• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંપૂર્ણ ભારતના દુર્લભ અને સુંદર નજારા જે દરેક ટ્રાવેલરને કરી દેશે મોહિત

By Staff
|

જો ભારતને માત્ર એક શબ્દમાં પરિભાષિત કરવાનું કહેવામાં આવે તો સૌથી પહેલો શબ્દ આપણા દિમાગમાં આવશે તે છે 'અતુલનીય' એટલે કે તેની કોઇની સાથે પણ તુલના કરી શકાય નહીં. અત્રે નોંધનીય છે કે પ્રવાસનના પગલે આજે આપણા દેશમાં એવી ઘણા સ્થળો અને સ્થાનો છે જે આપને લગભગ જ બીજે ક્યાંય જોવા મળશે. આપ ઉત્તરથી લઇને દક્ષિણ અને પૂર્વથી લઇને પશ્ચિમ તરફ ગમે ત્યાં જતા રહો આપને એવું ઘણું બધુ મળી જશે જેની કલ્પના લગભગ જ આપે કરી હશે.

આજે ભારતમાં આપને હિમાલયના બરફથી આચ્છાદીત ટેકરીઓના દર્શન થશે તો બીજી તરફથી કચ્છનું અનોખું રણ અને થારનું રણ પણ જોવા મળશે. કુલ મળીને કહી શકાય છે કે પોતાની સંસ્કૃતિ, તહેવાર, વિવિધતા અને વિશેષતાના પગલે આજે ભારત વિદેશી પ્રવાસીઓની એક મોટી સંખ્યાને ભારત તરફ આકર્ષિત કરી રહ્યું છે.

તો આ જ ક્રમમાં આજે અમે આપને અમારા આ લેખ દ્વારા અવગત કરાવવા જઇ રહ્યા છીએ ભારતના એ નામાંકિત નજારાઓ અને સ્થળોથી જેને જોયા બાદ કોઇ પણ વ્યક્તિ ભારતની સુંદરતા પ્રત્યે મંત્ર મુગ્ધ થઇ જશે. આજે અમારા દ્વારા આપવામાં આવેલી તસવીરો એવી છે જેને જોયા બાદ આપને જાતે જ થશે કે ભારતને એમ જ વિવિધતા અને વિશેષતાઓથી ભરેલો દેશ નથી કહેવાતો.

આવો તસવીરો થકી કરીએ ભારતના સુંદર અને અદભૂદ નજારાઓની યાત્રા...

પ્રકાશ પર્વ

પ્રકાશ પર્વ

દિવાળીની ગણતરી ભારતના એ તહેવારોમાં થાય છે જે દેશ ઉપરાંત દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. દિવાળી ભારતનો એ તહેવાર છે જે પોતાની વિવિધતા અને વિશેષતાના પગલે સાંસ્કૃતિક દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ફોટો કર્ટસી - Siddarth Varanasi

સૌથી મોટી મંડળી

સૌથી મોટી મંડળી

ભારતમાં ઊજવવામાં આવતા કુંભ મેળાની ગળતરી દેશ ઉપરાતં વિશ્વના એ આયોજનોમાં થાય છે જ્યાં કરોડો લોકો આવે છે અને પવિત્ર ગંગા નદીમાં ડુબકી લગાવે છે.

ફોટો કર્ટસી - Seba Della y Sole Bossio

પવિત્ર ઘાટ

પવિત્ર ઘાટ

આપ આપના જીવનમાં એક વાર તો કાશી સ્થિત ઘાટો પર ચોક્કસ આવો. કાશી અથવા વારાણસીના એ ઘાટોમાં એવું ઘણુંબધું છે જે કોઇ પણ પ્રવાસીને મંત્રમુગ્ધ કરવા માટે પૂરતી છે.

ફોટો કર્ટસી - Ken Wieland

હાથીઓની હારમાળા

હાથીઓની હારમાળા

શું આપે ક્યારે એક એવો તહેવાર જોયો છે જ્યાં કોઇ વ્યક્તિ નહીં પરંતુ વ્યક્તિ લોકોના આકર્ષનું કેન્દ્ર બને છે. જો નહીં તો આપ કેરળ સ્થિત ત્રિશૂર આવો જ્યાં ત્રિશૂર પુરમ નામથી એક વિશેષ તહેવારનું આયોજન કરવામાં આવે છે. આ પર્વનું મુખ્ય આકર્ષણ હાથી હોય છે.

