ચોમાસાની ઋતુમાં રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરાયું

monsoon season: ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારની 100 ટકા સહાયથી રાજ્યમાં નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં છે.

આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત), લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે.

cow

મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 5.53 લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ, 62 લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ, 44 લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ, 1.66 લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા 1.54 કરોડ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ કરાયું છે.

આ ઉપરાંત ઈયર ટેગિંગ દ્વારા પશુધનને આગવી ઓળખ આપવાની કામગીરીમાં ગુજરાત રાજ્ય અવ્વલ છે. અત્યાર સુધીમાં 2.46 કરોડ મોટા પશુઓ અને 11 લાખ ઘેટાં-બકરા મળીને કુલ 2.57 કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી છે, તેમ પણ તેમ તેમણે ઉમેર્યું હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X