..ને નાના પગની છાપમાંથી વહેવા લાગી નદી
કાલાડી પેરિયાર નદી નજીક સ્થિત એક ગામ છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ કેરળના એર્નાકુલમમાં સ્થિત છે. આ આદિશંકરનું જન્મસ્થાન છે. આ ભારતભરમાંથી તીર્થયાત્રીઓ, વિશેષ રીતે આદિશંકરના અનુયાયીઓ માટે એક ઘણું જ લોકપ્રીય ગંતવ્ય સ્થળ છે. એક મંદિર 1910માં આદિશંકર માટે બનાવવામાં આવ્યું હતું. કાલાડીનો અર્થ થાય છે. પદચિહ્ન, પ્રાચીન કાળમાં ગામ સાસાલામના રૂપમાં તે જાણીતું હતું. વર્ષ 2010માં કાલાડીના 100 વર્ષ પૂર્ણ થતાં તેની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી.
આ શહેર આદિશંકર અને તેમની માતા અંગેની કહાણીઓની મહાન શરૂઆત છે. પેરિયાર નદી પહેલા પૂર્ણ નદીના રૂપમાં જાણીતી હતી. એવું કહેવામાં આવે છેકે, નદી ત્યાંથી ઘણી દૂર હતી, જ્યાં શંકર અને તેમની માતા રહેતા હતા. એક દિવસ જ્યારે માતા દૈનિક સ્નાન માટે જઇ રહ્યાં હતા ત્યારે તેઓ રસ્તામાં બેભાન થઇ ગયા. અસહાય શંકરે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને તેમની પ્રાર્થના ભગવાન વિષ્ણુએ સાંભળી તથા આશિર્વાદ આપ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે, જ્યાં તેમણે તેમના નાના પગોની છાપ છોડી છે, ત્યાંથી એક નદી વહેશે. આશિર્વાદના પરિણામ સ્વરૂપ શંકરના નાના ઉદ્યાન નજીકથી નદી વહેવા લાગી.
ત્યારે શંકરે કૃષ્ણ માટે એક નાનું અમથું મંદિર બનાવ્યું અને પ્રસિદ્ધ અચ્યુતા અષ્ટાકમ સંભળાવી. આ સ્થળના મુખ્ય આકર્ષણ તેમની સ્મૃતિમાં બનેલા મંદિલ અને આશ્રમ જેમ કે રામકૃષ્ણ આશ્રમ, કલ્લિલ દેવી મંદિર, શ્રિંગેરી મઠ પરિસર, મહાદેવ મંદિર, વનમૂર્તિ મંદિર, કુઝુપપ્પિલ્લક્કવે જલદુર્ગા મંદિર છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કેરળના કાલાડીને.

શંકરાચાર્ય
કાલાડી સ્થિત આદિશંકરાચાર્ય

કલ્લિલ દેવી મંદિર
કાલાડીમાં આવેલું કલ્લિલ મંદિર

કલ્લિલ દેવી મંદિર
કાલાડીમાં આવેલું કલ્લિલ મંદિર

કલ્લિલ દેવી મંદિર
કાલાડીમાં આવેલું કલ્લિલ મંદિર

આદિશંકર કીર્તિ સ્થંભ
કાલાડીમાં આવેલો આદિશંકર કીર્તિ સ્થંભ

રામકૃષ્ણ આશ્રમ
કાલાડીમાં આવેલો રામકૃષ્ણ આશ્રમ

વર્મનામૂર્તિ મંદિર
કાલાડીમાં આવેલું વર્મનામૂર્તિ મંદિર

વર્મનામૂર્તિ મંદિર
કાલાડીમાં આવેલું વર્મનામૂર્તિ મંદિર












Click it and Unblock the Notifications
