• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોણાર્કઃ એક એવું મંદિર જ્યાં ક્યારેય નથી થઇ પૂજા

|

એક એવું મંદિર જ્યાં આજે પણ રાત થતાં જ નૃત્ય કરતી આત્માઓના પાયલોની ઝણકાર સંભણાય છે. જી હાં, બની શકે છે કે, આ સંભળવામાં અટપટુ લાગે અને એવું પણ બની શકે કે તમે એવું વિચારો કે આજે આ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં કેવી અંધવિશ્વાસની વાતો ફેલાવવામાં આવી રહી છે, પરંતુ આ સાચું છે. આજે અમે તમને એક એવા મંદિર અંગે જણાવી રહ્યાં છીએ કે જે એક મંદિર તો છે, પરંતુ ત્યાં આજ સુધી ક્યારેય પૂજા કરવામાં આવી નથી. લોક કથાઓ હંમેશા લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહી છે, સાથે જ આ લોકકથાઓ જાણવી હંમેશા જ કુતુહલ અને રોમાંચનો વિષય રહ્યું છે.

કહેવામાં આવે છે કે, ઇન્ડિયા ઇઝ લેન્ડ ઓફ મિસ્ટ્રીઝ, આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું સૂર્ય મંદિર અંગે. કોણાર્કમાં એ પ્રવાસી માટે ઘણું બધુ છે, જે યાત્રા ઉપરાંત કંઇક ખાસ અને રોચકની તલાશમાંછે. કોણાર્કનું સૂર્ય મંદિર કામુકતાને પણ એક નવી પરિભાષા આપે છે. અહીં બનેલી મૂર્તિઓમાં ઘણી જ સુંદરતા સાતે કામ અને સેક્સને દર્શાવવામાં આવ્યું છે. અહીં બનેલી મૂર્તિઓ પૂર્ણ રીતે યૌન સુખનો આનંદ લેતી દર્શાવવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, આ મૂર્તિઓને મંદિરની બહાર સુધી જ સીમિત કરવામાં આવી છે, આવું કરવાનું પાછળ એ દર્શાવવામાં આવે છે કે, જ્યારે પણ કોઇ મંદિરના ગર્ભ ગૃહમાં જાય તો તે તમામ પ્રકારના સાંસારિક સુખો અને મોહ માયાને મંદિરની બહાર છોડીને આવે.

કોણાર્કનું મંદિર, મંદિરમાં લાગેલા ચુંબક, સંઘ્યા બાદ નૃત્ય કરતી આત્માઓના પાયલની ઝણકાર, આત્મહત્યા, મંદિર હોવા છતાં પણ પૂજા ના થવી આ બધી વાતો, જે દરેક એ વ્યક્તિને કોણાર્ક જવા માટે પ્રેરે છે, જેની અંદર લોકકથાઓને જાણવાની ઇચ્છા અને રોમાંચની મજા લેવાનું સાહસ હોય. તો ચાલો તસવીરો થકી વિસ્તારથી જાણીએ શું છે કોણાર્ક અને શું ખાસ અને રોમાંચક છે ત્યાંના સૂર્ય મંદિરમાં. કોણાર્કનું સૂર્ય મંદિર, ભારતના ઓરિસ્સા રાજ્યના પૂરી જિલ્લાના પૂરી નામક શહેરમાં સ્થિત છે. તેને લાલ બલુઆ પથ્થર અને કાળા ગ્રેનાઇટ પથ્થરથી 1236-1264માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતુ. આ મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાનું એક છે.

તેને યુનેસ્કો દ્વારા વર્ષ 1984માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે. કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર સૂર્ય દેવ(અર્ક)ના રથના રૂપમાં નિર્મિત છે. તેને પથ્થર પર ઉત્કૃષ્ટ કોતરણી કરીને ઘણું જ સુંદર બનાવવામાં આવ્યું છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડાથી ખેંચવામાં આવતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવાયું છે. મંદિર પોતાની કામુક મુદ્રાઓવાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિદ્ધ છે.

