ખેતી સમાચાર : જંગલી ભુંડથી પરેશાન છો તો તમારા માટે છે આ સરકારી યોજના, આવી રીતે ઉઠાવો લાભ

ખેતી માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓમાં સરકાર પાક સરક્ષણ માટે ખેડૂતોને સહાય આપે છે.

સરકાર દ્વારા ખેડૂતોને જંગલી પ્રાણીઓ દ્વારા થતી હેરાનગતિ દુર કરવા ખેડૂતોને કાંટાળા તારની વાડ બનાવવા માટે ખાસ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો ખેતર ફરતે કાંટાળી વાડ બનાવી શકે છે.

Agriculture News

ખેડૂતોના ખેતરનો તૈયાર પાક ભુંડ અને રોઝ જેવા જંગલી પ્રાણીઓના કારણે નાસ પામે છે. ખોરાકની શોધમાં રોઝ, નીલગાય, શિયાળ સહિતના પ્રાણીઓ ખેતરોના ઉભા પાકને નુકસાન પહોંચાડતાં હોય છે. રાજ્ય સરકાર દ્વારા રોઝ ભુંડ જેવા પ્રાણીઓથી ખેતી પાકના રક્ષણ માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડની યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત એક સાથે 5 ખેડૂતોનું જૂથ કાંટાળી તાર યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં લાભાર્થી જૂથને રનીગ મીટર દીઠ 200 અથવા ખરેખર ખર્ચાના 50 ટકા બેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય મળશે. આ મટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરવાની હોય છે.

કેવી રીતે અરજી કરવી?
અરજી કરવા માટે i-ખેડૂત પોર્ટલની મુલાકાત લો. જેમાં તમને અલગ અલગ યોજનાઓના વિકલ્પ મળશે. જેવી કે ખેતીવાડીની યોજનાઓ, જમીન અને જળ સંરક્ષણ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરે ઓપ્શન મળે તેમાંથી જમીન અને જળ સંરક્ષણ પર ક્લિક કરો. આગળ તમને ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના લખેલુ મળશે, ત્યાં ક્લીક કરો અને અરજી કરો.

અહીં તમારે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. એમાં તમારે તમારી તમામ વિગતો અરજદારની વિગત, રેશનકાર્ડની વિગત, બેંક ખાતાની વિગત ભરવાની રહેશે. ત્યારબાદ એની નકલ મેળવી લેવાની રહેશે. અને ઉપર જણાવ્યા અનુસાર, તમારા સંલગ્ન જીલ્લાની નિગમની કચેરી ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X