પ્રાકૃતિક પરિદૃશ્ય બક્ષતું કેરળનું ઇડુક્કી
ભગવાનનું ઘર કેહવાતુ ઇડુક્કી, પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ છે. હર્યા ભર્યા ગાઢ જંગલોથી ઘેરાયેલા હરિત પર્વતોથી સુશોભિત આ સ્થળ, ભારતની સૌથી ઉંચી ટેકરી અનામુડી પાસે આવેલું છે. આ ઉપરાંત અહી વિશ્વના બીજો સૌથી મોટો આર્ક ડેમ પણ છે. ચેર રાજવંશનો એક ભાગ હોવાના કારણે તથા અનેક પ્રારંભિક યુરોપીય જાતિઓ અહી વસેલી હોવાના કારણે ઇડુક્કીનો ઇતિહાસમાં પણ ઉલ્લેખ છે. આ સ્થળ સદીઓ સુધી એક મહત્વપૂર્ણ વ્યાપારિક કેન્દ્ર રહ્યું છે, કારણ કે, શીશમ, ચંદન, હાથીદાંત અને મોર વિગેરેનું અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવતો હતો.
ઇડુક્કીમાં પ્રસ્તરયુગીન સંસ્કૃતિના પુરાવા મળી આવ્યા છે, જોકે અનેક ઇતિહાસકારોનું માનવું છેકે પુરાપાષાકાલીન લોકો અહી વસતાં હતા. મેન્હિરના અવશેષો તથા પ્રસ્તરયુગીન કબ્રસ્તાનનું ખોદકામ 1947-48માં ઉદુમબંકોલા અને પીરમેડુ નજીક કરવામાં આવી હતી. 26 જાન્યુઆરી 1972માં બનેલો ઇડુક્કી જિલ્લો, કેરળનો બીજો સૌથી મોટો જિલ્લો છે. તેમાં અનેક મહત્વપૂર્ણ શહેર છે, જેમકે દેવીકુલમ, આદિમલાઇ, ઉદુમબંકોલા, થેકાડી, મરિક્કેડિ, પીરમેડુ અને થોડુપુઝા. ઇડુક્કીમાં થોડુપુઝા, પેરિયાર અને થાલ્યા નદીઓ પણ છે. અનામુડી ઉપરાંત અહી 2000 મીટરથી અધિક ઉંચાઇવાલી 13 ટેકરીઓ છે.
સુંદર પરિદ્રશ્યો ઉપરાંત, અહી અનેક ચાના બાગો અને કોફીના બાગો, શાંત ઝરણા તથા મનમોહક ઝીલો અને કેટલાક વન્યજીવ અભ્યારણ્ય પણ છે. ઇડુક્કીના પ્રસિદ્ધ બાગાન મરિક્કેડિમાં ચા અને કોફીની સુગંધને હવામાં તરતી કરે છે. નેબુમ્કંદમ હિલ મસલાની ભૂમિ તરીકે જાણીતી છે, તથા અહી કાળી મિર્ચ અને એલચીની ખેતી કરવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી નિહાળી કેરળના ઇડુક્કીને.

થેક્કડ પક્ષી અભ્યારણ્ય
ઇડુક્કીમાં આવેલું થેક્કડ પક્ષી અભ્યારણ્ય

થામકુથુ જલપ્રપાત
ઇડુક્કીમાં આવેલું થામકુથુ જલપ્રપાત

વૃક્ષ પર બનેલું ઘર
ઇડુક્કીમાં થામકુથુ જલપ્રપાત પાસ વૃક્ષ પર બનેલું ઘર

કુલામાવુ
ઇડુક્કીમાં કુલામાવુ જળાશય

ચેરુથની ડેમ
ઇડુક્કીમાં આવેલો ચેરુથની ડેમ

રમાકલેડુ
ઇડુક્કીમાં આવેલો રમાકલમેડુ, એક મનોરમ દ્રશ્ય

કરિંજમાલા અભ્યારણ્ય
ઇુડક્કીમાં આવેલું કરિંજમાલા અભ્યારણ્ય

પેનાવુ ટાઉન
ઇડુક્કીનું પેનાવુ ટાઉન

ઇડુક્કી આર્ક ડેમ
ઇડુક્કીમાં આવેલો ઇડુક્કી આર્ક ડેમ

દર્શનીય આર્ક ડેમ
ઇડુક્કીમાં આવેલો દર્શનીય ઇડુક્કી આર્ક ડેમ












Click it and Unblock the Notifications
