Agriculture news: ખેડૂતો ખાસ વાંચે! આ રીતે ખરીફ પાકને રાખો રોગમુક્ત
Agriculture News: ખરીફ કઠોળ પાકમાં થતા રોગોના સંકલિત વ્યવસ્થાપનને ધ્યાને રાખીને ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
રાજ્યના ખેડૂતોને જાગૃત કરવા તેમજ તેમના પાકને રોગમુક્ત રાખવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ખરીફ કઠોળ પાકને રોગમુક્ત કરવા મગની ગુજરાત આણંદ મગ-5, મગ-6, મગ-7 તેમજ અડદની ટી-9 જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેતી નિયામકની માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર, રોગમુક્ત છોડ પરથી એકઠા કરેલા દાણાનો બિયારણ તરીકે ઉપયોગ કરી શકાય છે.
વિષાણુંથી થતી પાનની કરચલીને નિયંત્રણમાં લાવવા માટે બિયારણનું વાવેતર કરતા પહેલા 55 સેંન્ટીગ્રામ ગરમ પાણીમાં તેને 30 મીનીટ સુધી રાખ્યા પછી ઉપયોગમાં લેવું જોઈએ.

આવું કરવાથી પાકમાં થતા રોગને અટકાવી શકાય છે. મગ, મઠ, અડદ જેવાં પાકોમાં મેક્રોફેમિના બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ધાન્ય પાકોની ફેરબદલી કરવી હિતાવહ છે.
આ ઉપરાંત બીજને વાવતા પહેલાં થાયરમ, કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફુગનાશકોનો 2-2 ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ પટ આપવો જોઈએ.
જીવાણુંથી થતા પાનના ટપકાના રોગને નિયંત્રણમાં લાવવા બીજને સ્ટ્રેપ્ટોસાયક્લીન 250 પીપીએમ દ્રાવણમાં 15 મીનીટ બોળી રાખીને પછી તેની વાવણી કરવી જોઈએ.
વધુમાં, તુવેરમાં સુકારો વિલ્ટ રોગના નિયંત્રણ માટે જમીનજન્ય રોગ પ્રતિકારક જાતો ગુજરાત તુવેર-109, જી.ટી. 109 શ્વેતા, એ.જી.ટી 2, જી.જે.પી. 1, જી.ટી. 103, જી.ટી. 104, જી.ટી. 105, જી.ટી. 106, જી.જે.પી-1, બી.ડી.એન.-2 અથવા વૈશાલીનું વાવેતર કરવું જોઈએ.
દર ત્રણ વર્ષે દિવેલા કે જુવાર પાકની સાથે પાક ફેરબદલી કરવી હિતાવહ છે. જમીનની તૈયારી વખતે 10 ટન પ્રેસમડ અથવા ટ્રાયકોડમાં હરજીયાનમ ફૂગની વૃદ્ઘિ કરવામાં આવેલું હોય, તેવું છણિયું ખાતર 2 ટન પ્રતિ હેક્ટર મુજબ ચાસમાં આપવું જોઈએ.
જૈવિક પદ્ધતિથી બીજ માવજત માટે 4 ગ્રામ ટ્રાયકોડરમાં હરજીનીયમ અને 2 ગ્રામ વાઇટાવેક્ષ પ્રતિ કિલોગ્રામ બીજ મુજબ બીજ માવજત આપવી જોઈએ.
આ ઉપરાંત રાસયણિક પદ્ધતિથી બીજ માવજત માટે બીજને કાર્બેન્ડેઝીમ 50 ટકા અને થાયરમ 50 ટકાના પ્રમાણમાં મિશ્ર કરી 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ મુજબ બીજ માવજત આપવી જોઈએ.
જ્યારે તુવેરમાં વંધ્યત્વ રોગના નિયંત્રણ માટે પાકની સમયસર વાવણી કરવી તેમજ બે હાર વચ્ચે 30-40 સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ, તેમ ખેતી નિયામકની યાદીમાં વધુમાં જણાવાયું હતું.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી








Click it and Unblock the Notifications
