• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રોમાંચ અને રિસ્કઃ ભારતના 10 શાનદાર અને સુંદર હાઇવે

By Super
|

‘મને ડ્રાઇવિંગ નથી આવડતું અથવા તો એમ કહું કે જ્યારે ડ્રાઇવિંગમાં રિસ્ક અને રોમાંચ ના હોય ત્યારે કાર ચલાવવાનો ફાયદો શું? દરેક વ્યક્તિને પોતાનામાં સુધારાની જરૂર છે અને દરેક ડ્રાઇવરની પોતાની એક લીમિટ હોય છે, મારી પણ કેટલીક લીમિટ છે, પરંતુ મારી લીમિટ અન્યો કરતા થોડીક વધારે છે.' આ શબ્દો છે જાણીતા એફ 1 કાર રેસર આયર્ટન સેન્નાના, જેમણે ક્યારેક રોમાંચ અને રિસ્કના પ્રશ્ન પર પોતાનો આ તર્ક રજુ કર્યો હતો.

વાત રોમાંચ અને રિસ્કની હોય તો તેવામાં ભારતના હાઇવેનો ઉલ્લેખ ના થાય તો એક હદ સુધી રોમાંચ અને રિસ્ક પર વાત કરવી અધૂરી છે. આ વાત સ્પષ્ટ છે કે ડ્રાઇવિંગ એક અલગ પ્રકારનું રોમાંચ છે. ડ્રાઇવિંગના શૌખીનોની વાત માનીએ તો સુમસાન રસ્તા અથવા તો અજાણ્યા હાઇવે પર કાર ચલાવવ્યા બાદ તેમને એક અલૌકિક સુખ પ્રાપ્ત થાય છે. આ લોકો અનુસાર આ સુખ કંઇક એવું છે કે, તેની કલ્પના શબ્દોમાં કરવી અશક્ય છે.

ભારતમાં તમે ગમે ત્યાં જતા રહો, હાઇવે પર કાર ચલાવતી વખતે હંમેશા તમારી ભેટ અચાનક રસ્તો પાર કરતા માણસોથી, જાનવોરથી અથવા તો તેજ ગતિએ પાછળથી આવતી કાર સાથે થઇ જશે અને હંમેશા જોવાયું છે કે આ અજાણ્યા મહેમાનોથી વ્યક્તિ ઘણો ભયભિત થઇ જાય છે. એક તરફ જ્યાં ભય ભયાનક છે, બીજી તરફ તે તમને એક અલગ રોમાંચનો અનુભવ કરાવે છે.

માન્યું કે ભારતના રસ્તાઓ વિદેશોની તુલનામાં એટલા સુવિધાજનક અને આરામદાયક નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે આપણી કારને ગેરેજમાં રાખીએ અને તેનો ઉપયોગ ઓફીસથી ઘર અને ઘરથી ઓફીસ સુધી કરીએ. ભારતીય રસ્તાઓને જે વાત સૌથી ખાસ બનાવે છે, તે છે અહીંની સુંદરતા હરિયાળી વન્યજીવન અને સૌથી મોટી વાત ડ્રાઇવિંગનો પોતાનું એક અલગ સુખ. તો આજે તમારી કારની ચાવી ઉઠાવો અને તેમાં ટેંક ફુલ કરાવી લો અને પહોંચી જાઓ ભારતના 10 શાનદાર રસ્તાઓ પર. અહીં નીચે તસવીરો થકી ભારતના સુંદર અને શાનદાર રસ્તાઓ અંગે જણાવવામાં આવ્યું છે.

મુંબઇ-પુણે એક્સપ્રેસવે

મુંબઇ-પુણે એક્સપ્રેસવે

આ હાઇવેને ભારતના સૌથી જુના હાઇવે હોવાનું ગૌરવ પ્રાપ્ત છે. તેની સુંદરતા બેમિસાલ છે. તમે જો તેના નિર્માણ પણ ધ્યાન કરો તો તમે તેના વખાણ કરતા નહીં થાકો. એક વાત જે આ એક્સપ્રેસ વેને સૌથી ખાસ બનાવે છે, એ છે અહીં અલગ અલગ સ્થળો પર એવા અનેક સાઇનબોર્ડ મળશે જેમાં ઘણું બધુ લખેલું છે, જેને વાંચીને તમે રોમાંચિત થઇ જશો.

