• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ રહ્યા સાઉથ ઇન્ડિયાના ટોપ 10 બજેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન

|
Google Oneindia Gujarati News

હંમેશા એવું ધ્યાનમાં આવ્યું છે કે આપણે આપણી ભાગમભાગ અને વ્યસ્ત જીવનમાંથી થોડા સમયનો બ્રેક લઇને કોઇ એવા સ્થળે જવા ઇચ્છતા હોઇએ છીએ જ્યાં જઇને આપણી તમામ ચિંતાઓ દૂર થઇ જાય. અને આપણે પ્રકૃતિના ખોળામાં ખોવાઇ જઇએ. પરંતુ આ બધાની વચ્ચે પણ આપણને હજી એક વસ્તુ અડચણરૂપ બને છે અને તે છે આપણું ટ્રાવેલ બજેટ.

કોઇ પણ પ્રવાસ કરતા પહેલા આપણા મનમાં ઘણા સવાલો થતા હોય છે, જેમાં પ્રમુખ સવાલ એ છે કે આપણે જ્યાં જઇ રહ્યા છીએ ત્યાંનું બજેટ શું હશે, જમવા અને રહેવાનું કેટલું મોંઘુ હશે, શું આપણે બજેટ પ્રમાણે એન્જોય કરી શકીશું? તો આ જ ક્રમમાં આજે અમે અમારા આર્ટીકલ દ્વારા આપને અવગત કરાવીશું દક્ષિણ ભારતના એ ડેસ્ટિનેશનોથી જ્યાં એક તરફ ખૂબ જ સુંદર અને મંત્રમુગ્ધ કરી દેનારા છે તો બીજી તરફ આ આપના બજેટમાં પણ ફીટ બેસશે. તો આવો જાણીએ દક્ષિણ ભારતના આ બજેટ ડેસ્ટિનેશન જે જરા ઊંડાણથી.

આ રહ્યા સાઉથ ઇન્ડિયાના ટોપ 10 બજેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન, જુઓ તસવીરો..

ચિકમંગલૂર

ચિકમંગલૂર

ચિકમંગલૂર ટાઉન કર્ણાટકના સૌથી લોકપ્રિય સ્થાનોમાંનું એક છે. ચિકમંગલૂર પર્વતીય ભૂમિ મલનાડની નજીક સ્તિત છે. આપને જણાવી દઇએ કે ચિકમંગલૂરનો અર્થ થાય છે- 'નાની પુત્રીની ભૂમિ.' કહેવામાં આવે છે કે અત્રેના એક પૈસા વાળા અગ્રણીએ ચિકમંગલૂર દહેજમાં પોતાની નાની દિકરીને આપી દીધી હતી. નોંધનીય છે કે આ એક ખૂબ જ શાંત સ્થાન છે, અને એક આરામદાયક સ્થળની સંજ્ઞા આપી શકાય છે. તેની આસપાસનું વાતાવરણ વિવિધ દ્રશ્યો-નીચી સમતલ ભૂમિથી મલનાડ જેવી પર્વતીય ભૂમિથી યુક્ત છે. જિલ્લામાં મોટી સંખ્યામાં કહવાના બાગાન છે, માટે તેને 'કોફી કેપિટલ ઓફ કર્ણાટક' કહેવામાં આવે છે.

શ્રીરંગાપટ્ટનમ

શ્રીરંગાપટ્ટનમ

શ્રીરંગાપટનમ એક ઐતિહાસિક શહેર છે જે આપની કર્ણાટક યાત્રાને યાદગાર બનાવે છે. શ્રીરંગાપટનમ કાવેરી નદીની બે ધારાઓથી ઘેરાયેલ એક ઉપદ્વીપ છે. આ ઉપદ્વીપ મૈસૂરના ખૂબ જ લગભગ 13 કિમી.ના ક્ષેત્રમાં ફેલાયેલું છે. શ્રીરંગાપટનમ પોતાના ઐતિહાસિક મહત્વના કારણે એક ખૂબ જ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. આ શહેરનું નામ અત્રે સ્થિત રંગનાથસ્વામી મંદિરના નામ પર રાખવામાં આવ્યું છે. નવમી સદીમાં બનેલા આ મંદિરને ખૂબ જ વર્ષો સુધી અનેક પ્રકારે સજાવવામાં આવ્યું. ટીપૂ સુલતાન દ્વારા આ શહેરની વાસ્તુકળામાં હિંદુ-મુસ્લિમ વંશાવલી ઉપસ્થિત છે. અત્રે 'શિવાનસમુદ્ર ઝરણા' જે ભારતનું સૌથી મોટું ઝરણું છે અને 'શ્રીરંગાપટનમનું સંગમ' જ્યાં કાવેરી, કાબિની અને હેમવતી નદિઓનું મિલન થાય છે.

