For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું વિવિધતા પ્રદાન કરતું શહેર જુનાગઢ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં બહુ ઓછા એવા સ્થળો હશે જે જુનાગઢની જેમ વિવિધતા પ્રદાન કરે છે. ગીરનાર સરહદની તળેટીમાં સ્થિત, જુનાગઢનું નામ 320 ઇ.પૂ. દરમિયાન ચંદ્રગુપ્ત મોર્ય દ્વારા નિર્મિત કિલ્લો ઉપરકોટના કારણે છે. જુનાગઢ શબ્દનો અર્થ છે, જૂનો કિલ્લો, જે શહેરની મધ્યમાં સ્થિત છે. નવઘણ કુવો અને અડી-કડી વાવ બે પ્રાચિન વાવ છે. જેને બનાવવામાં આવી નથી, પરંતુ એક ચટ્ટાણને કાપીને કેન્દ્રમાં 170 ફૂટની ઉંડાઇમાંથી પાણી કાઢવામાં આવ્યું. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન બચેલા એશિયન સિંહો માટે સૌથી લોકપ્રિય સંરક્ષિત વન છે.

એ ઉપરાંત પનિયા વન્યજીવ અભ્યારણ્ય અને મિતિયાળા વન્યજીવ અભ્યારણ્ય પણ ઉલ્લેખ કરવા લાયક છે. સમ્રાટ અશોકના શિલાલેખોની જેમ ઐતિહાસિક સ્થળ, જામા મસ્જિદ અથવા બૌદ્ધ પણ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સાથે જુનાગઢ બધા માટે કેન્દ્ર બની ગયુ અને હંમેશાથી પ્રવાસીઓ માટે આકર્ષિત કરવા લાગ્યું અને હંમેશા કરતું રહેશે.

જુનાગઢ, એક પ્રાચીન શહેર છે, કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન અસ્તિત્વમાં આવ્યું. અહીંના શિલાલેખ તમને એ સમયમાં લઇ જાય છે, જ્યારે સાકા શાસક મહાક્ષત્રપ રુદ્રદમન હતા. મોહમ્મદ બહાદૂર ખાનજી દરમિયાન, જુનાગઢના વર્તમાન શહેરની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે બાબી રાજવંશનો પાયો નાખ્યો, જેમાં આ સ્થળ પર ત્યાં સુધી શાસન કર્યું, જ્યાં સુધી બ્રિટિશ સરકારે તેને એક સામંતી રાજ્ય જાહેર ના કર્યું.

જૈન ધર્મ, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને ઇસ્લામ સહિત તમામ ધર્મથી જે લોકો અહીં આવ્યા તેમણે આ શહેરમાં કંઇકને કંઇક છાપ છોડી. 500 ઇ.પૂ. પૂર્વ જૂની ચટ્ટાણોને કાપીને બનાવવામાં આવેલી બૌદ્ધ ગુફાઓ અહીં જોઇ શકાય છે અને આ ગુફાઓની દિવાલો પર કોતરણી અને પુષ્પ કામ જોઇ શકાય છે. અશોકના આદેશપત્રોની 33 શિલાલેખોમાંથી 14 ઉપરકોટની આસપાસ મળી શકે છે. બૌદ્ધ ધર્મ ઉપરાંત, જુનાગઢ હિન્દુ ધર્મ અને જૈન ધર્મ માટે પણ એક મહત્વપૂર્ણ સ્થળ છે. શહેરના ટોચ પર માઉન્ટ ગીરનાર છે, જે હિન્દુઓ અને જૈનીઓ માટે એક પવિત્ર સ્થળ છે. ટેકરી પર ચઢવા માટે 9999 પગઠિયાની સીટીનો ઉપયોગ કરી શકાય છે, જેનું નિર્માણ શિખરની ટોચ પર મંદિરની સાથે કરવામાં આવ્યું હતું અને અહીં આવનારા શ્રદ્ધાળુંઓને લાગે છે કે તેઓ આભને અડી રહ્યાં છે. તો ચાલો તસવીરો થકી જોઇએ જુનાગઢને.

સદગુરુ રોહિદાસ આશ્રમ

સદગુરુ રોહિદાસ આશ્રમ

જુનાગઢમાં આવેલું સદગુરુ રોહિતદાસસ આશ્રમ

સરસઇ ગામ

સરસઇ ગામ

જુનાગઢના સરસઇ ગામમાં આવેલું સદગુરુ રોહિતદાસ આશ્રમ

દરબાર હોલ સંગ્રહાલય

દરબાર હોલ સંગ્રહાલય

જુનાગઢમાં આવેલું દરબાર હોલ સંગ્રહાલય

શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય

શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય

જુનાગઢમાં આવેલું શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય

સાઇટ હાઉસિંગ

સાઇટ હાઉસિંગ

જુનાગઢમાં આવેલા અશોક શિલાલેખોનું સાઇટ હાઉસિંગ

એક રૉક શિલાલેખ

એક રૉક શિલાલેખ

જુનાગઢ અશોક શિલાલેખોનો એક રૉક શિલાલેખ

બૌદ્ધ ગુફાઓ

બૌદ્ધ ગુફાઓ

જુનાગઢમાં આવેલી બૌદ્ધ ગુફાઓ

અડી-કડી વાવ અને નવઘણ કુવો

અડી-કડી વાવ અને નવઘણ કુવો

જુનાગઢમાં આવેલી અડી-કડી વાવ અને નવઘણ કુવો

English summary
Very few places in Gujarat have the diversity that Junagadh offers. Located at the foothills of the Girnar range, Junagadh got its name because of Uparkot, a fort built by ChandraGupta Maurya during 320 BC. “Old Fort” as the word Junagadh means the fort at the main center of the city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X