Farmers Protest : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની તાનાશાહીથી ત્રસ્ત ખેડૂતો ફરી એક વખત દિલ્હી કુચ કરશે
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની તાનાશાહીથી ત્રસ્ત ખેડૂતોએ ફરી એક વખત દિલ્હી કુચ કરવાની તૈયારી કરી છે. બીજી તરફ આ સમાતારને કારણે દિલ્હીને સીલ કરવામાં આવી રહી હોવાના અહેવાલ પણ છે.
સમાચારો અનુસાર, 2 ડિસેમ્બરે ગ્રેટર નોઈડાથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂતો અને સરકાર વચ્ચે લગભગ 3 કલાક સુધીની બેઠકમાં કોઈ નિર્ણય ન આવતા ખેડૂતોએ દિલ્હી કુચ કરવાનો નિર્ણય લીધો છે.

ખેડૂતોની માંગ છે કે ગોરખપુરમાં બની રહેલા હાઈવે માટે ચાર ગણું વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ગૌતમ બુદ્ધ નગર ચાર ગણા વળતરના લાભથી વંચિત છે. આ સિવાય સર્કલ રેટ પણ 10 વર્ષથી વધ્યો નથી. નવા કાયદાનો લાભ જિલ્લામાં લાગુ કરવામાં આવે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં 10 ટકા વિકસિત જમીન, હાઈ લેવલ સમિતિની ભલામણો અને નવા જમીન સંપાદન કાયદાના લાભોનો સમાવેશ થાય છે. આ તમામ નિર્ણયો સરકારી સ્તરે લેવાના હોય છે.
આ દરમિયાન પોલીસ, જિલ્લા મેજિસ્ટ્રેટ, ગ્રેટર નોઈડા ઓથોરિટી, નોઈડા ઓથોરિટી અને યમુના ઓથોરિટીના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ખેડૂતોની ઘણી મહત્વની માંગણીઓ સામે આવી છે.
જો કે, અધિકારીઓએ ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને તેના પછી ખેડૂતોમાં ગુસ્સો છે. ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની માંગણીઓ સાથે દિલ્હી સુધી કૂચ કરશે અને જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેમનું આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.
બીજી તરફ ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું છે કે પંજાબ અને હરિયાણાના સરહદી વિસ્તારો પર શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂત નેતાઓ 6 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરશે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા પંઢેરે જણાવ્યું કે કેન્દ્રએ ખેડૂતો સાથે તેમના મુદ્દાઓ પર હજુ સુધી વાત કરી નથી, જેમાં એમએસપી પર કાનૂની ગેરંટી માટેની તેમની માંગનો પણ સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
