ગુજરાત બજેટ 2017: ખેડૂતોની સબસીડીમાં 20% વધારો
ગુજરાત બજેટ 2017. આ વખતના બજેટમાંથી કૃષિ ક્ષેત્રને શું મળ્યું? જાણો અહીં.
ગુજરાત વિધાનસભા ગૃહના બજેટ સત્ર નો 20 ફેબ્રુઆરી, 2017 થી પ્રારંભ થયો છે, 31 માર્ચ, 2017 સુધી ચાલનારા આ બજેટ સત્રના 26 દિવસો દરમિયાન કુલ 28 બેઠકો મળશે.
ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે આજે મંગળવારના રોજ વર્ષ 2017-18 માટે બજેટ રજૂ કર્યું છે. આ વખતના બજેટમાંથી કૃષિ સહકાર વિભાગ માટે કઇ કેટલી સુવિધાઓ માટે ફાળવણી કરવામાં આવી છે, એ અંગે વિગતવાર માહિતી મેળવો અહીં..

- રાજ્ય સરકાર દ્રારા કૃષિ સહકાર વિભાગનું નામ બદલી કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ કરવામાં આવ્યું.
- કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે 6 હજાર 400 કરોડની જોગવાઈ, ગત વર્ષ કરતાં 608 કરોડ વધારાયા
- ઓર્ગેનિક કૃષિ યુનિ. સ્થાપવા માટે 82 કરોડની જોગવાઈ
- રાજ્યના નાના અને મોટા ખેડૂતોને મળતી સબસીડીમાં 20 ટકાનો વધારો, સબસીડી 50 ટકાથી વધારી 70 ટકા કરાઈ
- એસસી અને એસટીના ખેડૂતોની સબસીડી 75 ટકાથી વધારી 85 ટકા કરાઈ
- સબસીડી માટે 313 કરોડની જોગવા
- ખેતર ફરતે તારની ફેન્સીંગ વાડ બાંધવા માટે 200 કરોડની જોગવાઈ
- 14 લાખ ખેડૂતોને 1 ટકા વ્યાજે પાક ધિરાણ લોન આપવા 500 કરોડની જોગવાઈ
- ખેડૂતોને રૂપે ડેબીટ કાર્ડ આપવા માટે 80 કરોડની જોગવાઈ
- 13 લાખ ખેડૂતોના પાક વીમા માટે 476 કરોડની જોગવાઈ
- અનાજ, કઠોળ અને શાકભાજી માટે નિમ્નતમ સહાય કિંમતો નક્કી કરવા પ્રાઈઝ સ્ટેબીલીટી ફંડ ઉભું કરાશે
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ 365 કરોડની જોગવાઈ
- ખાતર, બીજ અને કૃષિ પેદાશની સંગ્રહ ક્ષમતા વધારવા 126 કરોડની જોગવાઈ
- જમીનમાં પાણીનો સંગ્રહ કરવા અને ભેજનું પ્રમાણ વધારવા 547 કરોડની જોગવાઈ
- ખેત ઓજારો અને યંત્રોની સહાય આપવા 418 કરોડની જોગવાઈ
- ટ્રેકટર ખરીદી માટે 24 હજાર ખેડૂતોને સહાય
- 1 હજાર ખેડૂતોને એગ્રો પ્રોસેસિંગ માટે સહાય
- એપીએમસી ખાતે 50 ગોડાઉન અને કૃષિ ધિરાણ સેવા મંડળી ખાતે 1000 ગોડાઉન બાંધવામાં આવશે
- ડેરી ક્ષેત્રને સહાય પુરી પાડવા 38 કરોડની જોગવાઈ
- ગૌધનના સંવર્ધન માટે 88.42 કરોડની જોગવાઈ
- કરૂણા એનિમલ ઈમરજન્સી કેર માટે 8 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે
- 73 નવા પશુ દવાખાના બાંધવામાં આવશે
- મત્સ્યઉદ્યોગને આધુનિક અને લાભદાયક કરવા વિશેષ પેકેજ
- માછીમારોને રાહતદરે કેરોસીન પુરૂં પાડવા માટે 22.50 કરોડની જોગવાઈ












Click it and Unblock the Notifications
