ગુજરાત સરકાર ટેકાના ભાવે તુવેરની ખરીદી કરશે, જાણો ભાવ અને ક્યારથી શરૂ થશે રજીસ્ટ્રેશન?
ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચાલુ વર્ષે સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી (MSP Procurement) કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના હજારો તુવેર ઉત્પાદક ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે.

સરકાર દ્વારા આ વર્ષે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ 8000 (MSP) અને વધારાના બોનસ સાથેનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. બજારમાં ભાવમાં થતી વધઘટ સામે ખેડૂતોને રક્ષણ આપવા માટે સરકાર આ ખરીદી કરશે.
ઓનલાઈન રજીસ્ટ્રેશનની તારીખ અને વિગતો
જે ખેડૂતો પોતાની તુવેર ટેકાના ભાવે વેચવા માંગે છે, તેમણે નીચે મુજબની તારીખો ધ્યાનમાં રાખવી જરૂરી છે:
- રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ : 22 ડિસેમ્બર, 2024
- રજીસ્ટ્રેશન પૂર્ણ થવાની તારીખ : 21 જાન્યુઆરી, 2025
- નોંધણી : ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે અથવા નિયત કરાયેલા સેન્ટરો પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખેડૂતોએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે.
- આધાર કાર્ડની નકલ
- સાત-બાર, આઠ-અ (7/12, 8-A) ના ઉતારા
- તુવેરના વાવેતર અંગેનો તલાટીનો દાખલો (નમૂના નંબર ૧૨)
- બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
ખેડૂતોને શું ફાયદો થશે?
ઘણીવાર ખુલ્લા બજારમાં તુવેરના ભાવ નીચા રહેતા હોય છે, જેના કારણે ખેડૂતોને પડતર કિંમત પણ મળતી નથી. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ચોક્કસ અને ઉંચા ભાવની ગેરંટી મળશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.












Click it and Unblock the Notifications
