કિસાન સન્માન નિધિનો 15મોં હપ્તો રિલીઝ, 18 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાયા
કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિનો 15 મોં હપ્તો રિલિઝ કરી દીધો છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના ખુંટી જિલ્લામાંથી આ હપ્તો જારી કર્યો.
દેશભરના આઠ કરોડથી વધુ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 15 હપ્તાના રૂપમાં 18 હજાર કરોડ રૂપિયાની રકમ જારી કરાઈ છે.

જણાવી દઈએ કે, ભારત સરકારે PM કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો મેળવવા માટે લાભાર્થીઓ માટે ભુલેખ નંબરિંગ, બેંક ખાતાની આધાર સીડીંગ અને ઇ-કેવાયસી ફરજિયાત બનાવીછે.
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ એક વર્ષમાં નાણાકીય સહાય તરીકે દર ચાર મહિને 2,000ના હપ્તા તરીકે વર્ષે કુલ 6,000ની રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ યોજના ડિસેમ્બર 2018માં શરૂ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યારસુધીમાં ખેડૂતોના ખાતામાં 15 હપ્તા જમા કરાયા છે.












Click it and Unblock the Notifications
