For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ઉત્પન્ન થયેલી ઊર્જા દેશમાં અજવાળા પાથરશે: CM

500 કરોડના ખર્ચે નિર્મિત વેસ્ટાસ બ્લેડ્સ મેન્યુફેકચરિંગ યુનિટનું ઉદઘાટન કરતાં મુખ્‍યમંત્રી રૂપાણીએ કહ્યું એક વર્ષમાં પવન ઊર્જા દ્વારા ૧ હજાર મેગાવોટ વીજળીનું રાજ્યમાં ઉત્પાદન કરવામાં આવશે

|
Google Oneindia Gujarati News

મુખ્‍યમંત્રી વિજય રૂપાણી એ આગામી એક વર્ષમાં રાજ્યમાં ૧ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની વાત શનિવારે અમદાવાદ જિલ્લાના રજોડા, તા.બાવળા ખાતે કરી હતી. તે અહીં રૂ. 500 કરોડના ખર્ચે નિર્મિત ડેન્માર્ક ની કંપની વેસ્ટાસ બ્લેડ્સ મેન્યુફેકચરિંગ યુનિટનું ઉદઘાટન કરવા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાત ક્લીન એનર્જી ક્ષેત્રે આગળ વધવા માંગે છે. રાજ્યમાં બિનપરંપરાગત સ્ત્રોતો દ્વારા ૪૭૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેના ઉપયોગ દ્વારા સ્વચ્છ વીજળી મેળવવા સાથે તે ક્લાયમેન્ટ ચેન્જ માટે પણ ઉપયોગી બનશે. વધુમાં આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાતે ડિફેન્સ, એરોસ્પેસ, મેન્યુફેક્ચરિંગ વગેરે જેવી ૧૭ ઉદ્યોગો માટેની પોલિસીઓની જાહેરાત કરી છે અને વડાપ્રધાનનું મેક ઈન ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કર્યું છે.

vijay rupani

તેમણે ઉમેર્યું કે, ગુજરાત વીજ ક્ષેત્રે સરપ્લસ વીજળી ધરાવતું રાજ્ય છે. જ્યોતિગ્રામ યોજના દ્વારા રાજ્યના તમામ ગામોમાં વીજળી પહોંચાડવામાં આવી છે હવે પવનઊર્જા દ્વારા ઉત્પાદિત વીજળી અન્ય રાજ્યોને પણ પહોંચાડી સમગ્ર દેશમાં તેનાં અજવાળા પાથરવાં છે. તેમણે જણાવ્યું કે વાયબ્રન્ટની સફળ શ્રૃંખલાને પરિણામે ગુજરાત ઉદ્યોગકારોનું રોકાણ માટેનું ફેવરીટ ડેસ્ટિનેશન બન્યું છે. વેસ્ટાસ દ્વારા ગુજરાતમાં જે પ્લાન્ટની સ્થાપના થઈ છે તેમાં પવનચક્કી પાંખોઓ દ્વારા 500 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. વધુમાં પવનઊર્જા દ્વારા નિર્મિત વીજળીના ભાવ પણ ઉત્તરોતર ઘટી રહ્યાં છે જેના કારણે તે પર્યાવરણ સમતે સસ્તી વિજળી પણ આપશે. વધુમાં રૂપાણીએ જણાવ્યું હતું કે સંરક્ષણ માટે પણ પવનઊર્જાનો ઉપયોગી કરાશે.

vijay rupani

Read also : 60 કરોડના ખર્ચે થલતેજ-શીલજ-રાંચરડા રોડ પર બનશે ઓવરબ્રીજ Read also : 60 કરોડના ખર્ચે થલતેજ-શીલજ-રાંચરડા રોડ પર બનશે ઓવરબ્રીજ

મુખ્યમંત્રીની હાજરીમાં ગુજરાતની વીજ ક્ષેત્રે કાર્યરત જેડા અને કન્ટીન્યૂઅસ એનર્જી તથા વેસ્ટાસ સાથે૧ હજાર મેગાવોટ પવન ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરવાના M.O.U. થયા હતા. ત્યારે આ પ્રસંગે વેસ્ટાસ કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર શોન માર્કેએ ગુજરાત સરકાર દ્વારા આ પ્લાન્ટની સ્થાપના માટે સહયોગ મળ્યો છે તેની સરાહના કરી હતી. આ ઉદઘાટન પ્રસંગે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, વેસ્ટાસ કંપનીના પ્રેસિડેન્ટ ઓગસ્ટીન, વાઈસ પ્રેસિડેન્ટ જહોની હોઈ ઉપસ્થિત રહ્યાં હતા.

English summary
Gujarat CM Vijay Rupani inaugurates new wind power blade mfg unit of Vestas at Rajoda near Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X