિર એક ગુફાની અંદર છે. આ મંદિરને અર્બુદા દેવી મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર સાથે એક રસપ્રદ કહાણી જોડાયેલી છે. જ્યારે આ મંદિરનું નિર્માણ થઇ રહ્યું હતુ ત્યારે દેવીની મૂર્તિ હવામાં લટકેલી જોવા મળી. અહીં આવનારા ભક્તોને પહેલા 365 સીઢી ચઢવાની હોય છે અને પછી ગુફાની અંદર સુઇને જવું પડે છે.

કરણી માતા મંદિર, દેશનોક

કરણી માતા મંદિર, દેશનોક

કરણી માતા મંદિર જેને મૂષક મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. દેશનોકનું એક પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે. દેવી કરણી માતા આ મંદિરના પ્રમુખ દેવી છે, જેમને આ મંદિર સમર્પિત કરવામાં આવ્યું છે. તેમને માં દૂર્ગાનો અવતાર પણ માનવામાં આવે છે. કથાઓ અનુસાર રાવ બીકાજી, જે બીકાનેરના નિર્માતા છે, તેમને દેવી કરણી માતાના આશીર્વાદ પ્રાપ્ત હતા, ત્યારથી દેવીને બીકાનેર રાજવંશના સંરક્ષક દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. રાજા ગંગા સિંહ દ્વારા 20મી સદીમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર ઉંદરો માટે પણ જાણીતું છે ,જેને કબસ કહેવામાં આવે છે. આ ઉંદરો પ્રત્યે લોકોમાં ઉંડી આસ્થા છે. અહીંના લોકોની એવી ધારણા છે કે, જો કોઇ શ્રદ્ધાળું સફેદ ઉંદર જોઇ લે તો તે ઘણો જ ભાગ્યશાળી હોય છે.

અંબાજી મંદિર, ગુજરાત

અંબાજી મંદિર, ગુજરાત

અંબાજી પ્રાચીન ભારતનું સૌથી જૂનુ અને પવિત્ર તીર્થ સ્થાન છે. આ શક્તિની દેવી સતીને સમર્પિત 52 શક્તિપીઠોમાનું એક છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર બનાસકાંઢા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિ ગબ્બર પર્વતો પર અંબાજી માતા સ્થાપિત છે. અંબાજીમાં વિશ્વ ભરના પર્યટક આકર્ષિત થઇને આવે છે, ખાસ કરીને ભાદ્રપદ પૂર્ણિમા અને દિવાળી પર. આ સ્થળ અરાવલી પર્વતોમાં ગાઢ જંગલોથી ઘેરાયેલુ છે. આ સ્થળ પર્યટકો માટે પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મનો સંગમ છે.

દુર્ગા પરમેશ્વરી મંદિર

દુર્ગા પરમેશ્વરી મંદિર

કતીલ દક્ષિણ કન્નડ જિલ્લાનું એક મઠ શહેર છે, જે શક્તિ પૂજાના એક મહત્વપૂર્ણ પીઠ અને પૌરાણિક શિક્ષામાં ઓતપ્રોત છે. અહીં નંદીની નદીના કિનારે દુર્ગા પરમેશ્વરી મંદિર છે, જે આખા ભારતમાંથી અનેક શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પ્રાચીન કાળમાં એક અસુર અરુણાસુરની ગતીવિધિઓથી આ ક્ષેત્ર પ્રલયંકારી દુકાળમાં ડૂબી ગયુ હતુ. સાધૂ જબાલી, જે ઉંડા ધ્યાનમાં બેસેલા હતા, તેમણે પોતાના દિમાગની આંખોથી લોકોની પીડા જોઇ, આ લોકોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનું વિચારીને યજ્ઞ કરવાનું વિચાર્યુ અને ઇશ્વરીય ઘેનુ, કામઘેનને નીચે લાવવા ઇચ્છતા હતા, આ જ મહાન સાધુ દ્વારા આપવામાં આવેલા શ્રાપ બાદ મંદિરનું નિર્માણ થયું.

