ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા
ગુજરાતમાં કપાસના પાકનું વાવેતર મોટા પાયે થાય છે અને ખેડૂતો માટે કપાસ મુખ્ય રોકડિયા પાક પૈકીનો એક છે. સારા ઉત્પાદન અને આવક માટે કપાસને જીવાત અને રોગથી બચાવવું ખૂબ જરૂરી છે.
રાજ્યના ખેડૂતોના હિત માટે ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં ગુલાબી ઈયળ, લીલી ઈયળ અને ટપકાવાળી ઈયળ જેવી જીવાતોના સંકલિત નિયંત્રણ માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો અને પગલાં આપ્યાં છે.

કપાસના પાકને જીવાતથી બચાવવા શું કરવું?
ફેરોમોન ટ્રેપનો ઉપયોગ: ગુલાબી ઈયળને પકડવા માટે ખેતરમાં પ્રતિ એકર બે ફેરોમોન ટ્રેપ લગાવવી. આ ટ્રેપમાં રહેલા નર ઈયળને આકર્ષિત કરતા લ્યુર સમયાંતરે બદલતા રહેવા. આનાથી ઈયળોની સંખ્યાનો અંદાજ મળે છે અને તે પ્રમાણે આગળના પગલાં લઈ શકાય છે.
જૈવિક અને કુદરતી ઉપચાર
- ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ગોસીપ્લુર ૪ ટકા આરટીયુ ટ્યુબનો ઉપયોગ કરવો. આના ટપકાં છોડ પર નિયમિત અંતરે મૂકવા.
- લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો. ૪% લીંબોળીનો મીંજ અને ૫૦ મિલી લીંબોળીનું તેલ અથવા લીમડાયુક્ત દવાનો ઉપયોગ કરી શકાય છે.
- કૃત્રિમ રસાયણોને બદલે જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ અપનાવવી. ઈંડાની પરજીવી ભમરી, ટ્રાયકોગ્રામેટોઈડી બેક્ટેરિયાનો ઉપયોગ કરવાથી ઈયળોનો નાશ થાય છે.
- જીવાત ખાનારા પક્ષીઓને આકર્ષવા માટે ખેતરમાં અમુક અંતરે લાકડા કે ડાળીઓ ગોઠવવી, જેથી પક્ષીઓ તેના પર બેસીને જીવાત ખાઈ શકે.
હાથથી ઈયળોનો નાશ કરવો
- કાબરી ઈયળથી નુકસાન પામેલી ડૂંખને હાથથી દબાવી દેવાથી અંદર રહેલી ઈયળો મરી જાય છે.
- લીલી ઈયળના ઈંડા ધરાવતા ટોચના પાન વીણીને નાશ કરવા અને મોટી ઈયળોને હાથથી પકડીને દૂર કરવી.
રાસાયણિક દવાઓનો ઉપયોગ
- જો જીવાતનો ઉપદ્રવ ખૂબ વધી જાય તો જ રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો. કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરાયેલ દવાઓનો જ ઉપયોગ કરવો.
- દવાઓના પેકેટ પર લખેલી સૂચનાઓનું પાલન કરવું અને ભલામણ મુજબ જ ડોઝ વાપરવો.
- જ્યારે જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ (જેમ કે પરજીવી ભમરી) અપનાવી હોય ત્યારે રાસાયણિક દવાઓનો છંટકાવ ૭ દિવસ પછી કરવો.
ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો
- જો ફૂલોમાં ગુલાબી ઈયળથી ૧૦% થી વધુ નુકસાન જોવા મળે તો ભલામણ કરેલા કીટનાશકોનો છંટકાવ કરવો.
- ગુલાબી અને લશ્કરી ઈયળના નિયંત્રણ માટે એનપીવી (HNPV/SNPV) દ્રાવણનો ઉપયોગ કરવો. આ દ્રાવણ સાંજના સમયે છાંટવું.












Click it and Unblock the Notifications
