For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રી હાઉસ ને લિવિંગ વુડ બ્રિજ, ખરેખર સુંદર છે આ ‘વાદળોનું ઘર’

|
Google Oneindia Gujarati News

મેઘાલય, ભારતનુ એક ઘણું જ સુંદર રાજ્ય જે પોતાની પ્રાકૃતિક સુંદરતા, વનસ્પતિ ઉપરાંત પોતાની જનજાતિઓ અને પર્વતો માટે જાણીતું છે. મેઘાલયને જો તમે ઘ્યાનથી જુઓ તો તમને જાણવા મળશે કે અહીંની સુંદરતા જેટલી દિલકશ છે તેટલા જ અતિથિ સત્કારવાળા ત્યાના લોકો હોય છે. મેઘાલયનો શાબ્દિક અર્થ થાય છે, વાદળોનું ઘર. અહીં તમને વાદળ એટલા નજીક દેખાશે કે જેની કલ્પના તમે ક્યારેય કરી નહીં હોય.

અહીંનો નજારો, અહીની આબો હવા, અહીંની પ્રકૃતિમાં એટલું બધુ સમાયેલું છે કે જે તમને અહીં વારંવાર આવવા માટે પ્રેરિત કરશે. જ્યારે પણ કોઇ પ્રવાસી મેઘાલય જાય છે તો તે એ વાતનો ખ્યાલ રાખે છે કે અહીં દિલકશ નજારા અને મનમોહક પ્રકૃતિ ઉપરાંત એડવેન્ચર અને એડવેન્ચર સ્પોર્ટનો ખજાનો છે. જે પ્રવાસી રોમાંચ અને કંઇક અનોખું કરવાનો શોખીન છે તો મેઘાલય તેના માટે બેસ્ટ છે. ચાલો તસવીરો થકી જોઇએ મેઘાલયનાં શું-શું ખાસ છે.

ચેરાપુંજી

ચેરાપુંજી

મેઘાલયને ચેરાપુંજી(જેને સ્થાનિકમાં સોહરાના નામથી લોકપ્રીય છે)ના કારણે આખા વિશ્વમાં ઓળખવામાં આવે છે. અહીંના લહેરાયેલા પર્વત, અનેક ઝરણા, બાંગ્લાદેશના મેદાનોનું આખું દ્રશ્ય અને સ્થાનિક જનજાતીય જીવનશૈલીની એક ઝલક ચેરાપુંજીની તમારી યાત્રાને યાદદાર બનાવે છે. અહીંના હૃદયના ધબકારા રોકી દે તેવા નજારા, હરિયાળી, પ્રાકૃતિક સુંદરતા, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, આદિવાસી જનજાતિઓ આવનારા પ્રવાસીને ઘણું બધું આપે છે.

મોલિનનોંગ

મોલિનનોંગ

મોલિનનોંગ મેઘાલયના પૂર્વ કાસી હિલ્સમાં આવેલું એક સુંદર ગામ છે. ભારતના અન્ય સ્થળોની સરખામણીએ આ સ્થળ તમને એટલું સ્વચ્છ અને સાફ મળશે કે જેની કલ્પના તમે ક્યારેય નહીં કરી હોય લોકપ્રીય પત્રિકા ડિસ્કવર ઇન્ડિયાએ પોતાના 2005ના અંકમાં તેને ભારતનું સૌથી સાફ ગામ ગણાવ્યું હતું. ગાઢ જંગલોમાં ઝાડો પર બનેલા ટ્રી હાઉસ અહીંનું મુખ્ય આકર્ષણ છે. અહીં એક સુંદર ઝરણુ પણ છે, જે એક પ્રાકૃતિક સ્વિમિંગ પુલ છે, અતઃ જ્યારે પણ તમે મેઘાલય જાઓ તો આ ગામની યાત્રા અવશ્ય કરો.

ગુફાઓ

ગુફાઓ

ગુફાઓ હંમેશા અહીં આવતા લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જો અહીં આવનારા પ્રવાસી રોમાંચને જીવવાનો દમ રાખે છે તો તેમણે આ રહસ્યમયી ગુફાઓને જરૂરથી એક્સપ્લોર કરવી જોઇએ. ગુફાઓમાં અંધારુ, હળવી સૂરજના કિરણની રોશની, અગણિત દરારોથી આ તમામ વસ્તુઓ તમારી યાત્રાને યાદગાર બનાવી દેશે.

લિવિંગ વુડ બ્રિજ

લિવિંગ વુડ બ્રિજ

મેઘાલયના સુંદર લિવિંગ વુડ બ્રિજ વિશ્વના માનવ નિર્મિત આશ્ચર્યોમાનું એક છે. તેની મદદથી અહીંના લોકો નદીઓ, ધારાઓ અને ઝરણાને પાર કરે છે. નોંધનીય છે કે, ચોમાસામાં અહીં પાણી વધારે રહે છે અને તે સમયે નદીઓને પાર કરવામા અહીંના સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બ્રિજનું નિર્માણ અહીંની સ્થાનિક જનજાતિઓ દ્વારા કરાવવામાં આવ્યું છે. તેને બનાવવા માટે નદી કિનારે લાગેલા ઝાડોની મદદ લેવામાં આવી છે. આ બ્રિજ શાનદાર વાસ્તુકળાનો જીવંત નમુનો છે જો તમે મેઘાલય આવો તો એકવાર આ બ્રિજની યાત્રા જરૂર કરો.

ઝરણા

ઝરણા

જેવું કે તમને માલુમ છે કે મેઘાલયમાં વર્ષ દરમિયાન વરસાદ થાય છે તો અહીં ઝરણાઓની સંખ્યા પણ વધારે છે. અહીંના ઝરણા ઘણા જ સુંદર છે, જે પર્વતોમાંથી પડે છે. કિનરેમ, નોહકાલિકાઇ, લાંગશીઆંગ, નોહસંગીતિઆંગ, બિશપ, તયર્શી અહીંના મુખ્ય ઝરણા છે. અહીં આવતા પ્રવાસીઓ માટે અહીંના કરવાલાયક ઘણું બધું છે. જો તમે ઇચ્છો તો ઝરણા પાસે કેમ્પિંગ કરી વન નાઇટ સ્ટે અને ફિશિંગ પણ કરી શકો છો.

English summary
meghalaya five spots explore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X