ખેડૂતો માટે સારા સમાચાર: ખેત સાધનોની ખરીદીમાં સમયમર્યાદા લંબાવાઈ, જુઓ કઈ કઈ બાબતોમાં થશે ફાયદો
Gujarat News: રાજ્ય સરકારે ખેડૂત હિત માટે ખેતી સાધનોની ખરીદીની સમય મર્યાદા 22 સપ્ટેમ્બરથી 30 દિવસ માટે લંબાવી છે, જેથી ખેડૂતો નવા ઘટાડેલા GST દર (5%)નો લાભ લઈ શકે. ટ્રેક્ટર પર જૂના 12% અને ટાયર્સ-પાર્ટ્સ પર 18% GST ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભામાં જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, GST રિફોર્મ્સથી કૃષિ ક્ષેત્રને રાહત મળી છે. કૃષિ માટે ટ્રેક્ટર પર લેવામાં આવતા 12% તેમજ ટ્રેક્ટરના ટાયર્સ અને અન્ય પાર્ટ્સ પર લેવામાં આવતા 18% GST દરને ઘટાડી હવે 5% કરવામાં આવ્યો છે.
ખેત સાધનોની ખરીદીમાં સમયમર્યાદા લંબાવાઈ
Gujarat News: આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકારની રૂ.1,00,000 સબસીડી ઉપરાંત અંદાજીત બીજા રૂ. 35થી 45 હજાર જેટલો ફાયદો થશે. ખેડૂતોને GSTના નવા દરનો પણ લાભ મળે તે માટે ગુજરાત સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે, રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારો/સાધનોની ખરીદી માટે કૃષિ યાંત્રીકિકરણ યોજમાં મંજૂરી આપવામાં આવેલી છે. જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમય મર્યાદા આગામી તા. 22 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થવામાં છે અથવા પૂર્ણ થઈ ગઈ છે. આવા ખેડૂતોને પણ નવા GST દરનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદા 22 સપ્ટેમ્બરથી અગામી 30 દિવસ સુધી લંબાવાઈ છે.
કૃષિમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના અંદાજે એક લાખ ખેડૂતોને ખરીદીની તક મળવા સાથે GST દરમાં સુધારાનો મહત્તમ 35થી 45 હજાર જેટલો નાણાકીય લાભ થશે. નવા GST દરનો અમલ 22 સપ્ટેમ્બરથી થવાનો હોવાથી ખરીદીની સમય મર્યાદા નવા દરના અમલથી આગામી 30 દિવસ સુધી લંબાવાઈ છે.
ખેતી અને ખાદ્ય સુરક્ષા માટે મહત્વનું પગલું
આ નવી GST વ્યવસ્થાથી ખેડૂતોમાં એક નવી આશાની કિરણ જોવા મળી રહી છે. ખેતી માટે જરૂરી સામગ્રીના ભાવ ઘટવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે, જેનાથી ખેડૂતો વધુ ઉત્પાદન કરી શકશે. આનો સીધો લાભ બજારમાં અનાજ અને અન્ય ખેત ઉત્પાદનોના ભાવને સ્થિર રાખવામાં મળશે, જે દેશની ખાદ્ય સુરક્ષા માટે પણ મહત્વનું છે. ખેડૂતોનું માનવું છે કે જો સરકાર આગામી સમયમાં ખેતીને સંપૂર્ણપણે GSTમાંથી મુક્ત કરે તો તે ન માત્ર ખેડૂતો માટે, પરંતુ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષા માટે એક મોટું પગલું બનશે.












Click it and Unblock the Notifications
