ગુજરાત સરકારે ખેડૂતોને ચુકવેલી પાક નુકસાની સહાયના આંકડા જાહેર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. જેમાં કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે પાક ખરીદીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ટૂંકા ગાળામાં બે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા. આ હેઠળ 30 લાખથી વધુ ખેડૂતોના 8710 કરોડના ઓનલાઈન બીલો તૈયાર કરાયા છે.

આ તૈયાર થયેલા બિલો પૈકી, હાલમાં ૨૯.૩૦ લાખ ખેડૂતોને કુલ ૮,૫૧૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવાઈ છે, જે ખેડૂતો માટે મોટી રાહત છે.
મંત્રી જીતુ વાઘાણીએ મગફળી, મગ, અડદ, સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની માહિતી પણ આપી. અત્યાર સુધીમાં ૬.૭૯ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૧૦,૬૯૮ કરોડથી વધુના કુલ ૧૪.૯૧ લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની ખરીદી થઈ છે.
આ ખરીદી સામે ૪.૧૬ લાખથી વધુ ખેડૂતોને કુલ કરોડથી વધુનું ચૂકવણું કરાયું છે. મગફળીમાં, ૬.૨૬ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૧૦,૩૦૦ કરોડથી વધુ મૂલ્યની ૧૪.૧૮ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઈ છે.
આ મગફળીની ખરીદી પેટે ૩.૮૯ લાખ ખેડૂતોને કુલ ૬,૩૬૨ કરોડથી વધુની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવી દેવાઈ છે.












Click it and Unblock the Notifications