ભિવંડીથી નાસિક

ભિવંડીથી નાસિક

ભિવંડી મહારાષ્ટ્રની રાજધાની મુંબઇથી 20 કિમી અને ઠાણેથી 15 કિમી દૂર સ્થિત છે. આ સ્થળ પોતાના ઘૂલ ભરેલા ગોદામો માટે પણ જાણીતું છે, પરંતુ અમે અહીં વાત કરી રહ્યાં છીએ આ રસ્તાની, જે ભિવંડીને દારૂની રાજધાની કહેવાતા શહેર નાસિક સાથે જોડે છે. જો આપણે આ રસ્તાને રોમાંચ, ગતિ અને દિલચસ્પીનો ટ્રાયો કહીએ તો આ વાત આ રસ્તાની ગરીમાને વધારી દેશે. વ્યાપક વળાંક, પર્યાપ્ત પહોળાઇ, નવનિર્મિત રસ્તા આ હાઇવેનું મુખ્ય આકર્ષણ છે.

અમદાવાદથી વડોદરા

અમદાવાદથી વડોદરા

માત્ર એક કલાકમાં 90 કિમીની યાત્ર આ સાંભળવા માત્રથી જ તમે રોમાંચિત થઇ જશો અને તમે વિચારવા માટે મજબૂર થઇ જશો કે જે રસ્તો આટલા ઓછા સમયમાં તમારી લાંબી યાત્રાને સુગમ અને સુલભ બનાવી દે તે કેવો હશે? તો અમે તમને જણાવી દઇએ કે, અમદાવાદથી વડોદરા વચ્ચેનો આ રસ્તો ભારતનો સૌથી ફાસ્ટ રસ્તો છે. આ રસ્તાની ચિકણાશ અને ખેચણા તેને ડ્રાઇવર્સની પહેલી પસંદ બનાવે છે અને તેમને એક અલગ અનુભવ કરાવે છે. જો તમે શાંત ડ્રાઇવરના શોખી છો તો યાદ રહે કે આ રસ્તો માત્ર તમારા માટે છે.

કાજીરંગાથી તવાંગ

કાજીરંગાથી તવાંગ

ડ્રાઇવિંગના શોખીનો વચ્ચે કાજીરંગાથી તવાંગ સુધીની યાત્રા હંમેશા જ રોમાંચનો વિષય માનવામાં આવી છે. આ રસ્તા વચ્ચે પોતાની ડ્રાઇવિંગનું જોર દર્શાવી ચૂકેલા લોકોની વાત માનીએ તો આ રસ્તા પર તમને સ્વર્ગ જેવો અનુભવ થશે અને તમે ગર્વ અનુભવશો. કાજીરંગા પોતાના શાનદાર નેશનલ પાર્કના કારણે વિશ્વ ભરમાં જાણીતુ છે. અહીંના વન અને તેમાં રહેતા જીવ જંતુઓ અદ્ભૂત છે. અમારી સલાહ છે કે જ્યારે પણ કાજીરંગાથી તવાંગની યાત્રા કરો ત્યારે તમારી સાથે એક શાનદાર એસયુવીને લઇ જાઓ કારણ કે રસ્તો ઉબડ ખાબડ હોવાના કારણે અને એક સમાન નહીં હોવાના કારણે અહીં કાર ચલાવવી થોડીક મુશ્કેલ છે.

યમુના એક્સપ્રેસવે

યમુના એક્સપ્રેસવે

યમુના એક્સપ્રેસ વેને ભારતના ઇતિહાસમાં ટેક્નિક અને અભિયાંત્રિકીનો નમૂનો માનવામાં આવે છે. આ હાઇવેની ગણના ભારતના કેટલાક ખાસ હાઇવેમાં થાય છે. વર્તમાનમાં જ જનતા માટે ખોલવામાં આવેલો આ હાઇવે તમારી 165 કલાકની યાત્રાને માત્ર બે કલાકમાં પૂરી કરવાનો દાવો કરે છે. આ હાઇવે ગ્રેટર નોઇડાને આગરા સાથે જોડે છે. આ હાઇવેની સૌથી મોટી ખાસિયત એ છે કે આ હાઇવે 6 લેન હાઇવે છે. તમને જણાવી દઇએ કે ભારતમાં 6 લેન હાઇવે ઓછા જોવા મળે છે.

દિલ્હીથી મુંબઇ હાઇવે

દિલ્હીથી મુંબઇ હાઇવે

આ હાઇવેને હાઇવે નંબર 8 નામથી પણ ઓળખવામાં આવે છે. આ હાઇવે 1428 કિમીનો લાંબો હાઇવે છે, જે દેશની રાજધાનીને ભારતની લાઇફ લાઇન ગણાતા મુંબઇ સાથે જોડે છે. મુંબઇમાં આ હાઇવેને વેસ્ટ એક્સપ્રેસ વેના નામથી પણ ઓળખવામાં આવે છે. આ હાઇવે એક ઘણો જ ખુબસુરત હાઇવે છે. આ હાઇવે પર છ રાજ્ય(દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, દાદરા અને નાગર હવેલી, મહારાષ્ટ્ર) પડવાના કારણે અહીં તમે એક સાથે ત્રણ રાજ્યની ભોજન કલા અને સંસ્કૃતિનો આનંદ લઇ શકો છો.

