Agriculture : ગોડાઉન બનાવવા માટેની યોજનામાં સહાય વધારાઈ, જાણો હવે કેટલી સહાય મળશે?

Agriculture : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાર સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. હવે ગુજરાત સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના માટેની સહાયમાં વધારો કર્યો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, ખેડૂતોને ખેતરમાં જ સંગ્રહસ્થાન ઉભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકાઈ હતી.

Chief Minister Crop Storage Structure Scheme

આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછુ 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કુલ ખર્ચના 50 ટકા અથવા 75 હજારની સહાય આપવામાં આવતી હતી. હવે ગુજરાત સરકારે આ સહાયમાં વધારો કર્યો છે. હવે ગોડાઉન બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના ૫૦ ટકા અથવા 1 લાખ બન્નેમાંથી જે ઓછુ હશે તેટલી સહાય આપવામાં આવશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત વર્ષ 2020-21 થી વર્ષ 2023-4 સુધીમાં રાજ્યના 36,600 થી વધુ ખેડૂતોને સંગ્રહસ્થાન ઉભું કરવા 194.27 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

સહાયની રકમમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યભરના કુલ 13982 ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X