Banas dairy news : બનાસ ડેરીની સાધારણ સભામાં પશુપાલકો માટે 20% ભાવ વધારાની જાહેરાત

Banas dairy news : પાલનપુરના બાદરપુરામાં આવેલી બનાસ ઓઈલ મિલ ખાતે બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સભામાં મોટી સંખ્યામાં પશુપાલકો અને દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.

Banas dairy news

બનાસ ડેરીએ આ વર્ષે દૂધના ખરીદ ભાવમાં 20% નો નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારાને કારણે પશુપાલકોને કુલ ₹2,909.08 કરોડ રૂપિયાનો ભાવફેર ચૂકવવામાં આવશે, જે ડેરીના ઇતિહાસમાં સૌથી મોટો ભાવફેર છે.

આ કુલ રકમમાંથી ₹2,131.68 કરોડની ચૂકવણી બનાસ ડેરી પોતે કરશે, જ્યારે બાકીના ₹778.12 કરોડ રૂપિયા સંબંધિત દૂધ મંડળીઓ દ્વારા પશુપાલકોના ખાતામાં જમા કરવામાં આવશે.

ડેરીના આ નિર્ણયથી દૂધ ઉત્પાદકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ ભાવ વધારો પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે અને તેમને વધુ દૂધ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X