કોણાર્કનો અર્થ અને ઇતિહાસ

કોણાર્કનો અર્થ અને ઇતિહાસ

કોણાર્ક શબ્દ, કોણ અને અર્ક શબ્દોના મિલનથી બન્યો છે. અર્કનો અર્થ થાય છે, સૂર્ય જ્યારે કોણનો અભિપ્રાય ખુણો અથવા તો કિનારા સાથે રહ્યો હશે. કોણાર્કનું સૂર્ય મંદિર પુરીના ઉત્તર પૂર્વીય કિનારા પર સમુદ્ર તટ નજીક નિર્મિત છે. અનેક ઇતિહાસકારોનું માનવું છે કે, કોણાર્ક મંદિરના નિર્માણકર્તા, રાજા લાંગૂલ નૃસિંહદેવના અકાળે મોતના કારણે મંદિરના નિર્માણનું કાર્ય અટકી ગયું. તેના પરિણામસ્વરૂપ અધૂરો ઢાંચો ધ્વસ્ત થઇ ગયો, પરંતુ આ મતને ઐતિહાસિક આંકડાઓનું સમર્થન મળતું નથી. પૂરીના મદલ પંજીના આંકડાઓ અનુસાર અને 1278 ઇ.ના તામ્રપત્રોથી જાણા મળે છે કે, રાજા લાંગૂલ નૃસિંહદેવએ 1282 સુધી શાસન કર્યું. અનેક ઇતિહાસકારનો મત પણ છે કે, કોણાર્ક મંદિરનું નિર્માણ 1253થી 1260 ઇ. વચ્ચે થયું હતું. તેથી મંદિરનું અપૂર્ણ નિર્માણ અને તેનું ધ્વસ્ત થવાનું કારણ હોવાનું તર્કસંગત નથી.

લવ મેકિંગની શિક્ષા આપતી મૂર્તિઓ

લવ મેકિંગની શિક્ષા આપતી મૂર્તિઓ

કોણાર્કનું સૂર્ય મંદિર કામુકતાની એક નવી પરિભાષા આપે છે. અહીં બનેલી મૂર્તિઓમાં ખૂબ જ સુંદરતા સાથે કામ અને સેક્સને દર્શાવવામાં આવ્યું છે. અહીં બનેલી મૂર્તિઓ પૂર્ણ રીતે યૌન સુખનો આનંદ લેતી દર્શાવવામાં આવી છે. મજાની વાત એ છે કે, આ મૂર્તિઓને બહાર સુધી જ સીમિત કરવામાં આવી છે, આમ કરવા પાછળનું કારણ એવું દર્શાવવામાં આવે છે કે, જ્યારે પણ કોઇ મંદિરના ગર્ભ ગૃહમાં જાય તો તે તમામ પ્રકારના સાંસારિક સુખો અને મોહ માયાને મંદિરની બહાર છોડીને આવે.

નૃત્ય કરતી સુંદરીઓની આત્માઓ

નૃત્ય કરતી સુંદરીઓની આત્માઓ

કોણાર્ક અંગે એક મિથક એ પણ છે કે અહીં આજે પણ નર્તકીઓની આત્માઓ આવે છે. જો કોણાર્કના જૂના લોકોની વાત માનીએ તો અહીં તમને સાંજે એ નર્તકીઓના પાયલની ઝણકાર સાંભળવા મળશે જે ક્યારેક અહીંના રાજાના દરબારમાં નૃત્ય કરતી હતી.

મંદિર જેમાં પૂજા કરવામાં નથી આવી

મંદિર જેમાં પૂજા કરવામાં નથી આવી

આશ્ચર્યની વાત એ છે કે, એક તરફ જેને મંદિર કહેવામાં આવે છે, ત્યાં પૂજા ના થતી હોય તો તે પણ એક આશ્ચર્યની વાત છે. અહીંના સ્થાનિક લોકોની વાત માનીએ તો આજ સુધી મંદિરમાં ક્યારેય પણ પૂજા કરવામાં આવી નથી. હજુ સુધી આ મંદિર એક વર્જિન મંદિર છે. કહેવામાં આવે છે કે, મંદિરના પ્રમુખ વાસ્તુકારના પુત્રએ રાજા દ્વારા પોતાના પિતા બાદ આ નિર્માણાધિન મંદિરની અંદર આત્મહત્યા કરી લીધી હતી, બાદથી આ મંદિરમાં પૂજા અથવા તો કોઇ પણ ધાર્મિક અનુષ્ઠાન પર પૂર્ણતઃ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું.

