Marcha na bhav : મરચાંની આવકમાં વધવા સાથે ભાવમાં ઉછાળો, જાણો તાજા ભાવ
Marcha na bhav : ગોંડલ યાર્ડમાં મરચાંની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ફોરવર્ડ માલની આવકમાં ઘટાડો થતાં સારા માલની આવકો વધી રહી છે.
ખાસ કરીને સાનિયા, રેવા અને ઓજસ વેરાઈટીના મરચાંની માંગમાં વધારો થયો છે. સાનિયા કરતાં રેવા અને ઓજસ વેરાઈટીના મરચાં વધુ સારા ભાવે વેચાઈ રહ્યા છે.

ગોંડલ યાર્ડમાં બે દિવસથી લોકલ ઘરાકીમાં થોડો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન મરચાં બજાર સામાન્ય વધ-ઘટ સાથે સ્થિર સ્થિતિમાં છે.
ખેડૂતોની માન્યતા છે કે સાનિયા મરચું પાકીને બજારમાં વહેલું આવે છે, જેથી ફોરવર્ડ માલની તુલનામાં વહેલું વેચાણ કરી શકાય છે. આ કારણોસર સામાન્ય ખેડૂતો સાનિયા વેરાઈટીને પ્રથમ પસંદગી આપે છે.
ગોંડલ યાર્ડમાં ઓજસ મરચાંમાં ૫૭૦૧ ભાવે વેપાર થયો હતો. અન્ય વકલ ઓજસમાં ૫૩૦૧ થી ૫૦૦૦થી વધારે ભાવે વેપાર નોંધાયો છે. રેવા વેરાઈટીમાં ૨૪૦૦ થી ૩૬૫૦ ભાવે વેપાર થયો હતો.
જામનગર યાર્ડની વાત કરીએ તો ૧૩ ફેબ્રુઆરીના રોજ 740 ભારી મરચાંનાં વેપારમાં ફોરવર્ડમાં ૪૫૦ થી ૮૦૦, લાલ કટ્ટમાં ૯૦૦ થી ૧૩૫૦, મીડિયમ હવાવાળું સાનિયા ૧૬૦૦ થી ૧૮૦૦ અને સારૂ સાનિયા ૧૯૦૦ થી ૨૨૦૦ ભાવે વેપાર થયો હતો.
મરચાં બજારમાં આગામી દિવસોમાં વધુ ઉત્સાહ જોવા મળશે તેવી અપેક્ષા છે. ખેડૂતો અને વેપારીઓ માટે આ અપડેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.












Click it and Unblock the Notifications
