અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળને કૃષિ રાહત પેકેજ માટે અભિનંદન આપ્યા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતમાં તાજેતરમાં થયેલા માવઠાને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાં બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળ અભિનંદન પાઠવ્યા છે.

અમિત શાહે જણાવ્યું કે, જ્યારે તેમને પ્રત્યેક હેક્ટર દીઠ ૨૨,૦૦૦ના રાહત આંકડાની જાણ થઈ ત્યારે તેમણે પોતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને આટલા મોટા ખર્ચ અંગે પૂછ્યું હતું. તેના જવાબમાં, મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે, જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું, પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વાળી નહીં જુએ.
અમિત શાહે આ પેકેજને એક નવો ચીલો ચાતરનારો અને દેશભરની અન્ય સરકારો માટે એક ઉદાહરણ પૂરું પાડનારો ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, માવઠાને કારણે ઊભો પાક બગડ્યો હોવાથી આ પેકેજ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
રાહત પેકેજ ઉપરાંત અમિત શાહે મગફળીની ખરીદી અંગે લેવાયેલા તાત્કાલિક નિર્ણય બદલ પણ ભૂપેન્દ્ર પટેલ સરકારની સરાહના કરી.
તેમણે માહિતી આપી કે મગફળીની ખરીદી અંગે રાજ્ય સરકારનો પત્ર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને તુરંત જ મંજૂર કરી દીધો હતો.
આ નિર્ણયથી બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર સહિતના મગફળી પકવતા તમામ ખેડૂતોને તેમની સમગ્ર મગફળીની ઉપજ ટેકાના ભાવ (MSP) થી ખરીદવાની છૂટ મળી છે.












Click it and Unblock the Notifications