આગરાથી મુંબઇ

આગરાથી મુંબઇ

રાષ્ટ્રીય રાજમાર્ગ 3 એટલે કે એનએચ 3 તાજ નગરી આગરાના ભારતની આર્થિક રાજધાની મુંબઇ સાથે જોડે છે. આ હાઇવેને એબી રોડના નામે પણ ઓળખવામાં આવે છે. આ હાઇવે એક સાથે દેશના ચાર અલગ-અલગ રાજ્યો, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને એક સાથે જોડે છે. આ હાઇવેની કુલ લંબાઇ 1190 કિમી છે. ચાર લેન હાઇવે હોવાના કારણે અહીં ઘણી જ સુગમતા સાથે યાત્રા કરી શકાય છે. તમને જણાવી દઇએ કે આ હાઇવેને ભારતના અમુક સુંદર હાઇવેમાં સ્થાન આપવામા આવ્યું છે. આ હાઇવે પર યાત્રા કરનારા ડ્રાઇવર નાસિક પહોંચે ત્યારે સાવધાની રાખે, કારણ કે 25 કિમીની યાત્રા શહેરની અંદરથી કરવી પડે છે.

મનાલીથી લેહ

મનાલીથી લેહ

શું તમારામાં રોમાંચ અને કંઇક નવું કરવાનો જજબો છે, જો તમારો જવાબ હાં છે તો એકવાર માર્ગ દ્વારા મનાલીથી લેહની યાત્રા કરો. આ હાઇવે એ લોકો માટે છે, જે કંઇક નવુ અને તોફાની કરવા માટે ઇચ્છૂક છે. અથવા એવું પણ કહીં શકાય કે હાર્ડકોર રોમાંચના શોખીન એકવાર અહીં આવવા માટે પોતાની હાડીને સ્ટાર્ટ કરે. આ હાઇવે વિશ્વનો એક એવો હાઇવે છે, જે હંમેશા તમને યાદ રહેશે. બૌદ્ધ ભિક્ષુઓની કતાર પ્રાચીન મઠ, યાક, વળાંકવારો માર્ગ, ઠંડીનો અહેસાસ કરાવતી હવા, રંગબેરંગી ઝાડ, આ બધી એ વાતો છે, જે સાંભળવા માત્રથી આ સ્થળની સુંદરતાને દર્શાવે છે.

મુંબઇથી ગોવા

મુંબઇથી ગોવા

એનએચ 17 અથવા મુંબઇથી ગોવા હાઇવે. આ એ હાઇવે છે, જેના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. આ હાઇવેના ભારતના સૌથી જુના હાઇવેનું ગૌરવ પ્રાપ્ત છે. આ એક ખુબજ ઝડપી હાઇવે છે, અને હંમેશાથી એ યાત્રીઓનું સ્વાગત કરે છે, જેમની અંદર રોમાંચનો અનુભવ કરવાનો જુસ્સો હોય. જેનો રોમાંચ અને આનંદ તમને ત્યારણે મળી શકશે, જ્યારે તમે અહીં યાત્રા કરશો. આ હાઇવે પર તમારે તમારી પ્રકૃતિ અને તેની મહાનતા જાણવી હોય તો અમારી સલાહ છે કે, તમે અહીં ચોમાસાના પ્રારંભમાં આવો. આ દરમિયાન તમને એક એવું સુખ મળશે, જેની કલપ્ના કરવી મુશ્કેલ છે.

વારાણસીથી કન્યાકુમારી

વારાણસીથી કન્યાકુમારી

હવે વાત દેશના એ હાઇવેની જે ભૈરવની નગરીથી થઇને પાર્વતીના શહેર સુધી જાય છે. જીહાં અમે વાત કરી રહ્યાં છીએ, નેશનલ હાઇવે નંબર 7ની જે શિવની નગરી કાશીને કન્યાકુમારી સાથે જોડે છે. 2,369 કિમીમાં વારાણસીથી કન્યાકુમારી સુધી ફેલાયેલા હાઇવેની સૌથી મોટી ખાસ વાત એ છે કે, બે સંસ્કૃતિઓ એટલે કે ઉત્તર ભારતને દક્ષિણ ભારત સાથે જોડવાનું કામ કરે છે. અન્ય મોટા હાઇવેની જેમ આ હાઇવે પર પણ તમને અનેક સંસ્કૃતિઓની ઝલક એક સાથે મળી જશે.

English summary
india s 10 most splendid beautiful highways
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more