14 સપ્ટેમ્બરથી વરસાદ સહાયના ફોર્મ ભરવાની શરૂઆત થશે., વિગતે જાણો તમામ બાબતો
ગુજરાત સરકારે તાજેતરમાં થયેલા અસાધારણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન સામે રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકારે આ પેકેજ અંતર્ગત 9,815 કરોડની ફાળવણી કરી છે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ પેકેજ જાહેર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, વરસાદથી થયેલા નુકસાનનો સર્વે, પંચનામા, મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત અને સંબંધિત વિભાગો સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકો સહિતની સમગ્ર વહીવટી પ્રક્રિયા મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ એક જ અઠવાડિયામાં પૂરી કરવામાં આવી છે.

બનાસકાંઠાના વાવ-થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તો માટે પણ સહાય જાહેર કરી છે. આ અંતર્ગત પિયત-બિનપિયત સમાન ધોરણે પ્રતિ હેક્ટર 22,000, બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. આ રીતે કુલ 11,137 કરોડનું રાહત પેકેજ આપીને સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી છે.
કૃષિ મંત્રીએ રાહત પેકેજના ઠરાવની જાહેરાત કરતા જણાવ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર શુક્રવારે બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત રહેશે. ખેડૂતો https://krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી કરવા માટે ખેડૂતોએ ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે પાત્રતા ધરાવતી અરજી VCE/VLE મારફત કરવાની રહેશે. આ પ્રક્રિયા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં. સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જેના માટે 16,500થી વધુ ગામોનું પોર્ટલ સાથે મેપિંગ કરાશે.
કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે. જરૂર જણાયે, પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