કન્યા કુમારી

કન્યા કુમારી

કન્યા કુમારી જે પૂર્વમાં કેપ કૈમોરિનના નામથી પ્રસિદ્ધ હતું, ભારત તમિલનાડુમાં સ્થિત છે. આ ભારતીય દ્વિપકલ્પના સૌથી દક્ષિણી છેડા પર સ્થિત છે. કન્યાકુમારી એવા સ્થાન પર સ્થિત છે જ્યાં હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગરમાં મળે છે. કેરળ પ્રદેશ આના ઉત્તર પશ્ચિમી અને પશ્ચિમી વિસ્તારમાં સ્થિત છે જ્યારે તિરુનેલવેલિ જિલ્લો તેના ઉત્તરી અને પૂર્વી ભાગમાં સ્થિ છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમ કન્યાકુમારીથી 85 કિમીના અંતર પર છે. આ શહેર પોતાના નયનાભિરામી અને શાનદાર ઉષાકાળ અને સંધ્યાકાળ માટે જાણીતા છે, ખાસ પ્રકારે પૂર્ણિમાના દિવસોમાં.

હમ્પી

હમ્પી

જ્યારે આપ હમ્પીનું નામ સાંભળો છો, તો આપ તુરંત પ્રસિદ્ધ અવશેષોની વચ્ચે વિજયનગરના વિશાળ શહેરની સુંદર વાસ્તુકલા અંગે વિચારીએ છીએ. વિજયનગર સામ્રાજ્યની રાજધાની અને શાનથી હોયસલની પરંપરાગત વાસ્તુકલા શૈલીને પ્રદર્શિત કરતું વિજયનગર અથવા હમ્પી પત્થરની એક ગાથા છે. જોકે હમ્પી એક પ્રાચીન શહેર છે અને તેનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવ્યો છે અને ઇતિહાસકારો અનુસાર તેને કિષ્કિન્ધાના નામથી ઓળખાતું હતું. વાસ્તવમાં 13માંથી 16મી સદી સુધી આ શહેર વિજયનગર રાજાઓની રાજધાની તરીકે સમૃદ્ધ થયું. કર્ણાટકના ઉત્તરી ભાગમાં સ્થિત હમ્પી બેંગલુરુથી માત્ર 350 કિમી. દૂર છે, અને માર્ગ દ્વારા બેંગલુરુથી હમ્પી સુધી માત્ર થોડાક જ કલાકોમાં પહોંચી શકાય છે. આ યૂનેસ્કોનું વિશ્વ વિરાસત સ્થળ છે જે દરેક વર્ષે લાખો પ્રવાસીયોને આકર્ષિત કરે છે.

પોલ્લાચી

પોલ્લાચી

ભારતના દક્ષિણ ભાગમાં તમિલનાડુના કોયંબતૂર જિલ્લામાં સ્થિત છે. પોલ્લાચી દક્ષિણ કોયંબટૂર જિલ્લામાં સ્થિત છે જે શહેરનું બીજો સૌથી મોટો વિસ્તાર છે. આ સ્થાન, પશ્ચિમી ઘાટની પાસે સ્થિત છે અને દર વર્ષે, અત્રેનું હવામાન સુખદ રહે છે. અત્રેની આકર્ષક પ્રાકૃતિક સુંદરતા પ્રવાસીઓનું મન મોહી લે છે. આ સ્થળ પર હજી સુધી લગભગ 1500 ફિલ્મોની શૂટિંગ, છેલ્લા થોડાક જ વર્ષોમાં કરવામાં આવી છે. સુબ્રમણ્યાર મંદિર, પોલ્લાચીનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે.

