For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અ'વાદની સીદી સૈયદની જાળી છે બેનમૂન સ્થાપત્યની નીશાની

|
Google Oneindia Gujarati News

ભારતમાં જ્યારે ફરવાની વાત આવે ત્યારે દેશ-દુનિયાના લોકોની નજર પહેલા ગુજરાત પર જ પડે છે. અમે આપને અમારા આ લેખ થકી કરાવી રહ્યા છીએ અમદાવાદનો પ્રવાસ. આપ પહેલા આપણે અડાલજની વાવની મુલાકાત કરી. આવો આપણી આ યાત્રાને આગળ ધપાવીએ અને મુલાકાત લઇએ અમદાવાદ શહેરના વચ્ચોવચ આવેલી સૌથી જુની સીદીસૈયદની મસ્જીદની.

સીદીસૈયદની મસ્જીદ એ મસ્જીદ કરતા તેમાં લાગેલી સીદીસૈયદની જાળીથી વધારે પ્રખ્યાત છે. સીદીસૈયદની જાળી એ સીદીસૈયદની મસ્જીદની એક દિવાલ પર લાગેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એકજ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.

આ જાળી લાલ દરવાજા પાસે આવેલી છે. અને ત્યા બીજી જાળી પણ આવેલી છે, એ પણ એટલી સુંદર અને રમણીય છે. આવી કુલ ૪ જાળીઓ છે. ત્યા આજુબાજુ બગીચો છે. બાજુમા લોકલ બસનુ મુખ્ય સ્ટેશન આવેલું છે.

પ્રથમ નજરે જોતાં એમ લાગે કે ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે, પરંતુ તે રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે. અમદાવાદમાં આવતા વિદેશી નાગરિકો જેની અચૂક મુલાકાત લે છે. સીદી સઈદની જાળી શહેરના સ્મૃતિચિહ્ન તરીકે પ્રસ્થાપિત થઈ છે.

સીદી સઈદની જાળીનો એક ભાગ ચોરી લેવાયો હતો કે વિદેશ લઈ જવાયો હતો તેવી પણ માન્યતા છે. જો કે તેને ઐતિહાસિક સમર્થન મળતું નથી. સલ્તનત યુગની મહત્વપુર્ણ ઘટનાઓ વચ્ચે વર્ષ ૧૫૭૩માં બનાવાયેલી સીદી સઈદની જાળી સહૃદયતાના પ્રતીકસમાન હતી. આ જાળી સીદી સઈદે બનાવી હોવાના નામે પ્રચલિત છે પરંતુ, તેનું ખરેખર નામ શીદી સઈદની જાળી છે.

વધુ રસપ્રદ ઇતિહાસ વાંચો તસવીરો સાથે...

કલાત્મક કોતરણી

કલાત્મક કોતરણી

રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે પણ ઇ.સ.૧૫૭૩ માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજસુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. તેની ગૂંથણી એટલી સફાઈદાર અને નાજુક છે કે નજર પણ અટવાઈ જાય. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.

આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે

આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે

એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાધવામાં આવ્યા છે. સીદી સઈદ તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યો તે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે, કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન લાગે છે.

સવા ચારસો વર્ષ પૂરા

સવા ચારસો વર્ષ પૂરા

જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ સુથાર અને કડિયાકામ બન્યું હોય તેવો વિરલ સંગમ છે. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે જ રહી છે તે પણ આશ્ચર્યજનક વાત છે. તેના કારણે જ આ જાળી અમદાવાદની ઓળખસમાન બની છે. જાળીની સન્મુખ ઊભા રહીને થોડીવાર સુધી તેને જોતાં તેમાં ખોવાઈ જવાય તેવું કલાત્મક સોંદર્ય ધરાવે છે.

ત્રીજી જાળી હોવાની માન્યતાઓ

ત્રીજી જાળી હોવાની માન્યતાઓ

સીદી સઈદની જાળીમાં બે કલાત્મક કોતરણીવાળી જાળી છે. તેમાં વધુ એક જાળી હતી તેમ કહેવાય છે. જેને અંગ્રેજો તેમના સમયે બ્રિટન લઈ ગયા હતા તેમ કહેવાય છે. એક વાત એવી પણ છે કે ન્યૂયોર્કમાં એક જાળી લઈ જવાઈ છે. જો કે સાચી વાત એ છે કે સીદી સૈયદની મસ્જીદનું કેટલુંક કામ તેમાં પણ મિનારા અને કમાનો અધૂરાં બનાવાયા હોય તેવું લાગે છે.

 મસ્જીદનું અધૂરું

મસ્જીદનું અધૂરું

તે પાછળનું કારણ એવું છે કે, સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફક્ત કંઈક બેનમૂન મસ્જીદ બનાવવી તેન ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ, જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સઈદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં. તે જ સમયે અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સઈદની આવક બંધ થઈ જતાં તે મસ્જીદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં. તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે. અંગ્રેજો ત્રીજી જાળી લઈ ગયા હોય તેવી વાતને કોઈ સમર્થન મળતું નથી. સુલ્તાન અહેમદ ત્રીજાના સમયે સીદી સઈદે આ જાળી બનાવડાવી હતી. તેનું અવસાન થતાં તેને તેણે જ બનાવડાવેલી આ મસ્જીદમાં દફનાવાયો હતો.

