વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં 1401 કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ 4 MoU થયા, જાણો જનતાને શું થશે લાભ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શન હેઠળ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટર ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃતિ જાન્યુઆરી-2024માં યોજાવાની છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.
આ વાયબ્રન્ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્ટ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.

આ ઉપક્રમનાં બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂપિયા 1401 કરોડના કુલ રોકાણો સાથે 4 જેટલા MoU બુધવાર, 2 ઓગષ્ટના રોજ ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.
આ અનુસાર કેમિકલ સેક્ટરમાં કુલ 1401 કરોડ રૂપિયાના રોકાણો માટે 4 ઉદ્યોગગૃહોએ MoU કર્યા હતા. આ ઉદ્યોગો ભરૂચ જિલ્લાની સાયખા તથા દહેજ GIDCમાં પોતાના ઉદ્યોગો શરૂ કરશે અને અંદાજે 2285 જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડશે.
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજ્ય સરકાર વતી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.
પ્રતિ બુધવારના રોજ યોજવામાં આવતા આ MoU સાઈનિંગના ઉપક્રમની બે કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂપિયા 2761 કરોડના રોકાણોના 10 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ પાંચ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.
આ ઉપરાંત ટેક્ષટાઈલ સેક્ટરમાં-1800, એન્જિાનિયરીંગ સેક્ટરમાં-700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-2285 જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.
આ MoU કરનારા સૌ ઉદ્યોગકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડિયા નેમ સાકાર કરતું બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં છે, તેના પરિણામે તેઓ પોતાના ઉદ્યોગો ગુજરાતમાં શરૂ કરવા આકર્ષિત થયા છે, તેમ જણાવ્યું હતું.
એટલું જ નહીં, રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટિવ એડમીનીસ્ટ્રેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છે, તેની પણ પ્રશંસા કરી હતી.
2 ઓગષ્ટના રોજ થયેલા MoU અનુસાર સાયખા અને દહેજ GIDC 2024થી 26 સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે જે ચાર MoU થયા છે, તેમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-2માં રૂપિયા 50 કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે, તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમીટેડ સાયખા GIDCમાં રૂપિયા 943 કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લિંગ પ્રોજેક્ટ શરૂ કરશે.
હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમીટેડ રૂપિયા ૩૦૦ કરોડના રોકાણો સાથે દહેજ-1માં સ્પેશિયાલિટી કેમિકલ્સ પ્લાન્ટસ તેમજ આશુ ઓર્ગેનિક ઈન્ડિયા પ્રા. લિમિટેડ દહેજ-3માં રૂપિયા 108 કરોડના રોકાણ સાથે ડાઈસ એન્ડસ પિગ્મેટન્ટ ઈન્ટગરમિડિયેટ્સ ઉત્પાદન પ્લાન્ટર શરૂ કરવાના છે.
આ MoU સાઈનિંગ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, GIDCના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તથા ઈન્ડેાક્ષ-બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