કરાઇકુડી

કરાઇકુડી

તમિલનાડુ રાજ્યના શિવાગંગઇ જિલ્લામા સ્થિત એક નગર છે કરાઇકુડી. આ સ્થાન આખા નગર પાલિકામાં સૌથી પ્રસિદ્ધ છે અને આ શહેરનો સૌથી મોટો વિસ્તાર છે. આ સ્થાન, ચેટ્ટીનાડ વિસ્તારનો ભાગ છે જેમાં કુલ 75 ગામ આવે છે. આ નગરમાં ભારતની અદ્વિતિય શૈલિવાળા ઘર બનેલા છે. અત્રેના મોટા ભાગના ઘર ચૂનાપત્થરના બનેલા હોય છે, જેમને કરાઇ વીદૂ કહેવામાં આવે છે.

કોટાગિરી

કોટાગિરી

નીલગિરી જિલ્લામાં સ્તિત કોટાગિરીને એક પ્રમુખ હિલ સ્ટેશન હોવાના નાતે કૂન્નૂર અને ઊટીની શ્રેણીમાં રાખવામાં આવી શકે છે. આ ત્રણમાંથી ઘણા મામલામાં સૌથી પાછળ છે, પરંતુ સુંદર વાતાવરણના મામલામાં સૌથી પાછળ નથી. અત્રેથી જ ઇસાઇ મિશનરીના પુત્ર, રાલ્ફ થૉમસ હાચકિન ગ્રિફિથ,એ વેદોના અનુવાદનો શુભારંભ કર્યો હતો. હિલ સ્ટેશન, સમુદ્ર સ્તરથી 1793 મીટરની શાનદાર ઊંચાઇ પર સ્થિત છે, અને ટ્રેકિંગ અભિયાનો માટે એક શાનદાર સ્થળ છે.

વાયનાડ

વાયનાડ

કેરળના 12 જિલ્લાઓમાંથી એક છે વાયનાડ. જે કન્નૂર અને કોઝિકોડ જિલ્લાના મધ્યમાં સ્થિત છે. પોતાની ભૌગોલિક સ્થિતિના કારણે આ એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. પશ્ચિમી ઘાટના હર્યા ભર્યા પર્વતોની વચ્ચે સ્થિત વાયનાડનું પ્રાકૃતિક સૌંદર્ય આજે પણ પોતાના પ્રાચીન રૂપમાં છે. આ સ્થાનથી પ્રભાવિત કરનારી સુંદરતા આપની ભૂખી આંખો માટે ભોજન સમાન છે. વાયનાડ વાસ્તવમાં શાંતિ અને સંતુષ્ટીની ખોજ માટે એક આદર્શ સ્થાન છે.

વર્કલા

વર્કલા

તિરુવનંતપુરમ જિલ્લામાં આવેલું એક સુંદર તટીય શહેર છે. આ કેરળના દક્ષિણ ભાગમાં સ્થિત છે. વર્કલા જ કેરળમાં એકમાત્ર એવું સ્થાન છે જ્યાં પહાડો, સમુદ્રની નજીક છે. આ વિશિષ્ટતા, અરબ સાગરની શિલાઓની સાથે વિલયતાના કારણે થઇ છે. ભારતીય ભૂ- વૈજ્ઞાનિક સર્વેક્ષણ આ સ્થળને વર્કલા ફોર્મેશનના નામથી પોકારે છે. અત્રેના તટો પર પાણીની વાછોટના કારણે ડિસ્કવરી ચેનલને શ્રેષ્ઠ દસ મૌસમી સમુદ્ર તટોમાં વર્કલાને સામેલ કરવું પડ્યું.

વિઝાગ વિશાખાપટ્ટનમ

વિઝાગ વિશાખાપટ્ટનમ

આંધ્ર પ્રદેશ રાજ્યમાં એક પ્રસિદ્ધ બંદરગાહ શહેર છે. જેને વિઝાગના નામથી ઓળખવામાં આવે છે. ભારતના દક્ષિણ-પૂર્વ સમુદ્ર તટ પર સ્થિત વિઝાગ, આંધ્ર પ્રદેશનું બીજું મોટું શહેર છે. વિઝાગ આમતો ઔદ્યોગિક શહેર છે. પરંતુ પોતાના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ, હરિયાળા પરિદ્રશ્યો, સુંદર સમુદ્રી કિનારાઓ અને સુંદર પહાડોના કારણે આ એક પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહ્યું છે.

પોરબંદરના રમણીય માધવપુર બીચને નીહાળો તસવીરોમાં...

પોરબંદરના રમણીય માધવપુર બીચને નીહાળો તસવીરોમાં...

બીચને નીહાળો તસવીરોમાં...બીચને નીહાળો તસવીરોમાં...

English summary
India Take a look at these 10 budget travel destinations in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X