માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી રહેશે બંધ, જાણો શું છે ચાઈનીઝ લસણનો વિવાદ?
controversy of Chinese garlic in Gujarat: વર્તમાન સમયમાં ચાઈનીઝ લસણને લઇને ગુજરાતમાં વિવાદ સર્જાયો છે. રાજકોટ સહિત સમગ્ર દેશના માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણની આવક મામલે લસણના વેપારીઓ દ્વારા મંગળવારે એક દિવસ માટે લસણના વેપારથી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ નિર્ણય હેઠળ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજીનો બહિષ્કાર કરવા માટે વેપારીઓ જોડાયા છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉપલેટાના અલ્તાબ નામના ખેડૂત દ્વારા ચાઈનીઝ લસણના 30 કટ્ટા લાવવામાં આવ્યા છે. જે બાદ ચાઈનીઝ લસણની આવકથી રોષ ફાટી નિકળ્યો છે. આ લસણનો જથ્થો ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે સીઝ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલે ચાઈનીઝ લસણને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયું છે. આ સાથે જે ખેડૂત ચાઈનીઝ લસણ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાવ્યો હતો, તેની પણ પૂછપરછ કરવામાં આવશે.

ગુજરાતમાં સામાન્ય રીતે લસણનું વાવેતર ફક્ત શિયાળામાં જ કરવામાં આવે છે. આ સાથે લસણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં થાય છે. સૌરાષ્ટ્રમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાંથી લસણનું વેચાણ કરવા માટે આવે છે.
લસણના ભાવ - વર્તમાન સમયમાં માર્કેટિંગ યાર્ડમાં લસણની વ્યાપક માંગ વધારે છે, જે સામે ઉત્પાદન ઓછું છે. જે કારણે ખેડૂતોને લસણના વધારે ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના 4500 થી લઈ 6500 પ્રતિ મણ સુધીના ભાવ મળે છે.
શું છે ચાઈનીઝ લસણનો વિવાદ? - ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ જતા સૌરાષ્ટ્રના વેપારીઓ તેમજ ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
રાજકોટ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા ગોંડલમાં મળી આવ્યું છે, એ લસણ મોટા કન્ટેનર ચીનથી ઠલવાઈ ગયા હોય તે પૈકીનું હોવાની શક્યતા છે, અને સરકાર આ અંગે ઉંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, વેપારીઓ અને ખેડૂતોને એવી શંકા છે કે, ભારતના ચાઈનીઝ લસણ પરના પ્રતિબંધની અવગણના કરીને ચીન દ્વારા અન્ય દેશથી ભારતમાં મોટી માત્રામાં લસણ ઠાલવી દેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
