Kisan Schemes : ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Kisan Schemes : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં કૃષિ અને સહકાર વિભાગે પાંચ સરકારી યોજનાઓને લઈને આ નવો નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારના કૃષિ સહકાર વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અનુસાર, હવે યોજનાઓની સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં પણ જમા કરવામાં આવશે.

Kisan Schemes : સરકારનો મહત્વપૂર્ણ પગલું
ગુજરાત સરકારની સહકારથી સમૃદ્ધિ પહેલ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી. હવે આ સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં જમા થશે, જેનાથી ખેડૂતોને વધુ સગવડતા મળશે.
Kisan Schemes : આ યોજનાઓ પર લાગુ થશે નવો નિયમ
વરહ કિસાન કલ્પવૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાઓ હેઠળ મળનારી સહાય હવે મધ્યસ્થ સહકારી બેન્કમાં જમા કરાશે.
આ નિર્ણયથી ખેડૂતો માટે સહાયની પ્રક્રિયા વધુ સરળ બનશે અને સહકાર ક્ષેત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે.












Click it and Unblock the Notifications