રિઝવાન કાદરીના પુસ્તક પ્રમાણે

રિઝવાન કાદરીના પુસ્તક પ્રમાણે

ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનામાં અમદાવાદમાં નોંધ કરતાં લખે છે કે, ‘ગુજરાતમાં આ હબસીઓ (સીદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ (ત્રીજા) ના સમયમાં સીદીઓ શકિ્તશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો, જેને પાછળથી મોગલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો. આ સરદારનો મિત્ર સીદી સઈદને તેની વફાદારીના કારણે કેટલાં ગામ અપાયાં હતાં.

વાસ્તવિકતા

વાસ્તવિકતા

સીદી સૈયદ તે ગામની આવકનો ઉપયોગ કેટલાંક સદ્કાર્યોમાં કરતા તે તેના નામે જ પ્રચલિત બની. તે સમયમાં પથ્થરમાં આવી કોતરણી કરવી કેવી રીતે શકય હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે જાળીને ચોરસ રેતિયા પથ્થરમાંથી સાંધીને બનાવાઈ છે. આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊચાઈ સાત ફૂટ છે. વર્ષોપૂર્વે એક હજાર રૂપિયામાં તેની લાકડાની પ્રતિકતિ બનાવાઈ હતી. વર્ષો પછી પણ ગરમી, ઠંડી અને વરસાદ ઝીલ્યા છતાં તેને આંચ આવી નથી. તેમાં ખજૂર કે નાળિયેરનાં ઝાડનાં પાંદડાં જેવી કોતરણીને એટલી સૂક્ષ્મ રીતે કંડારવામાં આવી છે.

રશિયાનો ઝાર

રશિયાનો ઝાર

રશિયાનો ઝાર જયારે ભારતની મુલાકાતે આવ્યો હતો ત્યારે તેણે સીદી સઈદની જાળીની મુલાકાત લીધી હતી. તે પછી ઈગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ પણ જાળીની કોતરણી જોઈને અચંબામાં પડી ગયાં હતાં.

 ઇતિહાસકાર ફર્ગ્યુસન

ઇતિહાસકાર ફર્ગ્યુસન

ઇતિહાસકાર ફર્ગ્યુસનના કહેવા પ્રમાણે આ જાળી મૂળ જેવી જ લાગે છે, તેના પરથી કહી શકાય કે તેને બનાવનારો આ વિશિષ્ટ કળામાં કાબેલ હતો.

મરાઠા અને અંગ્રેજોના સમયમાં

મરાઠા અને અંગ્રેજોના સમયમાં

મરાઠા અને અંગ્રેજોના સમયમાં એક તબક્કે આ જાળીને ચૂનાથી ધોળી નાખવામાં આવી હોવાથી તે સમયે તેને જોનારા આને આરસની મસ્જીદ હોવાનું પણ કહેતા હતા.

જાળીનું કામ પૂરું થઈ શક્યું નહોતું

જાળીનું કામ પૂરું થઈ શક્યું નહોતું

સુલ્તાન અહેમદ ત્રીજાના સમયે આ જાળી તે સમયે સીદીઓ પ્રભાવશાળી અને શકિતશાળી હોવાનું કહેતા હતા તે સમયે બનાવાઈ હતી, પરંતુ કમનસીબે પાછળથી તેમને રાજસત્તા સાથે વાંધો પડતાં સીદી સૈયદની જાળીનું કામ પૂરું થઈ શક્યું નહોતું.

દેલવાડાંના દેરાંની કોતરણીની હરીફાઈમાં

દેલવાડાંના દેરાંની કોતરણીની હરીફાઈમાં

ચોરસ રેતિયા પથ્થર પર જુદી જુદી કોરતણી કરી જિગસો પઝલની જેમ ગોઠવી અદ્ભુત કોતરણીકામ ઊભું કરવું કેટલું મુશ્કેલ છે તે શિલ્પીઓ સારી રીતે જાણે છે. સૂક્ષ્મ અને કલાત્મક કોતરણીની દ્રષ્ટિએ આ જાળી દેલવાડાંના દેરાંની કોતરણીની હરીફાઈમાં ઉતરે એમ છે.

ઢળતા સૂરજની સામે કંઇક આવી દેખાય છે જાળી

ઢળતા સૂરજની સામે કંઇક આવી દેખાય છે જાળી

ઢળતા સૂર્યનો પ્રકાશ જયારે આ જાળીમાંથી ચળાઈને આવે છે ત્યારે કંઈક જુદું જ વાતાવરણ સર્જાય છે.

અમદાવાદનું એક ઐતિહાસિક નજરાણું અડાલજની વાવ

અમદાવાદનું એક ઐતિહાસિક નજરાણું અડાલજની વાવ

અમદાવાદનું એક ઐતિહાસિક નજરાણું અડાલજની વાવ

વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

English summary
Off the eastern end of Nehru bridge stands the Sidi Sayeed mosque. Built in 1573, it is the last of the major mosques to be built in Ahmedabad under the Mughal rule.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X