મંદિરનું રહસ્યમય ચુંબક

મંદિરનું રહસ્યમય ચુંબક

આ મંદિરનું એક પ્રમુખ આકર્ષણ અહીં મોજૂદ ચુંબક છે. આ ચૂંબક પર પણ અનેક રહસ્ય અને કથાઓ છે. અનેક કથાઓ અનુસાર, સૂર્ય મંદિરના શિખર પર એક ચુંબક પથ્થર લાગેલો છો, જેના પ્રભાવથી, કોણાર્કના સમુદ્રમાંથી પસાર થતા, સાગરપોત, તેની તરફ ખેંચાઇ આવે છે, જેનાથી ભારે નુક્સાન થાય છે. અન્ય કથા અનુસાર આ પથ્થરના કારણે પોતોંને ચુંબકિય દિશા નિરુપણ યંત્ર સાચી દિશા નથી દર્શાવતા, જેના કારણે પોતાના પોતોંને બચાવવાના હેતુસર મુસ્લિમ નાવિક આ પથ્થરને કાઢીને લઇ ગયા હતા. આ પથ્થર એક કેન્દ્રીય શિલાનું કાર્ય કરતો હતો, જેનાથી મંદિરની દિવાલોના બધા જ પથ્થરો સંતુલનમાં રહેતા હતા. તેને હટાવી નાખવાના કારણે, મંદિરોની દિવાલોનું સંતુલન ખોવાઇ ગયુ અને પરિણામતઃ તે પડી ગઇ. પરંતુ આ ઘટનાનું કોઇ ઐતિહાસિક વિવરણ નથી મળતુ, ના તો એવા કોઇ ચુંબકિય કેન્દ્રીય પથ્થરના અસ્તિત્વની કોઇ માહિતી ઉપલબ્ધ છે.

શા માટે ધ્વસ્ત થયું આ મંદિર

શા માટે ધ્વસ્ત થયું આ મંદિર

આ મંદિર પોતાના વાસ્તુ દોષોના કારણે માત્ર 800 વર્ષમાં જ ધ્વસ્ત થઇ ગયું. આ ઇમારત વાસ્તુ નિયમોની વિરુદ્ધ બની હતી. મંદિરનું નિર્માણ રથ આકૃતિ હોવાથી પૂર્વ દિશા અને અગ્નિ અને ઇશાન ખૂણા ખંડિત થઇ ગયા, પૂર્વથી જોઇએ તો એવું લાગે છે કે, ઇશાન અને અગ્નિ કાપીને તે વાયવ્ય અને નૈઋત્ય ખૂણા તરફ આગળ વધી ગયું છે.

કાલાપહાડ

કાલાપહાડ

કાણાર્ક મંદિર ધ્વસ્ત સંબંદિત એક મહત્વપૂર્ણ સિદ્ધાંત, કાલાપહાડ સાથે જોડાયેલો છે. ઓરિસ્સાના ઇતિહાસ અનુસાર કાલાપહાડે વર્ષ 1508માં અહીં આક્રમણ કર્યું અને કોણાર્ક મંદિર સહિત ઓરિસ્સાના અનેક હિન્દુ મંદિર ધ્વસ્ત કર્યા. પૂરીના જગન્નાથ મંદિરના મદન પંજી જણાવે છે કે કેવી રીતે કાલાપહાડે ઓરિસ્સા પર હુમલો કર્યો. કોણાર્ક મંદિર સહિત તેમણે અધિકાંશ હિન્દુ મંદિરોની પ્રતિમાઓને પણ ધ્વસ્ત કરી. જો કે, કોણાર્ક મંદિરની 20-25 ફૂટ મોટી દિવાલોને તોડવી અસંભવ હતી, તેણે કોઇપણ પ્રકારે દધિનૈતિના હલાવવાની વ્યવસ્થા કરી લીદી, જે આ મંદિર પડવાનું કારણ બન્યુ. દધિનૈતિને હટાવવાના કારણે જ મંદિર ધીરે-ધીરે પડવા લાગ્યુ અને મંદિરની છતના મોટા પથ્થરો પડવાથી મૂકશાળાની છત પણ ધ્વસ્થ થઇ ગઇ. તેણે અહીંની મોટાભાગી મૂર્તિઓ અને કોણાર્કના અન્ય અનેક મંદિરોને પણ ધ્વસ્ત કરી દીધા.

પૌરાણિક મહત્વ

પૌરાણિક મહત્વ

આ મંદિર સૂર્યદેવને સમર્પિત હતુ, જેને સ્થાનિક લોકો બિંરચિ નારાયણ કહેતા હતા. આ જે ક્ષેત્રમાં સ્થિત હતું, તેને અર્ક ક્ષેત્ર અથવા તો પદ્મ ક્ષેત્ર કહેવામાં આવતું હતું. પુરાણાનુસાર, શ્રીકૃષ્ણના પુત્ર સામ્બને તેમના શ્રાપથી કોઢનો રોગ થઇ ગયો હતો, સામ્બે મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર કોણાર્કમાં બાર વર્ષ તપસ્યા કરી અને સૂર્ય દેવને પ્રસન્ન કર્યા. સૂર્યદેવ, જે તમામ રોગોના નાશક હતા, આ રોગનો પણ અંત કર્યો.

English summary
konark temple the mystery monument odisha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more