કનક દૂર્ગા મંદિર

કનક દૂર્ગા મંદિર

દેવી કનક દૂર્ગા, શક્તિ અને પરોપકારની દેવી છે, જે આ મંદિરની મુખ્ય દેવી છે. દેવીનું મંદિર વિજયવાડા જિલ્લામાં કૃષ્ણ નદીના કિનારે ઇંદ્રકિલાદરી પર્વતોમાં સ્થિત છે. અહીંના સ્થાનિક નિવાસીઓમાં એવી માન્યતા છે કે, દેવી અત્યંત શક્તિશાળી છે. અહીંની ઇંદ્રકિલાદરીના પર્વતોનું એટલા માટે પણ વિશેષ મહત્વ છે કારણ કે એવું માનવામાં આવે છે કે, આ સ્થાન દેવી અને તેમના પતિ મલ્લેશ્વરનું નિવાસ છે, જેના કારણે અહીં જઇને વ્યક્તિ પરમ સુખની અનુભૂતિ કરે છે. આ મંદિરની એક ખાસ વાત એ પણ છે કે અહીં દેવી પોતાના પતિના જમણા ભાગમાં વિરાજમાન છે, જે ધર્મની દ્રષ્ટિએ ખોટું છે.

દેવી ભગવતી મંદિર, તમિળનાડુ

દેવી ભગવતી મંદિર, તમિળનાડુ

તમિળનાડુના કન્યાકુમારીમાં સ્થિત દેવી ભગવતી મંદિર એક ઘણું જ સુંદર મંદિર છે. આ મંદિર ત્રણ સુમદ્રોના મુખે સ્થિત છે. જણાવવામા આવે છે કે આ મંદિર બે હજાર વર્ષ જૂનુ છે. આ સ્થળ સંબંધિત એક કહાણી એ પણ છે કે ભગવાન શિવ દ્વારા ભગવતીનું નિર્માણ ત્યારે થયું જ્યારે અસુર બાણાસુરએ ત્રણ લોકોને આતંકિત કર્યા હતા.

નૈના દેવી મંદિર, નૈનીતાલ

નૈના દેવી મંદિર, નૈનીતાલ

નૈના દેવી મંદિર એક શક્તિ પીઠ છે, જે નૈની ઝીલની ઉત્તર કિનારે આવેલું છે. આ મંદિર હિન્દુ દેવી નૈના દેવીને સમર્પિત છે. નૈના દેવીની પ્રતિમા સાથે ભગવાન શ્રી ગણેશ અને કાળકા માતાની મૂર્તિઓને પણ મંદિરમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવી છે. પીપળાનું એક વિશાળ વૃક્ષ મંદિરના પ્રવેશ દ્વાર પર સ્થિત છે.

ખીર ભવાની મંદિર, કાશ્મિર

ખીર ભવાની મંદિર, કાશ્મિર

ખીર ભવાની મંદિર શ્રીનગરથી 27 કિમી દૂર તુલ્લા મુલ્લા ગામમાં સ્થિત છે. આ મંદિરની ચારેકોર ચિનારના પેડ અને નદીઓની ધારાઓ છે. જે ત્યાંની સુંદરતાને વધારે છે. આ મંદિરનું નામ એ પ્રકારે પડ્યુ કે અહીં પ્રસાદના રૂપમાં ભક્તો દ્વારા માત્ર એક ભારતીય મીઠાઇ ખીર અને દૂધ જ ચઢાવવામાં આવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, ખીર જે સામાન્ય રીતે સફેદ રંગની હોય છે અને તેનો રંગ કાળો થઇ જાય છે તો અપ્રત્યાશિત વિપત્તિના સંકેત હોય છે. મે મહિનાની પૂર્ણિમાના આઠમા દિવસે મોટી સંખ્યામાં અહીં ભક્તો એકત્રિત થાય છે. એવો વિશ્વાસ છે કે આ શુભ દિવસે દેવી પાણીનો રંગ બદલે છે.

English summary
famous durga temples india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X