રાજ્યમાં નકલી ખાતર-બિયારણને લઈને 19 ટીમો દ્વારા ચેકિંગની કામગીરી, 2 દિવસ અભિયાન ચાલશે
રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ માટે સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ૩૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા ૨૩ મેંથી સ્ટેટ લેવલની ૧૯ સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરી છે.

રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના 32 ઉત્પાદકો તેમજ બિયારણના 419, ખાતરના 268 અને દવાના 378 વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી મુલાકાત લીધી છે.
આ મુલાકાત દરમિયાન બિયારણના 210, ખાતરના 51 અને દવાના 29 એમ કુલ 290 નમૂના લેવામાં આવ્યા છે જેને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવશે.
આ 290 નમૂના એકત્ર કરવામાં આવ્યા છે તેમાં કપાસના 108 નમૂના લેવાય છે તેમાં 43 નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા છે.
આ સિવાય સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલા કપાસના આઠ નમૂના પૈકીના પાંચ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અનઅધિકૃત કપાસ તરીકે લેવાય છે. ખાસ કિસ્સામાં પાંચ દિવસમાં તેનું એનાલિસિસ કરીને પરિણામ જાહેર કરાશે.
આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન પ્રથમ દિવસે એક જ દિવસમાં અંદાજે 1.68 કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે, જેમાં બિયારણનો 52,619 કિલોગ્રામ, ખાતરનો 82 મેટ્રિક ટન અને દવાઓનો 600 કિલોગ્રામ/લિટર જથ્થાનો સમાવેશ થાય છે.
આ રાજ્ય વ્યાપી સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન 19 ટીમને જોવા મળેલી અલગ-અલગ ખામીઓ ધ્યાનમાં લેતા 234 જેટલી નોટિસ પણ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