ફોટો કર્ટસી - Brian Holsclaw

પતંગ મહોત્સવ

પતંગ મહોત્સવ

આકાશમાં ઉડતી પતંગોએ હંમેશા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જો આપ આકાશમાં મોજથી ઉડતી રંગબેરંગી પતંગોને નિહાળવા ઇચ્છતા હોવ તો આપ જયપુરમાં આયોજિત થતા વાર્ષિક પતંગ મહોત્સવમાં જરૂર હાજરી આપો. અથવા તો મકરસંક્રાતિ નિમિત્તે ગુજરાતમાં આવો આપને આખું આકાશ રંગબેરંગી જોવા મળશે.

ફોટો કર્ટસી - Meena Kadri

મનમોહક પ્રાકૃતિક સુંદરતા

મનમોહક પ્રાકૃતિક સુંદરતા

ભારતમાં આજે ઘણા એવા સ્થળ છે જે પોતાની પ્રાકૃતિક સુંદરતાના કારણે વિશેષ ખ્યાતિ પ્રાપ્ત છે. આ જ ક્રમમાં લદ્દાખ સ્થિત ત્સોમોરિરી સરોવરની એક સુંદર તસવીર.

ફોટો કર્ટસી - Bharath Kumar V

રણની સુંદરતા

રણની સુંદરતા

લોકોનો મત છે કે રણ કોઇ પણ હોય તે હંમેશા લોકોને બોરિંગ લાગે છે. પરંતુ અમારું સૂચન એ છે કે આપ ગુજરાત સ્થિત કચ્છના રણની યાત્રા ચોક્કસ કરો. અમારો દાવો છે કે આપ અત્રે જે જોશો તે આપે લગભગ જ જોયું હશે.

ફોટો કર્ટસી - Anurag Agnihotri

ડેક્કન ઓડિસી

ડેક્કન ઓડિસી

રેલવે ભારતીય લોકોના જીવનનો અભિન્ન અંગ છે અને તેના વગર આપણું જીવન લગભગ અધૂરું છે. હવે એવામાં જો આપને એક મહારાજાની અનુભૂતિ કરવી હોય તો આપ ડેક્કન ઓડિસી ટ્રેનમાં એકવાર ચોક્કસ બેસો. આવી યાત્રા આપે ક્યાંય નહીં કરી હોય.

ફોટો કર્ટસી - Simon Pielow

રંગોનો તહેવાર

રંગોનો તહેવાર

ભારત ઉપરાંત આખી દુનિયાના સૌથી લોકપ્રિય અને ઉત્સાહી તહેવાર હોળીનું નામ જેવું આપણા દિમાગમાં આવે છે આપણે તેના રંગોમાં રંગાઇ જઇએ છીએ. વૃંદાવનમાં રમાતી હોળીની એક મનમોહક તસવીર.

ફોટો કર્ટસી - Sreeram Nambiar

સુંદર બૈક વૉટર

સુંદર બૈક વૉટર

આજે દક્ષિણના સૌથી સુંદર રાજ્ય કેરળની ગણના તે રાજ્યોમાં થાય છે જે પોતાની સુંદરતાને પગલે દેશ દુનિયાના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. વાત જ્યારે કેરલની થઇ રહી હોય અને એવામાં અમે ત્યાના બૈક વૉટરનો ઉલ્લેખ ના કરીએ તો વાત અધૂરી રહી જાય છે. તો આ જ ક્રમમાં કેરળના સુંદર બૈક વૉટરની મન મોહી લેનારી તસવીર.

ફોટો કર્ટસી - Ryan

ગુજરાતનો અમૂલ્ય ઇતિહાસ હજીએ ધબકે છે આ 7 કિલ્લાઓમાં

ગુજરાતનો અમૂલ્ય ઇતિહાસ હજીએ ધબકે છે આ 7 કિલ્લાઓમાં

વધુ તસવીરો જોવા માટે ક્લિક કરો...

English summary
India has a lot to offer to any traveller. Here are the most fascinating sights that India has to offer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more