For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક વીમા યોજનાનો લાભ ઉઠાવવા 31 જૂલાઈ સુધીનો સમય, બેંક અકાઉન્ટમા આ ડૉક્યુમેન્ટ આપવાના રહેશે

પાક વીમા યોજનાનો લાભ ઉઠાવવા 31 જૂલાઈ સુધીનો સમય, બેંક અકાઉન્ટમા આ ડૉક્યુમેન્ટ આપવાના રહેશે

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ અને દેશવ્યાપી લૉકડાઉનનો માર ઝેલી રહેલા ખેડૂતોને રાહત આપવા માટે મોદી સરકારે મોટું પગલું ઉઠાવ્યું છે. કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી સફલ વીમા યોજનાનો લાભ ઉઠાવવા માટે દેશભરના ખેડૂતોએ 31 જુલાઈ 2020 સુધી પોતાના બધા જરૂરી કાગળો બેંકમા જમા કરાવવાના રહેશે. જણાવી દઈએ કે સરકારની સ્કીમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પ્રાકૃતિક આપદાથી બર્બાદ થયેલ પાકના નુકસાનનું વળતર ખેડૂતોને આપામાં આવે છે.

આપદાથી બરબાદ થયેલ પાકનું વાળતર ચૂકવાશે

આપદાથી બરબાદ થયેલ પાકનું વાળતર ચૂકવાશે

ઉલ્લેખનીય છે કે અગાઉ કોરોના વાયરસ લૉકડાઉનને પગલે ખેડૂતો પોતાના ખેતરે કામ નહોતા કરી શક્યા અને તે બાદ ચક્રવાતી તોફાન અમ્ફાન અને નિસર્ગે ખેડૂતોના પાકને બરબાદ કરી નાખ્યો. પાક વીમા યજના અંતર્ગત સરકાર ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરશે. જ કોઈ ખેડૂત આ સ્કીમ સાથે જોડાયેલો નથી તો પરેશાન થવાની જરૂરત નથી, આવા હાલાતમાં ખેડૂતોને પાકના નુકસાનની સ્થિતિમાં બેંકોથી મોટી મદદ મળી શકે છે.

31 જુલાઈ સુધી બેંકને જાણકારી આપવાની રહેશે

31 જુલાઈ સુધી બેંકને જાણકારી આપવાની રહેશે

પ્રધાનમંત્રી ફસલ વીમા યજનાનો લાભ ઉઠાવવા માટે ખેડૂતોએ 31 જૂલાઈ 2020 પહેલા પોતાની બેંક શાખાનો સંપર્ક કરવો પડશે. સાથે જ તેમના દ્વારા માંગવામાં આવેલી જણકારી પણ આપવી પડશે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે ખેડૂતોએ આ સ્કીમ માટે પતાની બેંકની જલદી જ સૂચિત કરવી પડશે. આના માટે નૉન-લૉન કિસાન સીએસસી, બેંક, એજન્ટન સંપર્ક કરી શકો છો અથવા વીમા પોર્ટલ પર ફસલ વીમો ખુદ કરાવી શકો છો.

આ દસ્તાવેજ જમા કરાવવા પડશે

આ દસ્તાવેજ જમા કરાવવા પડશે

પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોના નુકસાનની ભરપાઈ માટે તમારી બેંકને આઈડી પ્રૂફ, એડ્ર્સે પ્રૂફ, ખેતરનો સર્વે નંબર અને ખેતરે પાકનું નુકસાન થયું હોવાનું સબૂત અને તમારો એક પાસપોર્ટ સાઈઝનો ફોટો આપવો પડશે. આ સ્કીમનો લાભ ત્યારે જ મળી શકે છે તજો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તરફથી તમારા વિસ્તારને પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત ઘોષિત કરવામાં આવ્યો હોય, સાથે જ જો તમારો પાક 33 ટકા અથવા તેનાથી વધુ બરબાદ થય હોય ત્યારે જ તમને મદદ મળી શકે છે.

આવી પ્રાકૃતિક આપદાઓમાં મદદ મળે છે

આવી પ્રાકૃતિક આપદાઓમાં મદદ મળે છે

ભૂકંપ, હિમસ્ખલન, દુષ્કાળ, તોફાન, પૂર, આગ લાગવી, વાદળ ફાટવાં, પાકમા કીડા લાગવા અને શીત લહેર વગેરે જેવી પ્રાકૃતિક આપદાથી નષ્ટ થઈ હોય ત્યારે ખેડૂતોને પતાના પાકના નુકસાનની ભરપાઈ મળી શકે છે. આના માટે સૌથી પહેલા તમારે બેંકમાં ફસલના નુકસાનની સૂચના આપવી પડશે. આ ઉપરાંત એમ પણ જણાવવું પડશે કે જો તમે લૉન લીધી છે તો તેને ચૂકવવી પણ સંભવ નથી.

આ નંબર પર મદદ મળી શકે છે

આ નંબર પર મદદ મળી શકે છે

ફસલ બરબાદ થવા પર ખેડૂત પતાના નુકસાનની ભરપાઈના ક્લેમ હેતુ વીમા કંપનીના ટોલ ફ્રી નંબર 18002005142 અથવા તો 1800120909090 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત પીડિત ખેડૂત વીમા કંપની અને કૃષ વિભાગ વિશેષજ્ઞન સંપર્ક સાધી શકે છે. ક્લેમ માટે 72 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે, નુકસાનનું આંકલન કર્યા બાદ જ ખેડૂતોને નુકસાનની ચૂકવણી કરવામાં આવે છે.

Gold Rate: જલદી જ સોનું 50 હજારને પાર તો ચાંદી 53 હજારને પાર પહોંચશેGold Rate: જલદી જ સોનું 50 હજારને પાર તો ચાંદી 53 હજારને પાર પહોંચશે

English summary
31st july is last date to claim for pradhanmatri fasal bima yojana, know details in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X