ખેતી સમાચાર : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે
એક તરફ ચોમાસાની નબળી સિઝનથી ઘણા ખેડૂતો પરેશાન છે ત્યારે હવે હવામાન વિભાગે ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં માવઠાના સંજોગ બની રહ્યા છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી 24 થી 28 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની સંભાવના છે. કેટલાક વિસ્તાોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે.

એક તરફ ઘણા ખેડૂતો વાવેતર કરવા માટે જમીન તૈયાર કરી રહ્યા છે ત્યારે આ માવઠુ ખેડૂતોની મુશ્કેલીમાં મોટો વધારો કરી શકે છે. જો માવઠુ થશે તો શિયાળુ વાવેતરને મોટો ફટકો પડી શકે છે.
જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતો ખાસ નવેમ્બર મહિનામાં જીરૂ અને ઘઉં જેવા શિયાળુ પાકોનું વાવેતર કરતા હોય છે. હાલ વાવેતરની સિઝનનો વરસાદ જીરૂના ઉગેલા પાક માટે પણ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.












Click it and Unblock the Notifications
