Budget 2025 for Farmers : બજેટમાં ખેડૂતોને શું મળ્યુ, જાણો તમામ જાહેરાતો
Budget 2025 for Farmers : ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં દેશનું બજેટ રજુ કરી રહ્યાં છે. આ બજેટમાં સરકારે ખેડૂતો માટે ઘણી જાહેરાતો કરી છે.
દેશભરમાં ખેડૂત વિરોધી નીતિઓને કારણે નિશાના પર રહેલી નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. બજેટમાં સરકારે તેમણે ખેડૂતો માટે વિશેષ પેકેજની જાહેરાત કરવા સાથે નવા યુરિયા પ્લાન્ટ ખોલવાની પણ જાહેરાત કરી છે.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે, આ બજેટમાં પ્રસ્તાવિત વિકાસના પગલાં 10 વ્યાપક ક્ષેત્રોમાં ફેલાયેલા છે, જેમાં ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
બિહારના માખાના ખેડૂતો માટે વિશેષ પેકેજ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે. મખાનાના ઉત્પાદન, પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગને સુધારવા માટે મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે. આ કાર્યમાં રોકાયેલા લોકોને FPO તરીકે સંગઠિત કરવામાં આવશે.
પીએમ ધન ધાન્ય કૃષિ યોજના
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અને કૃષિ જિલ્લાઓ માટે વિકાસ કાર્યક્રમની જાહેરાત કરી. સરકાર રાજ્યો સાથે ભાગીદારીમાં PM ધન ધન્ય કૃષિ યોજના શરૂ કરશે.
KCC મર્યાદા વધારીને 5 લાખ કરાઈ
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડ 7.7 કરોડ ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોને ટૂંકા ગાળાની ક્રેડિટ સુવિધા પૂરી પાડે છે. સુધારેલી વ્યાજ સબવેન્શન સ્કીમ હેઠળ KCC દ્વારા લેવામાં આવેલી લોન માટેની મર્યાદા 3 લાખથી 5 લાખ રૂપિયા કરાશે.
આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટની જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે સરકારે પૂર્વીય ક્ષેત્રમાં 3 નિષ્ક્રિય યુરિયા પ્લાન્ટ ફરીથી ખોલ્યા છે. આસામના નામરૂપ ખાતે 12.7 લાખ મેટ્રિક ટનની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.












Click it and Unblock the Notifications
