Budget 2024 : બજેટમાં ખેડૂતોને શું મળ્યુ? જાણો બજેટની મહત્વની જાહેરાતો
Budget 2024 : નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એનડીએ સરકારનું પહેલુ બજેટ રજુ કર્યુ છે. આ બજેટમાં ખેતીને લઈને કેટલીક જાહેરાતો કરવામાં આવી છે.
ખેડૂતોને એનડીએ સરકારથી બજેટમાં ઘણી અપેક્ષાઓ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા ખેડૂતો માટે જાહેરાત કરી છે કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. જે ગ્રામ પંચાયતો આ યોજના અમલમાં મૂકવા માંગે છે. તેમને ત્યાં પ્રમોશન આપવામાં આવશે.
સરકાર કઠોળ અને તેલીબિયાં માટે તેના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. જેથી કરીને આપણે આ બાબતે આત્મનિર્ભર બની શકીએ. ભારત સરસવ, સોયાબીન વગેરે જેવા તેલીબિયાં ઉત્પાદનોમાં આગળ વધે.
કિસાન ક્રેડિટ કાર્ડ વધુ પાંચ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમારી સરકાર રાજ્યો સાથે ભાગીદારીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે કામ કરશે. 400 જિલ્લાઓને તેના દાયરામાં લાવવામાં આવશે. ખેડૂતોની જમીનને ફાર્મર લેન્ડ રજીસ્ટ્રી હેઠળ લાવવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ વધુ પાંચ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે સામાન્ય બજેટ-2024 નાણા મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં રજૂ કરી રહ્યા છે. સામાન્ય બજેટમાં ખેડૂતોને લઈને જાહેરાતો થઈ છે.












Click it and Unblock the Notifications
