Exclusive : જીરાના વાવેતરમાં મોડુ કરાવી રહેલો તડકો, ખેડૂતો ઠંડીની રાહમાં

રાજ્યમાં શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોએ તૈયારી કરી લીધી છે પરંતુ તડકો ખેડૂતોને હેરાન કરી રહ્યો છે. હવે જીરાનું વાતેતર કરવા ઈચ્છતા ઘણા ખેડૂતો તાપમાન ઘટવાની રાહ જોઈ રહ્યા છે.

સામાન્ય રીતે ગુજરાતમાં જીરાનું વાવેતર કરતા ખેડૂતો નવેમ્બર મહિનાના પહેલા અને બીજા અઠવાડીયામાં જીરાનું વાવેતર કરતા હોય છે પરંતુ આ વખતે હજુ તાપમાન વધુ હોવાથી વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે.

sowing of cumin seeds

વાવેતર મુદ્દે વન ઈન્ડિયાએ કેટલાક ખેડૂતો સાથે વાત કરી તો તેમણે ઘણી બાબતો પર પ્રકાશ પાડ્યો. હળવદ તાલુકાના નવા ધનાળા ગામના ખેડૂત નરેન્દ્રભાઈએ જણાવ્યુ કે, હજુ તડકો વધારે હોવાથી તે થોડી રાહ જોઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે, જીરાના વાવેતર માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. જમીન અને બિયારણ પણ તૈયાર છે પરંતુ તાપમાન વધારે હોવાથી તે રાહ જોઈ રહ્યા છે. જો તડકો ઓછો ન થાય તો બીજી વખત વાવવાની નોબત આવી શકે છે.

હળવદ તાલુકાના જ અન્ય એક વેગડવાવ ગામના યુવા ખેડૂત મેહુલભાઈએ જણાવ્યુ કે, ક્યારેક તડકાને કારણે ઉગારાનો પ્રશ્ન આવે છે. જીરાના બિયારણના ઉંચા ભાવ હોવાથી ખેડૂતોને નિષ્ફળતા પોષાય તેમ નથી. આ સિવાય તેમણે કહ્યું કે, જો બીજી વખત વાવવાની નોબત આવે તો ઘણો સમય વેડફાય.

sowing of cumin seeds

જણાવી દઈએ કે, જીરાના વાવેતર માટે સામાન્ય રીતે મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ હોવુ જરૂરી છે. જો તેનાથી વધારે તાપમાન હોય તો જીરાને ઉગવામાં સમસ્યા આવી શકે છે. આ ઉપરાંત જીરૂ ઉગીને સુકાઈ જવાના પણ પ્રશ્ન છે.

આ મુદ્દે મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સરક્ષણ વૈજ્ઞાનિક દિલીપ સરડવા જણાવે છે કે, ખેડૂતોએ હજુ 15 નવેમ્બર સુધી શક્ય હોય ત્યાં સુધી રાહ જોવી. તાપમાન હજુ 2-3 ડિગ્રી વધારે છે. આ તાપમાનને કારણે જીરૂ ઉગવાનો અને ઉગીને સુકાઈ જવાનો પણ પ્રશ્ન આવી શકે છે.

sowing of cumin seeds

અહીં એ પણ જણાવી દઈએ કે, આ વખતે ગુજરાત અને રાજસ્થાનમાં મબલખ પ્રમાણમાં જીરાનું વાવેતર થયુ છે. ગયા વર્ષે 12 હજાર સુધીના સારા ભાવ મળવાને કારણે ખેડૂતો વધારે જીરાનું વાવેતર કરી રહ્યા છે.

અહીં એ પણ જાણવુ જરૂરી છે કે નર્મદા કમાન્ડ વિસ્તારોમાં ખેડૂતો ઉનાળુ સિઝનમાં વાવેતર કરતા હોવાથી વહેલી તકે વાવણી કરતા હોય છે. આ જ કારણ છે કે ઘણા વિસ્તારોમાં હાલ ખેડૂતોએ જીરાનું વાવેતર શરૂ કરી દીધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X