રોજનું 82 લીટર આપતી ગાય જોઈએ છે? ન જોઈ હોય તો લો જોઈ લો

ભારતીય પશુપાલન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે, જેમાં હરિયાણાના કરનાલ જિલ્લામાં સ્થિત નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NDRI)ની એક હોલસ્ટીન ફ્રિઝિયન (HF) જાતની ગાયે 24 કલાકમાં 82 લિટર દૂધ આપીને રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે.

આ ગાયનું નામ ગંગા છે અને તેની ઉંમર 6 વર્ષ છે. ગંગાએ આ સિદ્ધિ સાથે પૂર્વ રેકોર્ડને પાછળ છોડી દીધો છે, જે 80 લિટર દૂધનો હતો.

Cow That Produces 82 Liters of Milk

NDRIના વૈજ્ઞાનિકો અનુસાર, ગંગાની આ સિદ્ધિ તેના ઉત્તમ જિન અને યોગ્ય સંભાળનું પરિણામ છે. હોલસ્ટીન ફ્રિઝિયન જાતની ગાયો તેના ઊંચા દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. ગંગાએ આ ક્ષેત્રે એક નવી ઉંચાઈ હાંસલ કરી છે.

આ રેકોર્ડથી ભારતના દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં નવી આશાઓ જાગી છે છે અને પશુપાલકોને ઉત્તમ સંભાળ અને પોષણ દ્વારા વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહન મળશે.

NDRIના નિષ્ણાતોનું માનવું છે કે ગંગાની આ સિદ્ધિ ભારતના દૂધ ઉદ્યોગ માટે એક માઇલસ્ટોન છે અને દેશના દૂધ ઉત્પાદન ક્ષમતાને વધારવામાં મદદરૂપ થશે. આ સાથે પશુપાલન ક્ષેત્રે નવી તકનિકો અને સંશોધનો દ્વારા વધુ પ્રગતિની અપેક્ષા છે.

જણાવી દઈએ કે, ભારતમાં ઘણી પ્રકારની સુધારેલી ગાયની પ્રજાતિઓ જોવા મળે છે અને તે પશુપાલકોની આવક પણ વધારે છે. ગાયોની ક્ષમતાના પ્રદર્શન માટે દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રાણી પ્રદર્શનોનું આયોજન કરવામાં આવે છે.

પંજાબના લુધિયાણા જિલ્લાના જગરાવ ખાતે તાજેતરમાં યોજાયેલા 18માં ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય PDFA ડેરી અને કૃષિ એક્સ્પોના બીજા દિવસે ડેરી સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રદર્શનમાં ઘણા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગંગા પણ આ સ્પર્ધા માટે જ અહીં લાવવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X